ETV Bharat / state

Surat Drug Crime : સુરતનો રાંદેર વિસ્તાર ડ્રગ ડીલર માટે એપી સેન્ટર, MD ડ્રગ્સનો વેપલો કરતા 3 શખ્સ ઝડપાયા - MD ડ્રગ્સનો વેપલો કરતા 3 શખ્સ ઝડપાયા

સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી પોલીસે ડ્રગનો વેપલો કરતા ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ પાસેથી એમડી ડ્રગ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત આરોપીઓને ડ્રગ સપ્લાય કરતા બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે.

Surat Crime
Surat Crime
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2023, 7:27 PM IST

સુરત : છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ દ્વારા 'say no to drugs, drugs free surat' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ટેક્સી પાસિંગ ફોર વ્હીલરમાં ડ્રગ્સનો વેપલો કરનાર ત્રણ લોકોની મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે સુરત રાંદેર પોલીસે ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં બે આરોપી મોહમ્મદ જુનેદ અને ઇરફાન વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં NDPS એક્ટ હેઠળ ફરિયાદ થઈ ચૂકી છે. જ્યારે અન્ય આરોપી વિરુદ્ધ જુગાર કેસ પણ નોંધવામાં આવી ચૂક્યો છે.

3 ડ્રગ પેડલર ઝડપાયા : હાલ સુરતમાં ડ્રગ્સ ડીલરો માટે રાંદેર એપી સેન્ટર છે. 80 ટકા ડ્રગ ડીલર સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી ઝડપાયા છે. ત્યારે સુરત રાંદેર પોલીસ પણ આ બાબતને લઈ એક્શન મોડમાં છે. રાંદેર પોલીસ ડ્રગ્સ પેડલર ઉપર ચાંપતી નજર રાખી રહી છે. આ દરમિયાન રાંદેર પોલીસે એમ.ડી. ડ્રગ્સનો વેપલો કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સફેદ કલરની ટેક્સી પાસિંગ ફોર વ્હીલર કારમાં ડ્રગ્સનો વેપલો કરી રહ્યા હતા. તેઓની પાસેથી પોલીસે 16.90 ગ્રામ એમડી ડ્રગ્સ અને રુપિયા 1.69 લાખ કેસ બરામદ કર્યા છે.

2 ડ્રગ સપ્લાયર વોન્ટેડ : આ અંગે રાંદેર પોલીસ સ્ટેશનના PI એ.એસ.સોનારાએ જણાવ્યું હતું કે, મુંબઈ પાર્સિંગ ટેક્સીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપી સુરસ્યાના રાંદેર વિસ્તારના રહેવાસી છે. જેમાંથી 31 વર્ષીય મોહમ્મદ જુનેદ, 27 વર્ષીય ઈરફાન અને 37 વર્ષીય ઉબેદની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મોહસીન અને સીવા નામના બે લોકો વોન્ટેડ જાહેર કર્યા છે. આ બંને વોન્ટેડ આરોપીઓ પાસેથી આ ત્રણેય આરોપીઓએ ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ : PI એ.એસ.સોનારાએ જણાવ્યું હતું કે, આરોપી જુનેદ ઉપર સુરત ક્રાઈમ બ્રાન્ચમાં અગાઉ NDPS એક્ટ હેઠળ કેસ કરવામાં આવી ચૂક્યો છે. જ્યારે આવી જ રીતે ઇરફાન ઉપર પણ NDPS એક્ટ હેઠળ અગાઉ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે આરોપી ઉબેદ ઉપર બે જુગારના કેસો થઈ ચૂક્યા છે. આરોપીઓ હાઈ પ્રોફાઈલ જીવન શૈલી જીવવા માટે એકબીજા સાથે મળી વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સ મેળવી ટેક્સી પાસિંગ ફોરવીલ મારફતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સનો વેપલો કરતા હતા.

  1. Surat news: 200થી વધુ કારના કાચ તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર પિતા-પુત્ર સુરતથી ઝડપાયા, વૈભવી લાઈફસ્ટાઈલ માટે કરતાં હતાં ચોરી
  2. Surat Drug Peddler Couple : સુરતમાં ડ્રગ્સ પેડલર દંપતી ઝડપાયું, પોલીસે વેશપલટો કરી વેપલાનો પર્દાફાશ કર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.