સુરત : મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાની બે કિશોરી સુરત નાસીને આવી ગઈ હતી. પરિવાર દ્વારા સોશિયલ મીડિયા સહિત અન્ય પ્રતિબંધો મુકતા આ બંને કિશોરી ઘર છોડીને સુરત ભાગી આવી હતી. ને કિશોરી પોલીસને સુરત બસ સ્ટેશન પર મળી આવી હતી બંનેની પૂછપરછ હાથ ધરાતા બંને જણાવ્યું હતું કે પરિવાર દ્વારા અનેક પ્રતિબંધો મુકતા તેઓ સુરત ભાગી આવી હતી. જ્યારે અન્ય મહારાષ્ટ્રની સુરત આવેલી એક અન્ય કિશોરીને પણ પોલીસે શોધી કાઢી છે.
પોતાના ઘરેથી નાસીને સુરત આવેલી ત્રણ કિશોરીઓને સહી સલામત તેના પરિવારને પરત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશની બે દીકરીઓએ જણાવ્યું હતું કે, પરિવાર તરફથી તેમના પર અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. ખાસ કરીને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને પણ પરિવાર પ્રતિબંધ મૂકતું હતું. રૂઢિ ચુસ્ત પરિવાર હોવાના કારણે તેમને ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતાં. જેથી તેઓ ઘરેથી નાસી ગઈ હતી બીજી બાજુ મહારાષ્ટ્રની કિશોરીએ જણાવ્યું હતું કે પરિવારના લોકો તેને ઉપર શંકા કરતા હતા કે તેનું પ્રેમસંબંધ છે અને મારઝૂૂડ કરતા હતાં... જે. બી. ચૌધરી (પીઆઈ, મહીધરપુરા પોલીસ મથક )
એકલી કિશોરીઓને લઇ પોલીસની સતર્કતા : સુરત શહેરના મહીધરપુરા પોલીસ મથકમાં પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીના કારણે ત્રણ કિશોરીઓ પોતાના પરિવારને પરત મળી હતી. મહીધરપુરા પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને સુરત બસ સ્ટેશન નજીક બે કિશોરીઓ નજર આવી હતી અને આ કિશોરીઓ પોતાના વાલી વારસ સાથે ન હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસે બંને કિશોરીઓની પૂછપરછ હાથ ધરી હતી. બંને કિશોરીઓએ જણાવ્યું હતું કે તેઓ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લા ખાતે આવેલા ભોલારામ ઉસ્તાદ સર્વનંદન નગર ખાતે રહે છે. બંને બહેનપણી છે અને ઘરની નજીક જ બંને રહે છે.
બંને કિશોરીઓને તેમના પરિવારને પરત સોંપાઈ : તેઓએ પોલીસને જણાવ્યું હતું કે તારીખ 23 ઓક્ટોબર 2023 ના રોજ પોતાના ઘરેથી તેઓએ વાલીઓને કોઈપણ પ્રકારે જાણ કર્યા વગર ઘરેથી પૈસા લઈ બન્ને નીકળી હતી અને બસ મારફતે તેઓ સુરત આવી પહોંચી હતી. જ્યારે છોકરીઓ દ્વારા બતાવવામાં આવેલા સરનામાની તપાસ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે બંનેના પરિવાર તરફથી ત્યાંના પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગેની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
કિશોરી સ્ટેશન નજીક મળી આવી હતી : આ ઉપરાંત મહિધરપુરા વિસ્તારમાં મહારાષ્ટ્રથી ભાગીને આવેલી અન્ય એક કિશોરીને પણ પોલીસે તેમના પરિવારને પરત કરી છે. મહીધરપુરા પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે રેલવે સ્ટેશન નજીક એક કિશોરી એકલી બેસી નજર આવી હતી. પોલીસને શંકા જતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેણેે જણાવ્યું હતું કે તે મુંબઈ ખાતેથી તારીખ 23 ઓક્ટોબરના રોજ પોતાના વાલીને જાણ કર્યા વગર ટ્રેન મારફતે સુરત આવી પહોંચી હતી. જેથી પોલીસે તેમની તપાસ બાદ આપવામાં આવેલ સરનામા મુજબ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું હતું કે તે શાહુનગર વિસ્તારમાં રહે છે.