સુરત: શહેરમાં CISF જવાનની પત્ની સાથે દુષ્કર્મ આચરનાર તેના જ સાથી કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઔદ્યોગિક વિસ્તાર હજીરા ખાતે આવેલી એક મોટી કંપનીમાં ફરજ બજાવનાર CISFના જવાનની પત્નીને તેના જ સાથે નોકરી કરનાર અન્ય સાથીએ બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સુરત વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સુનિલ ફરિયાદીના ઘરે આવતો: CISFના કોન્સ્ટેબલ પત્ની અને બે બાળકો સાથે શહેરના વેસુ વિસ્તારમાં રહે છે. ઔદ્યોગિક વિસ્તાર હજીરા ખાતે રાષ્ટ્રીયકૃત કંપનીમાં ડ્રાઇવર કમ પમ્પ ઓપરેટર ફરજ બજાવે છે. મૂળ હરિયાણા પાનીપતના વતની 30 વર્ષીય સુનિલ વેદ પ્રકાશ ફરિયાદીના પતિ સાથે CISF માં સ્વીપર તરીકે નોકરી કરે છે. આશરે બે મહિના પહેલા બંનેની મિત્રતા થઈ હતી. પોસ્ટિંગ એક જ કંપનીમાં થતા બંને એક જ કોલોનીમાં રહેતા હતા. આરોપી સુનિલ ફરિયાદીના ઘરે જમવા પણ જતો હતો.
આરોપી ફરી એક વખત ફરિયાદીના ઘરે પહોંચી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ ના પાડતા તેને માર મારી ત્યાંથી નાસી ગયો હતો. આ અંગેની જાણ ફરિયાદીના પતિને પાડોશમાં રહેતા લોકોએ કરી હતી. જેથી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.--- એમ.સી.વાળા(PI,વેસુ પોલીસ મથક)
ધમકી આપી દુષ્કર્મ: સુનિલ ફરિયાદીની પત્નીને તેના પતિ વિરુદ્ધ ભડકાવતો હતો. આરોપીએ તેણીને જણાવ્યું હતું કે, જ્યારે પણ તે મોર્નિંગ વોક પર જાય છે તો ત્યાં મહિલાઓ અને યુવતીઓને જોયા કરે છે. તેનો કોઈની સાથે પ્રેમ સંબંધ પણ છે. તારીખ 24 મેના રોજ ફરિયાદીના પતિ સવારે 5:00 વાગ્યાના આસપાસ નોકરી પર જવા માટે નીકળ્યો હતો. ત્યારે તેના 15 મિનિટ પછી આરોપી સુનિલ ફરિયાદીના ઘરે પહોંચી ગયો હતો. ફરિયાદીની પત્ની સાથે દુષ્કર્મ આચરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ધમકી આપતા કહ્યું હતું કે, આ અંગે કોઈને જાણ કરશે તો તેના પતિ અને બાળકોને પણ તે મારી નાખશે.