ETV Bharat / state

Surat Crime : સુરતમાં પૈસા બાબતે 17 વર્ષના કિશોરની કરપીણ હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ થઇ

સુરત શહેરના અઠવા વિસ્તારમાં કિશોરની હત્યા થઇ હતી. મોડી રાત્રે એક કિશોર પર પાંચથી છ લોકોએ હાથમાં તલવાર ચપ્પુ લાકડાના ફટકા લઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 17 વર્ષિય કિશોરનું મોત નીપજતા અઠવા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કિશોર પર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.

Surat Crime : સુરતમાં પૈસા બાબતે 17 વર્ષે કિશોરની કરપીણ હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ થઇ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2023, 8:52 PM IST

Updated : Oct 2, 2023, 9:19 PM IST

ચાર આરોપીઓની ધરપકડ

સુરત : સુરત શહેરમાં પૈસા બાબતે 17 વર્ષે કિશોરની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પામી હતી. મૃતક કિશોરનું નામ માનીયા રજાઉ હુસેન છે અને તે સગરામપુરા વિસ્તારમાં આવેલા તલાવડી પાસે રહેતો હતો. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કઈ રીતે ચારથી પાંચ યુવકો ચપ્પુ અને લાકડા વડે તેને સતત મારી રહ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે આખરે પોલીસે હત્યા રાયટીંગનો ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હુમલા કરનાર વ્યક્તિઓ સામે હત્યા રાયટીંગનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ચાર આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. પૈસા બાબતે બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો અને ફટકા ચપ્પુ સહિત હથિયાર લઈને બે જૂથો આમે સામે આવી ગયા હતા. જેમાં આ કિશોરની હત્યા થઈ છે..વિજયસિંહ ગુર્જર (ડીસીપી)

નાણાંનો મામલો : હત્યાનો ભોગ બનનાર કિશોર માનીયા રજાઉ હુસેનને મિત્રના એક ઇસન પાસેથી પૈસા લેવાના હતા પૈસા લેવા બાબતે બે જૂથો વચ્ચે ઝઘડો પણ થયો હતો આ ઝઘડાની અદાવત રાખી ચપ્પુ અને ફટકા વડે મોડી રાત્રે જૂથો આમે સામે આવી ગયા હતાં અને કિશોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે યુવકની હત્યાથી પરિવારને ઘણો મોટો આઘાત લાગ્યો છે કેમ કે તે પરિવારનો સહારો હતો.

પરિવારની સખત સજાની માગણી: મૃતકના પિતરાઈભાઈ મોહમ્મદ સોહેલે જણાવ્યું હતું કે માનીયા રજાઉ હુસેન ડેકોરેશનનું કામ કરી પરિવારને આર્થિક મદદરુપ થતો હતો. રાતે મિત્રો સાથે ચા પીવા ગયો હતો તે દરમિયાન ઘટના બની હતી. અમને હોસ્પિટલથી આ અંગે જાણ થઈ હતી. તેની કોઈ સાથે દુશ્મની છે કે બબાલ થઇ હોય તે અંગેની જાણકારી હાલ અમને નથી. પરંતુ જેણે પણ આ તેની હત્યા કરી છે તેને સખત સજા થવી જોઈએ.

  1. Surat Crime : સિગરેટ પીતાં યુવકને ઠપકો આપ્યો તો ગુંડાતત્વોએ બે દિવસ બાદ આવી વેપારીની હત્યા કરી, ત્રણ આરોપીની ધરપકડ
  2. Ahmedabad Murder: અમદાવાદ શહેરમાં ફરી એકવાર જાહેરમાં હત્યાની ઘટના, કારણ જાણીને ચોંકી જશો
  3. Shivam Murder Case of Kadodara : શિવમ હત્યાકાંડના વધુ એક આરોપીની ધરપકડ

Last Updated : Oct 2, 2023, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.