ETV Bharat / state

Surat Crime: જ્યાં સિક્યુરિટી ગાર્ડ ન હોય એવા ATM હતા નિશાના પર, આ રીતે ઉકેલાયો ફ્રોડનો ભેદ - ચોર ટોળકી સુરત

સુરતમાં એટીએમ મશીનમાં કાર્ડ ફસાવી રૂપિયા ઉપાડી લેતી ટોળકી ઝડપાઇ છે. પોલીસે પકડાયેલા આરોપીઓ અપસેથી રોકડા રૂ. 2 લાખ 60 હજાર 600, અલગ અલગ કંપનીના કુલ 7 મોબાઇલ ફોન કિંમત રૂ. 21 હજાર, અલગ અલગ કંપનીના એટીએમ કાર્ડ, તેમજ સીમકાર્ડ મળી કુલ 2 લાખ 81 હજાર 600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Etv BharatSurat Crime: જ્યાં સિક્યુરિટી ગાર્ડ ન હોય એવા ATM હતા નિશાના પર, આ રીતે ઉકેલાયો ફ્રોડનો ભેદ

author img

By

Published : Mar 5, 2023, 11:11 AM IST

Updated : Mar 5, 2023, 11:25 AM IST

Surat Crime: એટીએમ મશીનમાં કાર્ડ ફસાવી રૂપિયા ઉપાડી લેતી ટોળકી ઝડપાઇ

સુરત: ગ્રામ્યની પલસાણા પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી. શનિવારના રોજ પોલીસને એ.ટી.એમ.માં છેતરપિંડી કરી રૂપિયા ઉપાડી લેતી ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસે તેમની પાસેથી 2.81 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

એટીએમ કાર્ડ ફસાવી: એટીએમ મશીનમાં એટીએમ કાર્ડ ફસાવી દઈ છેતરપિંડી કરી રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય ટોળકીને પલસાણા પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં નોંધાયેલા 6 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પલસાણા પોલીસની ટીમને આધારભૂત સૂત્રો પાસેથી બાતમી મળી હતી. ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં એટીએમ કાર્ડ થકી છેતરપિંડી કરતી ટોળકીના માણસો હાલમાં પલસાણા પોલીસ મથક વિસ્તારના સાંકી આમ ખાતે આવેલ સુદર્શન સોસાયટીના મકાન નંબર 231માં રોકાયેલા છે.

આ પણ વાંચો Surat Police: પોલીસે બાળકો પર વરસાવ્યો પ્રેમ, ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર લખેલા લંચબોક્સનું કર્યું વિતરણ

6 ગુનાઓ ઉકેલાયા: પલસાણા પોલીસે પકડેલા આરોપીઓ સામે દક્ષિણ ગુજરાતના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા 6 ગુનાઓ ઉકેલાય ગયા છે. જે પૈકી નવસારી ટાઉન પોલીસ, ભરુચ સિટી સી ડિવિઝન, અંકલેશ્વર સિટી બી ડિવિઝન, વલસાડ સિટી, સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથક અને વલસાડના ડુંગરા પોલીસ મથકના ગુના ઉકેલાયા છે. આ ઉપરાંત આરોપીઓએ સુરત શહેરમાં કાપોદ્રા, ઉધના, અમરોલી, સિંગણપુર અને પૂણા ગામ વિસ્તારમાં આ રીતે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હોવાનું જણાવ્યું હતું--પલસાણા પી.આઈ. એ.ડી. ચાવડા

આ પણ વાંચો Surat Crime: ગ્રામ્ય પોલીસે ઓલપાડ તાલુકામાં દેશીદારૂનો નાશ કર્યો, 70 આરોપીઓની અટકાયત

આરોપીઓને સોંપવાની તજવીજ: જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી ચાર પુરુષ અને એક મહિલા સહિત કુલ પાંચ જણાની અટક કરી તેમની તપાસ કરતાં તેમની પાસેથી શંકાસ્પદ એટીએમ કાર્ડ, મોબાઇલ, અલગ અલગ સીમકાર્ડ, રોકડા રૂપિયા મળી આવ્યા હતા. જે બાબતે પૂછપરછ કરતાં તેમણે ચોંકાવનારી હકીકત જણાવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, જે એટીએમ મશીન પર સિક્યુરિટી ગાર્ડ ન હોય તેવા એટીએમ પર રૂપિયા ઉપાડવા આવતા ઇસમોને વિશ્વાસમાં લઈ એટીએમનો પીન મેળવી રૂપિયા ઉપાડી લેતા હતા. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આ આરોપીઑ સામે અલગ અલગ જિલ્લામાં કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે. પલસાણા પોલીસે વધુ તપાસ માટે જે તે પોલીસ મથકને આરોપીઓને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

કબ્જે કરેલ મુદ્દામાલ: પોલીસે પકડાયેલા આરોપીઓ અપસેથી રોકડા રૂ. 2 લાખ 60 હજાર 600, અલગ અલગ કંપનીના કુલ 7 મોબાઇલ ફોન કિંમત રૂ. 21 હજાર, અલગ અલગ કંપનીના એટીએમ કાર્ડ, તેમજ સીમકાર્ડ મળી કુલ 2 લાખ 81 હજાર 600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલા આરોપીઓ સિક્યુરિટી ગાર્ડ હાજર ન હોય તેવા એટીએમ મશીનને નિશાન બનાવતા હતા.

એટીએમ મશીનના કાર્ડ સ્ક્રેચ: એટીએમ રૂમમાં પ્રવેશ એટીએમ મશીનના કાર્ડ સ્ક્રેચ કરવાની જગ્યાએ ફેવિસ્ટીક લગાવી દેતાં હતા. ત્યારબાદ મશીન પર સિક્યુરિટી ગાર્ડ મોબાઇલ નંબર લખેલું પાટિયું મૂકી બહાર નીકળી જતાં હતા. આ દરમ્યાન કોઈ મશીનમાં રૂપિયા ઉપાડવા માટે આવે ત્યારે તેઓનું એટીએમ કાર્ડ મશીનમાં ચોંટી જતાં ફસાઈ જતું હતું. ઉપરોક્ત આરોપીઓ પૈકી મહિલા તેઓને મદદ કરવાના બહાને સિક્યુરિટી ગાર્ડના નંબર પર ફોન કરવાનું જણાવતી હતી.

ઉપાડી લઈ વિશ્વાસઘાત: આ ફોન સહ આરોપીઓને જ લાગતો હતો. આ રીતે ભોગ બનનારને વિશ્વાસમાં લઈ તેઓનો એટીએમ પીન દાખલ કરવા જણાવતા અને મહિલા એ પિન જોઈ લેતી હતી. આ દરમ્યાન ફોનમાં વાત કરતો વ્યક્તિ ભોગ બનનારને નજીકની બેન્કની શાખા પર જવા જણાવતો અને તે દરમ્યાન ફસાયેલા એટીએમ કાર્ડ બહાર કાઢી લઈ તે કાર્ડનો ફરીથી ઉપયોગ કરી તેઓના એકાઉન્ટમાં રહેલ રૂપિયા ઉપાડી લઈ વિશ્વાસઘાત કરતાં હતા.

Last Updated : Mar 5, 2023, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.