સુરત : સુરતના લિંબાયતમાં માનવીય ભાવનાઓને મોટી ઠેસ પહોંચે તેવા સીસીટીવી સામે આવ્યાં હતાં જેમાં એક મહિલા એક બિલ્ડિંગની છત પરથી કચરો ફેંકતી હોય તેમ ગર્ભનાળ સહિતના ભ્રૂણને ફેંકી દીધું હતું. આ મહિલાની ઓળખ થઇ ગઇ છે. ભ્રૂણને ફેંકી દેનાર નર્સ મંજુ યાદવ નામની મહિલા છે અને તેણે એબોર્શન બાદ મેડિકલ વેસ્ટ એવા ભ્રૂણને કચરાની જેમ ઉપરના માળેથી છૂટા હાથેે બાજુની જમીન તરફ ફેંકી દીધું હતું. જે ભ્રૂણ ટાઇલ્સ વેસ્ટેજ ગોડાઉનના સામાન ઉપર પડ્યું હતું.
એબોર્ટ કરાયું હતું શિશુ : માનવીય ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી આ ઘટના લિંબાયતમાં આવેલી શિખા હોસ્પિટલમાં બની હતી. જ્યાંની નર્સ મંજુ યાદવે એક મહિલાના ગર્ભસ્થ શિશુનું એબોર્શન કરીને કાઢી લેવાયેલા ભ્રૂણને નિર્દયતાપૂર્વક હોસ્પિટલની ઉપરથી ખાડીમાં ફેક્યું હતું. આ દ્રશ્યના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે નર્સની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટના લિંબાયત વિસ્તારની છે જ્યાં સીસીટીવીના કારણે નર્સનો ભાંડો ફૂટ્યો હતો.
આ પણ વાંચો ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરવાજા પાસેથી મૃત અવસ્થામાં મળી આવ્યુું ભ્રૂણ
પોલીસને જાણ કરાઇ : સુરતના લિંબાયત વિસ્તાર ખાતે આવેલા ખાડી કિનારે ટાઇલ્સના વેસ્ટેજ ગોડાઉન પાસે એક નવજાત ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. નજીક આવેલા તમામ હોસ્પિટલમાં પૂછપરછ પણ પોલીસે કરી હતી સાથોસાથ ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી.
નર્સની ધરપકડ: સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા પોલીસે જોયું હતું કે ક્લિનિકની ઉપરથી એક મહિલા ખાડીમાં ભ્રૂણ ફેંકી રહી છે. પોલીસે તેની તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આ મહિલા નર્સ તરીકે હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેને ગર્ભ નાળ સાથે ભ્રૂણને ખાડીમાં ફેક્યું હતું. પોલીસે 41 વર્ષીય નર્સ અંજુ યાદવની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે નર્સ ક્રૂરતાથી ભ્રૂણ ખાડીમાં ફેંકી રહી છે.
આ પણ વાંચો એવું તો શું હતું આ ડબ્બાઓમાં કે, જોનારાઓની નીકળી ગઈ અરેરાટી...
મૂળ મહારાષ્ટ્રની વતની : આ સમગ્ર મામલે એસીપી જે.ટી. સોનારાએ જણાવ્યું હતું કે, 18 માર્ચના રોજ પોલીસને જાણકારી મળી હતી કે લિંબાયતના પટેલ નગરની ખાડી પાસે ગર્ભ નાળ સાથે એક ભ્રૂણ મળી આવ્યું છે. આ સમગ્ર મામલે લીંબડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી. સાથોસાથ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી હતી. એક સીસીટીવીમાં આરોપી મહિલા જોવા પણ મળી હતી અને તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ડોક્ટર વિરેન્દ્ર પટેલની સીખા હોસ્પિટલમાં અંજુ યાદવ નર્સ તરીકે ફરજ બજાવે છે. અને તે છેલ્લા દોડ મહિનાથી અહીં નોકરી કરી રહી હતી. તે મૂળ મહારાષ્ટ્રની વતની છે.
ડોક્ટરની ભૂમિકાની તપાસ : એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં તે પોતાના મામાના પુત્ર સાથે રહીને નર્સનું કામ શીખી ગઈ હતી. એટલું જ નહીં સુરત શહેરમાં પણ તે અલગ અલગ નર્સિંગ હોમમાં પ્રેક્ટિસ પણ કરી હતી. ડોક્ટરો સાથે તે રહીને ડિલિવરી તેમજ ઓબશનની પ્રક્રિયા જાણતી થઈ હતી. 17મી માર્ચના રોજ તેને મહારાષ્ટ્રના એક ધજાનંદ નામના વ્યક્તિનો ફોન પણ આવ્યો હતો તેને એક દંપત્તિને અહીં ગર્ભપાત કરાવવા માટે મોકલ્યા હતા. નર્સ અંજુ યાદવે મહિલાને ક્લિનિકમાં ગોળી અને ઇન્જેક્શન આપી એબોર્શન પણ કરાવ્યું હતું અને બંનેને ફરીથી મહારાષ્ટ્ર મોકલી આપ્યું હતું અને હોસ્પિટલની ઉપરથી ગર્ભ નાળ સાથે ભ્રૂણને ખાડીમાં ફેંકી દીધું હતું. આ સમગ્ર મામલે ડોક્ટરની ભૂમિકા શું છે તે અંગેની પણ તપાસ પોલીસ કરી રહી છે.