ETV Bharat / state

Surat Crime : માંગરોળના મોટા બોરસરામાં ટ્રકચાલકે બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની કડી મળી - CCTV Found

બાળકીને ઉઠાવી જઇ દુષ્કર્મ આચરવાનો આ કેસ સુરતના માંગરોળ ચાલુકાના મોટા બોરસરા ગામનો છે. શ્રમજીવી પરિવારની 10 વર્ષીય દીકરીને નરાધમ ટ્રક ડ્રાયવર ઉઠાવી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઇ છે. આરોપીની ચહલપહલ સીસીટીવીમાં મળી છે.

Surat Crime : માંગરોળના મોટા બોરસરામાં ટ્રકચાલકે બાળકી પર દુષ્કર્મ આચર્યું, સીસીટીવીમાં આરોપીની કડી મળી

author img

By

Published : Apr 10, 2023, 3:03 PM IST

Updated : Apr 10, 2023, 3:35 PM IST

નરાધમને ઝડપી લેવા ચક્રો ગતિમાન

સુરત : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે એક હવસખોર ટ્રક ચાલકે પડાવમાંથી બાળકીને ઊંચકી બાળકીને ખેતરમાં લઈ જઈ પીંખી નાખી હતી અને બાળકીને મૂકી ભાગી ગયો હતો. સમગ્ર મામલે હવસખોર નરાધમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમ જ ભોગ બનેલી બાળકીને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.ઘટનાને લઇ તપાસમાં લાગેલી બારડોલી પોલીસને સીસીટીવીમાં કેટલીક કડીઓ મળી છે જેનાથી આરોપીની ઓળખ થઇ શકે છે.

મોં દબાવી ઉઠાવી ગયો : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે મધ્યપ્રદેશમાંથી કડિયા કામ માટે મજૂરી કરવા આવેલા શ્રમજીવી પરિવારની 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ગત શનિવારના રોજ 10 વર્ષની બાળકી પડાવમાં હતી તે દરમિયાન એક અજાણ્યો ઇસમ શ્રમજીવી પરિવારના પડાવમાં આવ્યો હતો અને બાળકીનું મોઢું દબાવીને બાળકીને ઉઠાવી ગયો હતો.જે બાદ બાળકીને નજીકના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ ભાગી ગયો હતો. બાળકી રડતી રડતી પડાવમાં આવી હતી અને પોતાના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. બાળકીની વાત સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

આ પણ વાંચો Rajkot Crime News: દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં હોટેલ કર્મચારીની ધરપકડ

સીસીટીવી મળ્યાં : માંગરોળના મોટા બોરસરા ગામે ઔદ્યોગિક વિસ્તારમાં કડિયા કામની મજૂરી કરતા શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી હજુ પાંચ દિવસ પહેલા જ પરિવારના નવજાત શિશુને સાચવવા મોટા બોરસરા ખાતે આવી હતી. તે પરિવારની છોકરીઓ અને છોકરાઓ પડાવમાં સૂતા હતાં તે દરમિયાન અજાણ્યો ઈસમ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તાત્કાલિક કોસંબા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આજુબાજુના વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. જેમાં નરાધમની ચહલપહલ નજરે ચડી હતી અને તે બાળકીને ઉઠાવી લઇ જતો નજરે ચડ્યો હતો. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Surat Crime News : સુરતના પાંડેસરામાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ, આરોપી સામે પોકસો એક્ટનો ગુનો નોંધાયો

આરોપી સુધી પહોંચવા કડીઓ મળી : સમગ્ર મામલે સુરત ગ્રામ્ય DYSP બી.કે. વનારે જણાવ્યું હતું કે કોસંબા પોલીસની હદમાં આ દુષ્કર્મની ઘટના બની છે. ગત ત્રણ તારીખના રોજ સગીરા પોતાના વતનથી માસાને ત્યાં રહેવા આવી હતી. તે દરમિયાન સગીરા રાત્રે સૂતી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા ઇસમે અવાવરૂ જગ્યાએ લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ કર્યું છે. હાલ સગીરાની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. પોલીસે અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો દાખલ કરી દીધો છે. આ કેસમાં પોલીસને ઘણી કડીઓ મળી ગઈ છે અને આરોપીની થોડી ઓળખ પણ થઈ ગઈ છે.

Last Updated : Apr 10, 2023, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.