સુરત: ચોકબજાર વિસ્તારમાં સાત વર્ષની માસુમ બાળકી પર રેપ વિથ મડર મામલે આરોપી મુકેશ ચીમનલાલ પંચાલને કોર્ટ દ્વારા કસૂરવાર ઠરાવ્યો છે. હવે આ મામલે આવતીકાલે આરોપીને સજા સંભળાવામાં આવશે.
સજા સંભળાવામાં આવશે: ચોકબજાર વિસ્તારમાં સાત વર્ષની માસુમ બાળકી પર રેપ વિથ મડર મામલે આરોપી મુકેશ ચીમનલાલ પંચાલને નામદાર કોર્ટ દ્વારા કસૂરવાર ઠરાવ્યો છે.હવે આ મામલે સોમવારના રોજ આરોપીને સજા સંભળાવામાં આવશે.આ આરોપીએ ગત 7 ડિસેમ્બરના રોજ 7 વર્ષની બાળકીને ચોકલેટ આવી પોતાને ઘરે લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ કરી તેમ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આ મામલે સૌપ્રથમ વખત પરિવારે પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો Surat Dog Bite Case: માસૂમ બાળકી પર 30થી વધુ ડોગ બાઈટના ઘા, સારવાર બાદ મૃત્યુ
આ કેસમાં સજાની જોગવાઈઓ જોતા આજીવન કેદની સજાથી લઈને ફાંસીની સજા સુધીની જોગવાઈ છે. હું ચોક્કસપણે કહી રહ્યો છું કે ગુનાની ગંભીરતા જોતા બાળકીની ઉંમર જોતા તે ઉપરાંત આરોપી દ્વારા બાળકી ઉપર જે કૃતા આંચરી છે. તે મુજબ ફરિયાદ પક્ષ તરફે આ કેસમાં મહત્તમ માં મહત્તમ સજા થાય તેની માંગણી કરવામાં આવશે.એટલે ફાંસીને સજા થાય તેની માંગણી કરવામાં આવશે. તે મુજબની દલીલો આવતીકાલે કોર્ટમાં ચાલશે-- નયન સુખડવાલા ( સરકારી વકીલ )
બાળકીની શોધખોળ: પોલીસે સોસાયટીમાં જ બાળકીની શોધખોળ દરમિયાન આરોપીના જ ઘરમાંથી જ પ્લાસ્ટિકની કોથળીમાં બાળકીની ડેડબોડી મળી આવી હતી. ત્યારબાદ આ મામલે પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કામગીરી પૂર્ણ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યારબાદ આ મામલે નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો હતો. નામદાર દ્વારા સમગ્ર પુરાવાઓ જોતા આરોપી મુકેશ ચીમનલાલ પંચાલને કસૂરવાર ઠરાવ્યો છે.
શું હતી ઘટના: શહેરમાં વેડરોડ વિસ્તારમાં આવેલ વાળીનાથ સર્કર પાસે એક સોસાયટીમાં 8 વર્ષની બાળકી અન્ય 3થી 4 બાળકો સાથે રમતી હતી. તે વેળા પિતા જમવા ઘરે આવ્યા ત્યારે બાળકીને નીચે શોધવા ગયા ત્યારે મળી ન હતી. બાળકીના પરિવારજનોએ સાંજ સુધી શોધખોળ કરી છતાં કોઈ બાળકી મળી આવી નઈ હતી.અંતે પરિવારે પોલીસને જાણ કરતા ચોકબજાર પોલીસ આવી પોહચી હતી. પોલીસે સૌ પ્રથમ વખત તો સોસાયટીના મકાનોમાં ચેકિંગ કર્યું હતું. જેમાં પડોશમાં રહેતા મુકેશના મકાનમાં તાળું હતું.
પેટીમાંથી મળી આવી: પોલીસને તાળું જોઇ શંકા ગઈ હતી. પોલીસે પડોશીના ઘરનું તાળું તોડી ચેક કરતા બાળકીની ડેડબોડી પ્લાસ્ટીકની કોથળામાં લપેટી પલંગની પેટીમાંથી મળી આવી હતી.આજે પોલીસને તે સમય દરમિયાન જ ખ્યાલ આવી ગયો હતો કે, બાળકી પર પહેલા રેપ કરી બાદમાં તેને હત્યા કરવામાં આવી છે. મામલાની જાણ થતા જ ચોકબજાર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે પડોશી મુકેશ સામે આશંકા વ્યક્ત કરી છે. ત્યારબાદ પોલીસે આરોપી મુકેશને શોધવા ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. 32 વર્ષનો મુકેશ અપરિણીત હતો. તે સમય દરમિયાન મુકેશના પરિવારજનો લગ્નમાં અમદાવાદ ગયા હતા.
ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી: આ મામલો એટલો ગંભીર બની ગયો હતોકે, ચોક બજાર પોલીસ સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પણ આરોપીને શોધવા માટે તપાસ કરી રહી હતી. ત્યારે 8 ડિસેમ્બર બપોરે જ પોલીસે આરોપી મુકેશ ચીમનલાલ પંચાલને પકડી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.પોલીસે આ મામલે આરોપીને નામદાર કોર્ટમાં હાજર કર્યો હતો. અને ત્યારે આરોપીને 13 ડિસેમ્બરે સુધી પોલીસ રિમાન્ડમાં હતો.ત્યારબાદ આ મામલે પોલીસે 28 ડિસેમ્બરે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આજદિન સુધી આ મામલે નામદાર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
ઘરમાં લઈ ગયો: આ મામલે પકડાયે આરોપી મુકેશ ચીમનલાલ પંચાલ જેઓ 7 વર્ષની બાળકીને પોતાના ઘર નજીક કુતરાને બિસ્કીટ' ખવાડાવવા ગયેલી હતી. ત્યારે આરોપીએ બાળકીનો એકલતાનો લાભ ઉઠાવી બાળકીને ડેરીમિલ્કની ચોકલેટ આપી લલચાવી ફોસલાવી તેનું અપહરણ કરી આરોપીએ તેનાં મકાનમાં લઇ જઈ તેની સાથે દુસ્કર્મ કર્યું હતું. આરોપીએ બાળકી જયારે રડતી હતી ત્યારે તેના ગાલ ઉપર બે-ત્રણ તમાચા પણ માર્યા હતા.