સુરત : સુરત જિલ્લામાં દારુના દૂષણને ડામવા પોલીસની સખત કાર્યવાહી સામે આવતી હોય છે. ત્યાં આજે મોટાપાયે સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દારુના વેપાર પર નકેલ કસવાનો મામલો સામે આવ્યો હતો. જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામ પાસેથી સ્ટેટ વિજિલન્સની ટીમે 5.51 લાખનો વિદેશી દારુ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. કામરેજ પોલીસે 5.51 લાખની કિમતનો દારુ અને બે વાહનો સહિત કુલ 11 લાખનોનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સગેવગે કરવાની પેરવી સમયે દરોડો : બૂટલેગરો સામેની આ મોટી કાર્યવાહી કરતાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સ્ટેટ વિજિલન્સની ટીમે સપાટો બોલાવ્યો હતો. સ્ટેટ વિજિલન્સની ટીમે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામે સર્વે નં- 472 સામેની ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરવાની પેરવી કરાતી હતી. ત્યારે ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે છાપો માર્યો હતો. દારુનો જથ્થો ઊતારી રહેલા ચાર શખ્સો પોલીસને જોઈને ભાગી છૂટ્યાં હતાં.
ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો : કામરેજ પોલીસે બનાવના સ્થળેથી 5.51 લાખનો વિદેશી દારૂ અને બીયરની નાની મોટી 4641 બોટલો. કાર (નં. જીજે-૦૫- આરએસ-૯૯૭૩) તેમજ બાઈક (નં. આરજે-૦૬-ડીસી-૯૫૩૦) મળી કુલ 11 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમ જ પોલીસે ફરાર થઇ ગયેલા ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તમામને વોન્ટેડ જાહેર કર્યા હતાં. ત્યારે સુરત જિલ્લામાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા વધુ એકવાર મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવતા જિલ્લાના બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
7ને વોન્ટેડ જાહેર કર્યા : ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે ઘલા ગામની સીમમાં થઈ રહેલા વિદેશી દારૂના કાર્ટીગવાળા સ્થળે પર રેઈડ કરી .5.50 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને બે વાહનો મળી 11 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે સ્થળ પરથી નાસી ગયેલા બે વાહન ચાલકો સહિત 7ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સરપંચની જમીનમાં કાર્ટીગ : બાતમી અનુસાર સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઘલા ગામના ખુંટાઈ માતા મંદિર પાસેથી આગળ જતા માંડવી તાલુકાના મુજલાવ ગામના સરપંચ રમેશ રામજીભાઈ વસાવાની ઘલા ગામની સીમમાં આવેલી સર્વે નંબર 472 વાળી જમીનમાં થઈ રહેલા વિદેશી દારૂના કાર્ટીગવાળા સ્થળે રેઈડ કરી કરી હતી. રેઈડ દરમ્યાન પોલીસની ગાડીની લાઈટને જોતા બૂટલેગરો અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતાં. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ સહિત બીયરની 4641 નંગ બોટલ કિંમત રૂ.5.51 લાખ, ઈકો ગાડી નબર GJ05RS-9973 નબર,બાઈક RJ06BC-9530 સહિત કુલ રૂ. 11 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એલસીબીની ટીમે તાતીથૈયા ગામથી વિદેશી દારુ પકડ્યો : અન્ય પોલીસ કામગીરીની વાત કરીએ તો એલસીબી ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે રહેતો અને વિદેશી દારૂનો ધંધો કરતો અકીલ અહેમદ સૈઈદ તેની સાથે દારૂનો ધંધો કરતો સોપાલસિંહ રાજપૂત સેલવાસ ખાતેથી એક મોટા ટાટા ટેમ્પામાં પ્લાસ્ટિકની ગુણોની આડમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી તાતીથૈયા ખાતેથી એક નબર વગરના યોદ્ધા ટાટા ટેમ્પામાં કાર્ટીગ કરી સગેવગે કરવાની તૈયારીમાં છે. આ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે વિદેશી દારૂની 2100 બાટલીઓ ઝડપી લીધી હતી. અલગ અલગ વાહનો મળી કુલ 31.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.