ETV Bharat / state

Surat Crime : સુરતમાં કારચાલક એલઆરડી જવાનને બોનેટ પર 300 મીટર સુધી ઘસડી ગયો, 19 વર્ષનો કારચાલક અટકાયતમાં - દેવરાજ બઢીયાની અટકાયત

સુરતના કતારગામમાં એલઆરડી જવાનને કારના બોનેટ પર ઘસડી જવાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસની વાહન ચેકિંગની કામગીરી દરમિયાન સંદિગ્ધ કારચાલકની તપાસ દરમિયાન તેણે કાર ભગાવી મૂકી હતી અને આ બનાવ બન્યો હતો. કારચાલક યુવક દેવરાજ બઢિયાની અટકાયત કરવામાં આવી છે.

Surat Crime : સુરતમાં કારચાલક એલઆરડી જવાનને બોનેટ પર 300 મીટર સુધી ઘસડી ગયો, 19 વર્ષનો કારચાલક અટકાયતમાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 5:01 PM IST

કારચાલક યુવક દેવરાજ બઢિયાની અટકાયત

સુરત : સુરતના કતારગામ વિસ્તારમાં વાહન ચેકિંગની કામગીરી થઇ રહી હતી. આ દરમ્યાન એક કારચાલકને રોકીને ચેકિંગ કરવા જતા કારચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે હંકારી હતી. ત્યાં ફરજ બજાવી રહેલા લોક રક્ષકને બોનેટ પર 300 મીટર દુર સુધી લઇ ગયો હતો. આ બનાવમાં લોકરક્ષકને ઈજાઓ થઇ હતી તો બીજી તરફ કતારગામ પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધીને કારચાલકને અટકાયતમાં લીધો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં ઝીલાવા થવા પામી હતી.

વાહન ચેકિંગની કામગીરી થઇ રહી હતી : હાલમાં દિવાળીના તહેવાર અનુસંધાને સુરતમાં વાહન ચેકિંગની કામગીરી થઇ રહી છે. આ દરમ્યાન કતારગામ અલકાપુરી બ્રીજ પાસે પોલીસની એક ટીમ વાહન ચેકિંગની કામગીરી કરી હતી. આ દરમ્યાન ત્યાં એક નબર પ્લેટ વગરની સફેદ કલરની કાળા કાચવાળી ફોરવ્હીલ આવી હતી. પોલીસે તે કારને રોકીને તપાસ કરવા જતા કારચાલકે રેસ આપીને કાર ભગાવતા ત્યાં ફરજ લોક રક્ષક તરીકે ફરજ બજાવતા ગૌતમ બાબુભાઈ જોષી કારના બોનેટ પર પટકાયા હતાં. આ ચોકાવનારી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે, સીસીટીવીમાં જોઈ શકાય છે કે કાર ચાલકની પાછળ પોલીસકર્મીઓ દોડી રહ્યા છે, આ બનાવમાં હાલ પોલીસે કારચાલકની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

19 વર્ષીય દેવરાજ બઢીયાની અટકાયત : કારચાલકે કાર રોકવાને બદલે લોક રક્ષક જવાનને બોનેટ પર લઈને અંદાજીત 300 મીટર દુર અલકાપુરી બ્રીજથી સુમુલ ડેરીના ગેટ સુધી ખેંચી ગયો હતો અને ત્યાં પછાડી દીધા હતાં. આ ઘટનામાં લોક રક્ષકને ઈજાઓ થઇ હતી, બીજી તરફ આ સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં લોક રક્ષક ગૌતમ બાબુભાઈ જોષીએ ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી 19 વર્ષીય દેવરાજ બઢીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. અમારી એક ટીમ અલકાપુરી બ્રિજ નીચે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન નંબર પ્લેટ વગરની એક સફેદ રંગની ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી. પોલીસની ટીમને જોઈ કાર ચાલકે પુરપાટ ઝડપે કાર હાંકી હતી. લોકરક્ષક ગૌતમ જોશી કારના બોનેટ ઉપર પટકાયા હતાં એટલું જ નહીં 300 થી 400 મીટર દૂર સુમુલ ડેરીની દિવાલ સુધી આવી જ સ્થિતિમાં કાર ચાલકે કાર ચલાવી હતી. કારચાલકની ધરપકડ કરવામાં આવી છે...એલ.બી.ઝાલા (એસીપી)

10,000 રૂપિયા લઇ વ્યાજે ફેરવવાની શરૂઆત કરી : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી જ્યારે 16 વર્ષનો હતો ત્યારે ઘરમાંથી 10,000 રૂપિયા લઇ વ્યાજે ફેરવવાની શરૂઆત કરી હતી અને પાંચથી છ દિવસ પહેલાં જ તેણે આ કાર ખરીદી હતી. ઉપરથી નંબર પ્લેટ હટાવીને તેની ઉપર એપ્લાય ફોર રજીસ્ટ્રેશન જેવી પ્લેટ લગાવી દીધી હતી. તેણે જણાવ્યું હતું કે વ્યાજે રૂપિયા ફેરવીને આ કાર તેણે ખરીદી છે. આરોપી કેટલા ટકા વ્યાજ લેતો હતો તે અંગેની પણ તપાસ ચાલી રહી છે.

  1. Morbi Crime: બાઈક ચાલકે યુવતીને બોનેટ પર બેસાડી જોખમી સ્ટંટ કર્યા, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
  2. Surat News: સુરતમાં યુવકને બોનેટ પર બેથી અઢી કિલોમીટર ફેરવનાર ચેતન ડેરનું વધુ એક કારસ્તાન આવ્યું સામે
  3. Surat Crime: સુરતમાં નબીરાએ પાર કરી હદ, યુવકને બોનેટ પર બે થી અઢી કિલોમીટર ઢસડી ગયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.