સુરત: સુરતના હજીરામાં એક અજીબ ઘટના બની હતી દીકરીને દફનાવા પિતાએ ખાડો કર્યો અને પોલીસે પહોંચી ગઈ હતી. સુરતના હજીરા ગામમાં છૂટક મજૂરી કરનાર પિતાએ 13 વર્ષની દીકરીનું મોત થયા બાદ તેને દફનાવાની વિધિ કરવા લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે પિતાએ જણાવ્યું હતું કે કિશોરીએ આપઘાત કર્યો છે અને નાની વયની હોવાના કારણે તેની દફનવિધિ કરવામાં આવી રહી હતી.
દીકરીને દફનાવા પિતાએ ખાડો કર્યો અને પોલીસે પહોંચી: મૂળ બિહારના અને હાલ સુરતના હજીરા વિસ્તારમાં છૂટક મજૂરી કરનાર ચંદન કેવટ ને 13 વર્ષીય દીકરી નું મોત થતાં દીકરીને દફનાવાની પ્રક્રિયા તેણે શરૂ કરી હતી આ અંગે સ્થાનિકોએ પોલીસને જણાવ્યું હતું. ત્યારબાદ ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તાત્કાલિક અસરથી લાશનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
આ પણ વાંચો Rajkot Jasani School: રાજકોટમાં ધોરણ 8માં ભણતી બાળકીના મોત મામલે પરિવારજનોના ગંભીર આક્ષેપ
ગળેફાંસો ખાઈને આપઘાત: મૃતક કિશોરીના પિતા હજીરામાં છૂટક મજૂરી કામ કરે છે. પિતા ચંદન કેવટે જણાવ્યું હતું કે ઘરમાં કોઈ નહોતું અને તેઓ મજૂરી માટે બહાર ગયા હતા. અચાનક જ ખબર પડી કે દીકરીએ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધું છે. જેથી સુપરવાઇઝરને જાણ કરી તેઓ તરત જ ઘરે આવી ગયા હતા. ઘરના માલિકને પણ આ અંગે જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, દીકરીની ઉંમર નાની હોવાના કારણે તે નિયમ મુજબ દીકરીને દફનાવામાં આવે છે. દીકરીએ શા માટે આપઘાત કર્યો છે તેની જાણ તેમને નથી. તેઓ માત્ર દફનવિધિ કરી રહ્યા હતા.
આ પણ વાંચો Surat Crime: દીકરી પર સગાબાપે જ નજર બગાડી, પુત્રીના પલંગની નીચે સુઈ ગયો
પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપવામાં આવ્યા: આ સમગ્ર મામલે હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એસ પટેલએ જણાવ્યું હતું કે સ્થાનિકો દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે કોઈ લોકો ટ્રેક્ટર માં મૃતદેહ લાવીને દફનાવા જઇ રહ્યા છે ઘટનાની ગંભીરતા જોઈ અમે તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા મને કિશોરી ના પિતા સાથે પણ વાતચીત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે, તેમની દીકરીએ આપઘાત કરી લીધો છે. પરંતુ તેમના રીતે રિવાજ પ્રમાણે નાની ઉંમર હોવાથી તેઓ મૃતદેહને અગ્નિદાહ આપવાની જગ્યાએ દફનવિધિ કરી રહ્યા હતા. કિશોરી એ આપઘાત કર્યો છે કે નહીં આ અંગે જાણકારી મેળવવા માટે તાત્કાલિક અસરથી મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપવામાં આવ્યા હતા. અમે રિપોર્ટ બાદ વધુ જાણકારી આપીશું.