ETV Bharat / state

Surat Crime : સુરતમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી, સિટી બસની અડફેટે યુવકનું મોત - યુવકનું મોત

સુરતમાં આશાસ્પદ યુવાનને સુરત સિટી બસે કચડી માર્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઉધના વિસ્તારમાં યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કાળમુખી સિટી બસે યુવકને અડફેટે લીધો હતો જેમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.

Surat Crime : સુરતમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી, સિટી બસની અડફેટે યુવકનું મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 3:18 PM IST

પોલીસે તપાસ શરુ કરી

સુરત : સુરત શહેરના ઉધના વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાળમુખી સિટીબસે રોડ ક્રોસ કરવા જતાં યુવકને અડફેટે લેતા કરુણ મોત થયું છે. જોકે હાલ આ સમગ્ર મામલે ઉધના પોલીસે સીટીબસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે. સિટીબસ ચાલકે રોડ ક્રોસ કરવા જતાં યુવકને અડફેટે લીધો હતો.

બસ ચાલક ફરાર : સુરત શહેરના ઉધના વિસ્તારમાં બનેલી આ હિટ એન્ડ રનની ઘટનામાં બેફામ દોડતી સિટીબસે રોડ ક્રોસ કરવા જતાં યુવકને અડફેટે લઇ લીધો હતો. સરુત શહેરમાં સિટી બસચાલકો બેફામ બની રહ્યા હોત તેમ નિર્દોષ લોકોને અડફેટે રહ્યા છે તેવી ફરિયાદો વચ્ચે આ વધુ એક ઘટના બની હતી. અડફેટે લીધા બાદ સિટી બસ ચાલક બસ લઈને ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બસચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો : ઉધના વિસ્તારમાં યુવકને સિટી બસે અડફેટે લેતાં તેનું મોત થયાંની ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે યુવકના મૃતદેહનો કબજો લઈ નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજીતરફ સિટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સીસીટીવીમાં કેદ ઘટના : ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પણ બસ ચાલક સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. સિટી બસે યુવકને અડફેટે લીધો હતો ત્યારના દ્રશ્ય એક સીસીટીવીમાં કેદ થયાં હતાં. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બીઆરટીએસ રેલિંગમાં યુવક જઈ રહ્યો છે ત્યારે પાછળથી આવતી ગ્રીન કલરની સિટી બસના ચાલક યુવકને અડફેટે લઈ ફરાર થઇ જાય છે. જોકે હાલ પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે બસ ચાલક સુધી પહોંચવા માટે તજવીજ શરૂ કરી છે.

સુરત મનપાની ઉદાસીનતા : ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત બીઆરટીએસ બસના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે તેના કારણે નિર્દોષ લોકોના ભોગ પણ પર લેવાઈ રહ્યા છે. તેમ છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની આવા બસ ચાલકો વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે પણ સત્તા અધિકારીઓને પૂછવામાં આવે છે ત્યારે તેમના દ્વારા ફક્ત એક જ જવાબ આપવામાં આવે છે કે આ મામલે અમે તપાસ કરીશું અને આ તપાસનો અંત જ આવતો નથી.

  1. Surat Crime: પાલોદ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના, જામનગરના યુવકનું મોત
  2. Surat Accident : કાર ચાલકે ટક્કર મારતા ફિલ્મી સ્ટાઈલમાં લારી અને યુવક ફંગોળાયા, જૂઓ CCTV
  3. Ahmedabad News : 167ની સ્પીડે BMW ચલાવી નબીરાએ દંપતીને લીધા અડફેટે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.