ETV Bharat / state

Surat Crime: પુત્રી છે કે પનોતી? પોતાના જ ઘરમાં ચોરી કરાવવા ચોરને પૈસા આપ્યા - Surat Crime Mangrol police

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દીણોદ ગામે એક મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ચોરીની તસ્કરોને ટીપ આપનાર પરિવારની પૌત્રી જ નીકળી હતી. પોલીસે હાલ ગુનામાં સંડોવાયેલા પાંચની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Surat Crime:  ઘર ફૂટે ઘર જાય, પૌત્રીએ જ ઘરમાં તસ્કરોને બોલાવ્યા અને ચોરીની ઘટનાને અંજામ અપાવ્યો

author img

By

Published : Apr 17, 2023, 10:16 AM IST

પૌત્રીએ જ ઘરમાં તસ્કરોને બોલાવ્યા અને ચોરીની ઘટનાને અંજામ અપાવ્યો

સુરત: વાઘ બકરીની રમત તો જાણતા જ હશો. પરંતુ સુરતમાં જે બનાવ બન્યો છે. તે જોઇને આ રમત યાદ આવી જાય છે. ઘરમાં જ બોલો વાઘ બકરીના ખેલ રમાઇ રહ્યા છે. એટલે કે સુરતમાં આવેલા માંગરોળ તાલુકાના દીણોદ ગાંધી ફળિયામાં ચોરી તો થઇ. પરંતુ નવી વાત એમાં એ છે કે, પરિવારની પૌત્રીએ જ તસ્કરોને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ માટે ઘરમાં ચોરી કરવા માટે આવનારાને ટીપ આપવામાં આવી હતી.

બીમારીના કારણે મોત: જિલ્લાના માંગરોળ તાલુકાના દીણોદ ગાંધી ફળિયામાં રહેતા એક પરિવારને એક મહિના અગાઉ ચોરીની ઘટના બની હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોને ઝડપી લીધા હતા. ત્યારે આ ચોરીની ઘટનામાં ઘરના જ સભ્યની સંડોવણી બહાર આવી હતી. ભોગ બનનાર પરિવારના પરણિત પુત્રનું વર્ષ 2020 માં કોઈ બીમારીના કારણે મોત થયું હતું. જેથી મૃતકની પત્ની અને તેઓની દીકરી કીમ ખાતે સબધીને ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા.

વિચારી પ્લાન ઘડ્યો: ક્યારેક ક્યારે મૃતક દીકરાની દીકરી સોનાલી જે દીણોદ ગામે દાદા દાદી સાથે રહેવા આવતી હતી,ભોગ બનનાર પરિવારના ઘરે ટૂંક સમયમાં પ્રસંગ હોવાથી તેઓએ જમીન વેચી હતી. તેઓએ પૈસા ઘરના કબાટમાં મૂક્યા હતા. ઘરના કબાટમાં રહેલા પાંચ લાખ પર પૌત્રીની નજર બગડી હતી. આ પૈસા ચોરી કરવાનું વિચારી પ્લાન ઘડ્યો હતો. પૌત્રીએ તસ્કરોને ઘરમાં ચોરી કરવા દરવાજો ખોલી દીધોપૌત્રીએ ચોરીની ઘટનાને અંજામ આપવા તેઓએ તેમના મિત્ર હસન મુસાનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો Surat Suicide Case: સિક્યુરિટી ગાર્ડને બેગ આપી યુવાને લગાવી મોતની છલાંગ

તપાસનો ધમધમાટ શરૂ: પ્લાન મુજબ આરોપી હસન મૂલાએ અને સાગરીતો સંપર્ક કર્યો હતો,પ્લાન મુજબ તસ્કરો ભોગ બનનાર પરિવારના ઘરે આવતા ઘરમાં સૂતેલ પૌત્રી એ ઘરનો દરવાજો ખોલી દીધો અને તસ્કરો ઘટના કબાટમાં રહેલ રૂપિયા લઈ ભાગી ગયા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આટલી આસાનીથી તસ્કરો કંઈ રીતે ચોરી કરી શકે તે વાતને લઈને પોલીસ પણ મુઝવણમાં હતી.

પોલીસ ઘરની સ્થિતિ જોઈને ચોંકી: તપાસ માટે આવેલી પોલીસ ઘરની સ્થિતિ જોઈને ચોંકી ગઈ હતી. કોઈપણ બળ પ્રયોગ વગર તસ્કરોએ આટલી આસાનીથી કંઈ રીતે ચોરીની ઘટનાને અંજામ આપી શકે જેને લઇને પોલીસ પણ મુઝવણમાં હતી. જેથી પોલીસે ઘરના સભ્યો પર શંકા કરી નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ઘટનાના બીજા દિવસે પૌત્રી ફરી કીમ ગામે સબંધને ત્યાં રહેવા ચાલી જતાં પોલીસને પૌત્રી પર શંકા ગઈ હતી. તેઓની કડક પૂછપરછ કરતાં તેઓ ભાંગી ગઈ હતી અને સમગ્ર પ્લાન પોલીસને કહ્યો હતો.

આ પણ વાંચો Surat AAP: ભાજપ સામ-દામ દંડ કરીને આમ આદમી પાર્ટીને પક્ષ તરીકે હટાવવા માગે છે

આરોપીઓને ઝડપી લીધા:પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગુનામાં સંડોવાયેલા તમામને 3.50 લાખ રોકડા,મોબાઈલ,ઇકો કાર મળી ટોટલ 7.60 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ મામલે સુરત ગ્રામ્ય એલસીસીબી ના પીઆઈ બી. ડી શાહ એ જણાવ્યું હતું કે બનેલી ચોરીની ઘટનાને લઈને જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે તસ્કરોને દબોચી લીધા હતા. આ કેસમાં ભોગ બનનાર પરિવારના સભ્યની સંડોવણી બહાર આવી છે. હાલ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.