ETV Bharat / state

Surat Crime : સુરત ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષથી ફરાર ઠગ પકડ્યો, 1 કરોડની છેતરપિંડીનો આરોપી ભુજના ભોજનાલયમાં કરતો હતો આ કામ - છેતરપિંડી

2013માં એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી મહેશ મંગેને પકડી લેવાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ભુજના ભોજનાલયમાં મજૂરીકામ કરતા ઠગની નિરાણા ગામથી ધરપકડ કરી છે આશાપુરા એન્ટરપ્રાઇઝીસ પોન્ઝી સ્કીમ ચલાવી આરોપી મહેશ મંગે અને તેની પત્ની દક્ષા 2013માં 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી નાસી ગયા હતાં.

Surat Crime : સુરત ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષથી ફરાર ઠગ પકડ્યો, 1 કરોડની છેતરપિંડીનો આરોપી ભુજના ભોજનાલયમાં કરતો હતો આ કામ

author img

By

Published : Jun 3, 2023, 6:30 PM IST

આરોપીની ભુજના નિરાણા ગામથી ધરપકડ

સુરત : વર્ષ 2013માં એક કરોડ રૂપિયાનું ઉઠમણું કરનાર આરોપી ભુજના ભોજનાલયમાં મજૂરી કામ કરી રહ્યો હતો. આ બાબતની જાણકારી મળતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ભુજના નિરાણા ગામથી ધરપકડ કરી છે. જ્યાં તે ભોજનાલયમાં મજૂરીકામ કરી રહ્યો હતો. તેણે આશાપુરા એન્ટરપ્રાઇઝીસ નામથી પોન્ઝી સ્કીમ ચલાવી છેતરપિંડી કરી હતી. 10 વર્ષથી ફરાર આરોપી મહેશ અને તેની પત્ની દક્ષા લોકોને લાલચ આપી એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને ત્યારથી નાસી ગયા હતા.

10 વર્ષ પહેલાં કરી એક કરોડની છેતરપિંડી :આશાપુરા એન્ટરપ્રાઇઝીસ નામથી પોન્ઝી સ્કીમ ચલાવી લોકોના એક કરોડથી પણ વધુ રૂપિયા લઈને નાસી ગયેલા દંપત્તિની પોલીસ કરી રહી હતી આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. આરોપી પતિ 62 વર્ષીય મહેશ મંગેની ધરપકડ કરાઈ છે. આરોપી મહેશ અને તેની પત્ની દક્ષાબેન આ સ્કીમ થકી તેમની સોસાયટીમાં રહેતા અને તેમના સંપર્કમાં આવેલા લોકોને લોભાવની લાલચ આપીને ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું અને ત્યારબાદ ઉઠમણાં કરી સુરત છોડી નાસી ગયા હતા. ત્યારથી જે તેમની શોધખોળ પોલીસ કરી રહી હતી.

ભોજનાલયમાં નોકરી :સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આરોપી ભુજમાં છે જ્યારે આરોપી મહેશની ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે, વર્ષ 2022 માં તેની પત્ની દક્ષાનું મોત નીપજ્યું હતું અને છેલ્લા પાંચ મહિનાથી તે ભોજનાલયમાં નોકરી કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, વર્ષ 2013ની અંદર સચિન જીઆઇડીસી વિસ્તારમાં ગુનાનો નાસતો ફરતો આરોપી કચ્છના નિરાણા ગામ ખાતે એક ભોજનાલયમાં રહે છે. આ બાતમીના આધારે ત્યાં એક ટીમ મોકલવામાં આવી હતી. આરોપી મહેશ મંગેની ધરપકડ કરવામાં આવી છે... લલિત વાઘડીયા (ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર)

ભુજના ભોજનાલયમાં નોકરી કરતો પકડાયો : તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપી મહેશ મંગે વર્ષ 2013 માં પોતાની પત્ની સાથે સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી લક્ષ્મી વિલા ટાઉનશીપમાં રહેતો હતો. પતિપત્નીએ આશાપુરા એન્ટરપ્રાઇઝીસ નામની ફાયનાન્સ કંપની બનાવી તેની અંદર પરિચિત અને અન્ય લોકોને લોભાવની લાલચો આપી રોકાણ કરાવેલું. તમામ લોકો પાસેથી 1.07 કરોડ રૂપિયાથી પણ વધુ રોકાણ કરાવેલું હતું. રોકાણ કરાવ્યા બાદ પૈસા લઈને તેઓ નાસી ગયા હતાં. આરોપી પૈસા લીધા બાદ ગોવા, મુંબઈ, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, જામનગર અલગ અલગ શહેરોમાં જઈ ચોરીછુપે રહેતાં હતાં. વર્ષ 2022 માં આરોપીના પત્નીનું અવસાન થતા પાંચેક મહિનાથી આરોપી મહેશ ભુજ ખાતે રહેતો હતો ત્યાંથી તેની ધરપકડ કરાઈ છે.

  1. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે પોન્ઝી સ્કીમ ચલાવતી કંપનીમાં પાડ્યા દરોડા, 3 લોકોની ધરપકડ, માસ્ટર માઈન્ડ ફરાર
  2. 'પોન્ઝી સ્કેમ' માસ્ટર માઈન્ડ ઝહીર રાણાને ભાગેડું જાહેર કરવાની મેટ્રો કોર્ટે કાર્યવાહી હાથ ધરી
  3. Ponzi Scheme: કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપી લુક આઉટ નોટિસને આધારે મુંબઈ એરપોર્ટથી ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.