સુરત : દુકાનમાં ઘુસી વેપારીને 'તુજે યહાં ધંધા કરના હૈ ? તો તુજે મુજે હર મહિને પંદર હજાર રૂપિયા દેના પડેગા' એમ કહી 15 હજાર રૂપિયા વસુલી કરનાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર માથાભારે ઈસમ વિરુદ્ધ સુરત લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. લીંબાયત વિસ્તારમાં હાર્ડવેર અને ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા વેપારીને માથાભારે ઇસમે ધમકી આપી હતી. દુકાનની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેના આધારે લીંબાયત પોલીસે તપાસ શરૂ કરી છે.
વેપારીને ફિલ્મી સ્ટાઈલમાં ધમકીઓ આપી : માથાભારે ઈસમ 15 હજાર રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે. લીંબાયત વિસ્તારમાં રહેતા ઇલ્યાસ ખાલીદ જનાબ લીંબાયત વિસ્તારમાં તવકલ્લ ઇલેક્ટ્રિક-હાર્ડવેરની દુકાન ધરાવે છે. વેપારી જ્યારે દુકાનમાં હાજર હતો તે સમયે માથાભારે હાસીમ સીદીક અને તેની સાથે અન્ય ત્રણ ઈસમો દુકાનમાં આવ્યો હતો. અને '' તું ઇધર કયું ધંધા કરતા હૈ તેમ કહી ગાળા ગાળી કરી હતી અને બાદમાં 'તુજે યહાં ધંધા કરના હૈ તો મેરે કો હર મહીને પંદરા હજાર રૂપિયા દેના પડેગા' તેમ કહી ખંડણી માંગી હતી.
આ પણ વાંચો વેપારીને શાપૅ શૂટર એન્થોનીના નામે ધમકી, 11 કરોડ આપી દેજે બાકી જીવતો બચવા નહીં દઉ
જાનની સલામતી માટે 15 હજાર રૂપિયા આપવા જ પડશે : જ્યારે માથાભારે ઈસમ અન્ય લોકો સાથે આવીને દુકાનદારને ધમકી આપી ત્યારે વેપારી ભયભીત થઈ ગયો હતો. દુકાનદારે તે સમયે ડરીને 15 હજાર રૂપિયા હાસીમને આપી દીધા હતા. ખંડણી વસૂલવા બાદ પણ ખાંસીમે વેપારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આખરે વેપારીએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીએ ઇલ્યાસભાઈએ જણાવ્યું હતું કે આરોપીએ મને ધંધો કરવો હોય 15 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું. એટલું જ નહીં મેં પૂછ્યું હતું કે શેના 15 હજાર રૂપિયા તો મને કહ્યું કે તારી જાનની સલામતી માટે 15 હજાર રૂપિયા આપવા જ પડશે.
આ પણ વાંચો તું ભાઈનું કામ કરી દે : પેરોલ પર છુટેલા આરોપીએ વેપારીને આપી ધમકી
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ : આ સમગ્ર મામલે એસીપી જે. ટી. સોનારાએ જણાવ્યું હતું કે, વેપારીના દુકાનમાં હસીમ સિદ્દીકી અને ત્રણ જણાએ ધમકાવી 15 હજાર રૂપિયા લઇ ફરાર થઇ ગયો હતો. આ મામલે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી સાથે અન્ય ત્રણ લોકો કોણ હતા તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. દુકાનની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પણ અમે તપાસ કરી રહ્યા છે.