ETV Bharat / state

મોબાઈલ સ્નેચિંગ સહિત લૂંટ કરતી ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી, 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો - મોબાઈલ સ્નેચિંગ

ચોરીના વાહનો પર રસ્તે ચાલતા રાહદારી તેમજ ઓટો રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી મોબાઈલ સ્નેચિંગ સહિત લૂંટ ચલાવતી ગેગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ પાસેથી સ્નેચિંગ કરેલા અગિયાર જેટલા મોબાઈલ તેમજ ચોરીના બે વાહનો જપ્ત કરી વધુ તપાસ ક્રાઇમ બ્રાંન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.

arrest thief gang in surat
મોબાઈલ
author img

By

Published : Mar 17, 2020, 10:10 AM IST

Updated : Mar 17, 2020, 10:52 AM IST

સુરત: જિલ્લામાં બનતા મોબાઈલ સ્નેચિંગ તેમજ વાહન ચોરીના ગુનાઓને ડામવા સુરત ક્રાઇમ બ્રાન્ચે ભારે કમરકસી છે, ત્યારે શહેરમાં રસ્તે ચાલતા રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ તેમજ લૂંટ ચલાવતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે.

મોબાઈલ સ્નેચિંગ સહિત લૂટ કરતી ગેંગની સુરત ક્રાઈમે ઝડપી પાડી, 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો

સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે લીંબાયત વિસ્તારમાંથી આરોપી અસપાક શા અને વકીલ અહમદ અન્સારીને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચને સ્નેચિંગ કરેલા મોબાઈલ તેમજ ચોરીના વાહનો સહિત ઘાતક હથિયાર મળી આવ્યું હતું.

આ આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા સર્વેશ ચૌરસિયાનું નામ બહાર આવ્યું હતું. સર્વેશના ત્યાં તપાસ કરતા સ્નેચિંગ કરેલા અન્ય મોબાઇલ મળી આવ્યા હતા. જે મોબાઈલ આરોપીઓ પાસેથી કમિશનથી વેચવા માટે લીધા હોવાની હકીકત બહાર આવી હતી. જ્યાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન ઉધના, લીંબાયત, ખટોદરા તેમજ ડુમસ પોલીસ ચોપડે નોંધાયેલ મોબાઇલ સ્નેચિંગ સહિત લૂંટના 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 1.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Last Updated : Mar 17, 2020, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.