ETV Bharat / state

Surat Crime : કામરેજમાં લિમીટ વધારવા ક્રેડિટ કાર્ડનો ફોટો મંગાવ્યો અને 81,600નો યુવકને ચૂનો લાગી ગયો

કામરેજના વેલંજામાં સાયબર ઠગની કરામતનો કિસ્સો બહાર આવ્યો છે. હીરામજૂરી કરનારે ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવા અરજી કરી હતી તેને લઇ છેતરપિંડી આચરવામાં આવી હતી.

Surat Crime : કામરેજમાં લિમીટ વધારવા ક્રેડિટ કાર્ડનો ફોટો મંગાવ્યો અને 81,600નો યુવકને ચૂનો લાગી ગયો
Surat Crime : કામરેજમાં લિમીટ વધારવા ક્રેડિટ કાર્ડનો ફોટો મંગાવ્યો અને 81,600નો યુવકને ચૂનો લાગી ગયો
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2023, 2:27 PM IST

સાયબર ઠગની કરામત

સુરત : સુરત જિલ્લા પોલીસે ઓનલાઇન છેતરપિંડીની વધતી જતી ઘટના સામે યોજેલા સતર્કતા અને જાગૃતિ અભિયાન બાદ પણ લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા જાય છે. ઓનલાઇન ખરીદી, જોબ, લોન તેમજ ક્રેડિટ કાર્ડની લિમીટ વધારા સહિતની લોભ લાલચ આપી ઓનલાઇન છેતરપીંડીમાં માહિર ગઠિયાઓ તેનો કસબ અજમાવતા રહ્યા છે. એવો આ કિસ્સો કામરેજના વેલંજામાં બન્યો છે. પરપ્રાંતીય હીરામજૂરી કરનારે યસ બેંકના ક્રેડિટ કાર્ડની લિમીટ વધારા માટે અરજી કરી હતી તેમાં કોઇ સાયબર ઠગે ક્રેડિટ કાર્ડના ફોટા મંગાવી લઈ ગઠિયાએ 81,600ની રકમ ઉપાડી લીધી હતી.

ક્રેડિટ કાર્ડ અરજીને લઇ છેતરપિંડી : વેલંજા ખાતેની પટેલ ટાઉનશીપ ખાતે રહેતા અને મૂળ યુપીના વતની રામપાલ મેયદિન યાદવ સુરત ખાતે હીરામજૂરી કરે છે. ગત 6 ઓગસ્ટે તેમના મોબાઇલ પર તેમણે કરેલી યસ બેંકના ક્રેડિટ કાર્ડ માટે કરેલી અરજી સંદર્ભમાં તેની ક્રેડિટ લિમીટ ઓછી હોવાનું કહી તેમની પાસે રહેલા કોટક મહિન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડના બંને સાઈડના ફોટા મોકલવાની વાત કરી હતી. આથી રામપાલ યાદવે કોટક ક્રેડિટ કાર્ડની બંને સાઈડના ફોટા ગઠિયાને મોકલી આપ્યા હતા. ફોટા મોકલ્યા બાદ રામપાલ યાદવના મોબાઇલ પર 81,600 રુપિયા ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો.

છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો : ક્રેડિટ કાર્ડની મહિન્દ્રા કેરમાંથી 81,600 ના ટ્રાન્જેકેશન વિશે પૂછતાં રામપાલ યાદવે ના પાડી હતી. આથી તેમને ઓનલાઈન ફ્રોડ અંગેની જાણ કરતા રામપાલ યાદવે ક્રેડિટ કાર્ડ બંધ કરાવી કામરેજ પોલીસ મથકે અજાણ્યા વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. આ મામલામાં વેલંજા વિસ્તારના બીટ જમાદાર નરેશભાઈએ જણાવ્યું હતું કે વેલેંજા વિસ્તારમાં એક યુવક સાથે ઓનલાઇન છેતરપિંડી થવાની ફરિયાદ મળી છે. જે ફરિયાદના આધારે તપાસ શરૂ છે.

અન્ય બનાવની વાત : સાયબર ઠગાઇનો આવો અન્ય બનાવ પણ તાજેતરમાં બનેલો હતો. થોડા દિવસ અગાઉ પોલીસે તરીકેની ખોટી ઓળખ આપી ફ્રોડ કરતી ગેંગની ધરપકડ કરી હતી. થોડા દિવસ અગાઉ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફ્રોડ કરતી ગેંગ ઝડપાઇ છે. સુરત પોલીસે ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી. આ ગેંગના સભ્યો સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ અને ઇન્કમટેક્સની કલમના અલગ અલગ પ્રકારના ખોટા કેસોમાં ફસાવી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. કુલ 14 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. સાયબર પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી 8 લાખ ફ્રીઝ પણ કરાવ્યા હતો. છેતરપિંડી મામલે સુરત સાયબર ક્રાઇમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

  1. Cyber Crime : સાયબર ક્રાઇમ ક્યાંથી થઈ રહ્યા છે, તેનાથી બચવા શું કરવું જોઈએ, જુઓ વિગતવાર
  2. Ahmedabad Cyber Crime : અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સાયબર ફ્રોડનું મુખ્ય સર્વર ક્રેશ કર્યું, બે આરોપી ઝડપાયા
  3. Cyber Fraud : રાજ્યમાં સાયબર ફ્રોડના દૈનિક 300થી વધુ કિસ્સા, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હાલમાં ટોપ મોડસ ઓપરેન્ડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.