ETV Bharat / state

Patan Rape Case : પલસાણામાં નવ વર્ષીય બાળકી પર બળાત્કાર, આરોપીની ધરપકડ - સુરત ગ્રામ્ય પોલીસે

સુરત જિલ્લામાં 12 વર્ષીય બાળકના અપહરણ બાદ હત્યાની ઘટનાની ચર્ચામાં છે ત્યાં પલસાણા તાલુકામાં જ એક નવ વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. બાળકીને હોસ્પિટલમાં ખસેડાઇ છે જ્યારે સુરત ગ્રામ્ય પોલીસે દુષ્કર્મ આરોપીને ઝડપી લીધો છે.

Surat Crime : પલસાણામાં નવ વર્ષીય બાળકી પર બળાત્કાર, આરોપીની ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 8:57 PM IST

દુષ્કર્મ આરોપીને ઝડપી લીધો

સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની એક બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પડાવ નજીક જ રહેતા એક ઈસમે બાળકીને શેરડીના ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ કરી એકલી છોડી મૂકી હતી. બાળકીને તરત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સુરત ગ્રામ્ય પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શ્રમજીવી પરિવારની નવ વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ મળતા જ પોલીસે ઇ.પી.કોની કલમ 363, 376 અને પોકસો એક્ટની કલમોના આધારે ગુનો દાખલ કરેલો છે. આ બનાવની ગંભીરતાની ધ્યાને લઈ સુરત ગ્રામ્ય એલસીબી અને પલસાણા પોલીસની અલગ અલગ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધરી આ ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...બી. કે. વનાર (ડીવાયએસપી, સુરત ગ્રામ્ય )

9 વર્ષીય બાળકી બની ભોગ : સુરત ગ્રામ્યમાં દિવસેના દિવસે કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. ગતરોજ સુરત જિલ્લાના કડોદરા ખાતે એક બાર વર્ષીય બાળકનું અપહરણ બાદ હત્યાની ઘટના સમી નથી ત્યાં આજે પલસાણા તાલુકામાં વધુ એક ઘટના બનવા પામી હતી. પલસાણા તાલુકાના એક ગામે મજૂરોના પડાવમાં રહેતા એક શ્રમજીવી પરિવારની 9 વર્ષીય બાળકીને એક અજાણ્યો ઈસમ ઉપાડીને શેરડીના ખેતરમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. રડતા અવાજે બાળકી ઘરે આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેથી પલસાણા પોલીસને જાણ કરીને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

નજીકના પડાવમાંથી જ આરોપીને ઝડપાયો : નાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા પલસાણા પોલીસ તેમજ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ તપાસમાં જોતરાઈ હતી. અને તપાસ દરમિયાન બાતમી આધારે દુષ્કર્મ કરનાર ત્યાં નજીક જ પડાવમાં રહેતો હતો અને મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી કાંતિલાલ કનુભાઈ ડેડીયાર હોવાનું બહાર આવ્યું હતું. જેથી ગણતરીના કલાકોમાં જ પોલીસે ધરપકડ કરી લીધી હતી.

બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ : દુષ્કર્મનો ભોગ બનેલ બાળકીને હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તબીબોના જણાવ્યા અનુસાર બાળકી હાલ સ્વસ્થ છે. પરંતુ દુષ્કર્મ આચારનાર આરોપીને ગ્રામ્ય પોલીસે સાથે રાખી અને ઘટના સ્થળે લઈ ગઈ હતી. અને ત્યાંથી પણ જરૂરી પુરાવા ભેગા કરી વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવામાં આવે એવી પણ ગ્રામ્ય પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આરોપી મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી : પકડાયેલો આરોપી કાંતિલાલ કાલુ ડોડીયાર (ઉ.વર્ષ 26, મૂળ રહે સલયાબદલી, રતલામ, મધ્યપ્રદેશ)મજૂરી કામ અર્થે સાત આઠ દિવસ પહેલા જ આવ્યો હતો. તેણે આ બાળકીને આવતા જતાં જોઈ હતી. તેણે રાત્રિ દરમ્યાન બાળકીને ઉપાડી શેરડીના ખેતરમાં લઈ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

સાઇકલસવારે બાળકીને ઘર સુધી પહોંચાડી : દુષ્કર્મ બાદ નરાધમ બાળકીને શેરડીના ખેતરમાં એકલી છોડીને નાસી છૂટ્યો હતો. ગભરાયેલી બાળકી રડતાં રડતાં ખેતરોમાંથી પસાર થઈ મુખ્ય રસ્તા પર આવી હતી. જ્યાંથી એક સાઇકલ સવાર પસાર થઈ રહ્યો હતો. તેની નજર બાળકી પર પડતાં તેણે બાળકીને તેના ઘર સુધી પહોંચાડી હતી.

  1. Surat Crime : મિત્રતા કેળવી સગીરાને ફસાવી, બીભત્સ ફોટોના આધારે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું
  2. Ahmedabad Crime : બોડકદેવમાં 11વર્ષની સગીરાને પીંખનાર હોટલ વેઈટર ઝડપાયો, પરિવાર ડરતો હતો ફરીયાદ કરવા માટે
  3. Surat Crime : સુરતમાં વિધર્મી યુવકે 13 વર્ષીય કિશોરીને લાલચ આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.