સુરત : આ શરમજનક કિસ્સો સુરતના કતારગામમાં બન્યો છે. જેમાં ઉછીના લીધેલા પૈસાના બદલામાં પતિએ પત્નીને મિત્રને સોંપી દીધી હતી. પીડિત પત્નીએ આખરે પતિ અને તેના મિત્ર વિરુદ્ધ સુરતના કતારગામ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. જેના આધારે પોલીસે સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે.
પતિની કરતૂતો : સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી એક પત્નીએ તેના પતિ તેમજ પતિના મિત્ર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે પતિએ પત્નીને ઉછીના લીધેલા રૂપિયા 40,000 નહીં ચૂકવી શકતા મિત્રને સોંપી દીધી હતી. બનનાર પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી મિત્ર અવારનવાર છેલ્લા ત્રણ વર્ષથી તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પણ પત્ની મિત્ર પાસે જવાની ના પાડતી ત્યારે પતિ દ્વારા તેણીને માર મારી ત્રાસ ગુજારવામાં પણ આવતો હતો. આખરે પત્નીએ અને તેના મિત્ર રમેશ સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે પતિ અને તેના મિત્ર સામે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Ahmedabad crime : પત્નીનો હત્યારો પતિ ઝડપાયો, આડા સંબંધની આશંકાએ ઘર ઉજાડ્યું
આરોપી પતિની હાજરીમાં ઘેર આવતો : કતારગામ પોલીસ મથકમાં પત્નીએ ફરિયાદ નોંધાવી હતી કે વર્ગ 2017માં તેના પતિએ પોતાના મિત્ર પાસેથી 40,000 હજાર ઉછીના લીધા હતાં. મિત્ર અવારનવાર તેને ફોન કરી રૂપિયા પરત માંગતો હતો. રૂપિયા આપવા ન પડે તે માટે તેણે મિત્ર પાસે પત્નીને મોકલવાનું શરૂ કર્યું. એટલું જ નહીં પત્નીના ફોન પર સંપર્ક કરાવ્યો હતો અને ત્યારબાદ રમેશે તેના પતિની હાજરીમાં ઘરે પણ આવતો હતો.
આ પણ વાંચો ઘોર કળયુગઃ જનેતાએ જ પોતાની પુત્રી પ્રેમીને સોંપી, પ્રેમીએ 5 વર્ષ આચર્યું દુષ્કર્મ
દુષ્કર્મના ગુના હેઠળ ફરિયાદ : કતારગામ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વી. બી. ગોહિલે જણાવ્યું હતું કે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ. પીડિતાએ અમને જણાવ્યું હતું કે તેની મરજી વિરુદ્ધ મિત્રના પતિએ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી રમેશ છેલ્લા ત્રણથી ચાર વર્ષના સમયગાળા દરમિયાન તેના પર દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. વર્ષ 2022માં પતિ અને પત્ની વચ્ચે છૂટાછેડા પણ થઈ ગયા હતા. મહિલાએ જણાવ્યું હતું કે અનેકવાર આ મુદ્દે પતિ તેને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપતો હતો. મહિલાની ફરિયાદ મુજબ અમે પતિ અને તેના મિત્ર સામે દુષ્કર્મ સહિતના અન્ય ગુના હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.