સુરત : સુરત શહેરમાં 29 બોમ્બ પ્લાન્ટ કરવાના કેસમાં નિર્દોષ છૂટેલાનો ભાઈ ડ્રગ્સ કેસમાં ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ભેસ્તાન આવાસના ડીંડોલી વિસ્તારમાંથી 32 લાખ રૂપિયાનું 341.650 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. ડ્રગ્ઝ ઉપરાંત દેશી હાથના બનાવટની પિસ્તોલ પણ બે આરોપીઓ પાસેથી જપ્ત કરી છે. જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે બેમાંથી એક આરોપી જાકીર અયુબ પટેલનો ભાઈ 29 બોમ્બ પ્લાન્ટ કેસમાં આરોપી રહી ચૂક્યો છે જોકે કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. ઝાકીર જમીન દલાલી પણ કરે છે
વેચાણ માટે ડ્રગ્સનો જથ્થો આપ્યો : સુરત શહેરમાં ગેરકાયદેસર મેફડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો વેપાર કરનાર બે લોકોની સુરત ક્રાઈમ બ્રાન્ચે વિસ્તારમાંથી ધરપકડ કરી છે. પોલીસને બાથમી મળી હતી કે અંજુમબાઈ રિઝવાન મહેમાન નામની એક મહિલા બહારથી એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવી તેને ભેસ્તાન એસએમસી આવાસ બિલ્ડીંગના બી/ 67 રૂમ નંબર 2 માં રહેતા મોહમ્મદ સહિત અબ્દુલ રસીદ અંસારી તેમજ ઝાકીર અયુબ પટેલ નામના બે લોકોને વેચાણ માટે ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. બંને આરોપી છૂટક ડ્રગ્સનું વેચાણ કરતા હતાં. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચં ભેસ્તાન આવાસમાં રેઇડ કરી બંને આરોપીઓને 341.650 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. આ ડ્રગ્સની કિંમત 34 લાખથી પણ વધુ છે.
સુરત ક્રાઈમ દ્વારા શહેરના બે સ્થાન વિસ્તારમાં આવેલા આવાસમાં રેઇડ કરી 55 વર્ષીય મોહમ્મદ સૈયદ રસીદ અંસારી અને 41 વર્ષીય ઝાકીર અયુબ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ડ્રગ્સ આપનાર મહિલા અંજુમબાઈ વોન્ટેડ છે. આરોપી ઝાકીરનો ભાઈ સુરતમાં 29 બોમ્બ પ્લાન્ટમાં આરોપી રહી ચૂક્યો છે. જોકે તે નિર્દોષ છૂટી હાલ બહાર છે. કેસમાં જે પણ પાસાંઓ છે તેની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી થશે. બંને આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ સહિત પિસ્તોલ પણ મળી આવી છે. આરોપી ઝાકીર જમીન દલાલી પણ કરે છે...અજય તોમર (સુરત પોલીસ કમિશનર)
રાંદેરમાંથી પણ છ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત : માત્ર ભેસ્તાન જ નહીં સુરત ક્રાઈમ બ્રાન્ચે રાંદેર વિસ્તારમાં પણ રેઇડ કરી 50.460 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પ્લાસ્ટિકની પારદર્શક લોકવાળી ખાલી થેલી 168 મળી આવી છે. જ્યારે ઇલેક્ટ્રીક વજન કાંટો પણ મળી આવ્યો છે. આ ડ્રગ્ઝની કિંમત 6 લાખથી પણ વધુ છે. આરોપી સૈયદ તોસીફ અને મોહમ્મદ શાહિદની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.