ETV Bharat / state

Surat Crime News : સુરતના પોલીસકર્મી અને ફાયર વિભાગના જવાનને રોકાણની સામે વધુ વળતરની લાલચ ભારે પડી, આરોપીઓની ધરપકડ - પીએલસી અલ્ટિમા કંપની

નાણાંના રોકાણની સામે વધુ વળતરની લાલચમાં મોટાભાગના લોકો આવી જતાં હોય છે અને સમય આવ્યે છેતરપિંડીની જાણ થતી હોય છે. સુરત ફાયર વિભાગના કર્મચારી અને પોલીસકર્મી સહિત 12 લોકો આવી લોભામણી લાલચમાં આવી લાખો રુપિયા ગુમાવ્યાં છે. આરોપીઓમાં પણ એક ફાયરકર્મી છે.

Surat Crime News : સુરતના પોલીસકર્મી અને ફાયર વિભાગના જવાનને રોકાણની સામે વધુ વળતરની લાલચ ભારે પડી, આરોપીઓની ધરપકડ

author img

By

Published : Aug 17, 2023, 3:28 PM IST

આરોપીઓમાં પણ એક ફાયરકર્મી

સુરત : શહેરના પોલીસકર્મી અને ફાયર વિભાગના જવાન સાયબર ક્રાઇમના શિકાર બન્યા છે. PLC ULTIMA કોઈનમાં રોકાણ કરતા તેઓએ 59 લાખ રૂપિયા ગુમાવ્યા છે. માત્ર આ બે લોકો જ નહીં, પરંતુ સાયબર ફ્રોડ કરનાર ગેંગે આવી જ રીતે ઘણાં લોકોને શિકાર બનાવ્યા છે. આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમે એક મહિલા સહિત ત્રણ એજન્ટોની ધરપકડ કરી છે અને માસ્ટરમાઈન્ડની શોધખોળ કરી રહી છે. જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે એમાંથી એક ફાયર વિભાગમાં ડ્રાઇવર તરીકે નોકરી પણ કરે છે.

ફરિયાદના આધારે વિનોદ નિશાદ જે મૂળ યુપીનો રહેવાસી છે અન્ય મહેન્દ્રસિંહ સિસોદિયા જે મહીસાગરનો રહેવાસી છે અને પંપા જે પશ્ચિમ બંગાળના રહેવાસી છે તેઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ એજન્ટ તરીકે લોકોના સંપર્કમાં હતાં અને તેમને લોભામણી લાલચ આપતા હતા. આરોપી વિનોદ નિશાદ સુરત ફાયર વિભાગમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને ફરિયાદીમાં પણ સુરત ફાયર વિભાગમાં નોકરી કરતા એક કર્મચારી છે. આ લોકોએ ગુજરાતની બહાર પણ છેતરપિંડી કરી હોવાની પણ જાણકારી મળી છે. જે અંગે અમે તપાસ કરી રહ્યાં છીએ...યુવરાજસિંહ ગોહિલ(એસીપી, સાયબર ક્રાઇમ બ્રાન્ચ)

12 લોકો સાઇબર ક્રાઇમના શિકાર : PLC ULTIMA પીએલસી અલ્ટિમા કંપની દ્વારા આપવામાં આવેલી લાલચમાં નાણાં ગુમાવનારા બાર લોકોમાં સુરતના એક પોલીસ કર્મચારી ફાયર વિભાગના કર્મચારી સહિત 12 લોકો ફસાયા છે. એક વર્ષમાં રોકાણના ત્રણ ગણા રૂપિયા મેળવવાની લાલચ તેમને ભારે પડી છે. એટલું જ નહીં ઠગબાજોએ તેમને બીજા કોઈ વ્યક્તિને જો રોકાણ કરાવશે તો તેનું કમિશન સહિત બોનસ આપવાની લોભામણી લાલચ પણ આપી હતી.

ત્રણ ગણા રૂપિયા આપવાની લાલચ : આરોપીઓ દ્વારા રજૂ કરવામાં આવી સ્કીમને જે લોકો વધુ વળતર આપતી યોજના રોકાણકર્તા સમજી રહ્યા હતાં તે એમની સાથે થઇ રહેલો સાયબર ફ્રોડ હતો. વિનોદ નિષાદ ,અમર વાધવા, અમરજીત નિષાદ અને સુનીલ મોર્યા તથા પંપાદાસ નામના શખ્સોએ મળીને વર્ષ 2022 માં આરબીઆઈની કોઈપણ પ્રકારની મંજૂરી વગર પીએલસી અલ્ટિમા કંપનીની શરૂઆત કરી હતી. આ લોકો નાણાંનું રોકાણ કરનારાઓને એક જ વર્ષમાં ત્રણ ગણા રૂપિયા આપવાની લાલચ આપતા હતાં.

59.50 લાખ રોકાણ કરાવી છેતરપિંડી કરી : આરોપીઓએ કંપની ઊભી કરી તેની એપ્લિકેશન પણ બનાવી હતી અને PLCU કોઈન ઊભો કરી તેમાં રોકાણ કરવાથી જેટલા રૂપિયા રોકાણ કરવામાં આવે તેટલા રૂપિયા દર ત્રણ મહિનામાં પરત આપવાનું અને એટલું જ નહીં એક વર્ષમાં જે લોકો રોકાણ કરશે તેના ત્રણ ગણા રૂપિયા આપવાની તથા કોઈ અન્ય વ્યક્તિને જો રોકાણ કરાવશે તો તેનું કમિશન તેમજ બોનસ આપવાની લોભામણી લાલચ આપી હતી. એમાં સરકારી કર્મચારીઓ સહિત અન્ય 12 લોકોના 59.50 લાખ રોકાણ કરાવી તેઓએ છેતરપિંડી કરી છે. આરોપીઓએ ગુજરાત બહાર પણ કરી છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે.

  1. Online Fraud: પાર્ટ ટાઇમ જોબ કમાવવાની લાલચ આપી ખેડૂત પાસેથી 18 લાખ 30 હજાર રૂપિયા પડાવી લીધા
  2. Porbandar Crime : સિંગાપોરમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરનારા ત્રણ શખ્સની ધરપકડ, 27 પાસપોર્ટ રિકવર
  3. Surat Crime : શેર માર્કેટમાં રોકાણની લોભાવણી લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.