સુરત: ધોળા દિવસે સગીરા અને તેની બહેનપણીને રસ્તા વચ્ચે રોકીને ચપ્પુની અણી બતાવી છેડતી કરનાર અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપનાર રીઢા ગુનેગારની ધરપકડ કરાઇ છે. સુરત ડીંડોલી પોલીસે કરી આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી ગણેશ ઉપર ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, રાઇટીંગ સહિતના ગંભીર 18 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
છેડતી કરવા લાગ્યા: 14 વર્ષની કિશોરી પોતાની બહેનપણી સાથે જીઈબી ઓફિસથી લાઈટ બિલ ભરીને ઘરે પરત આવી રહી હતી. તે સમયે વીડો ગુનેગાર ગણેશ ઉર્ફે ગન્યો વાઘ અને તેનો મિત્ર પ્રેમ ઉર્ફે ચોર બંને મોપેડ પર આવીને બંને કિશોરીઓને રસ્તામાં રોકી તેમની છેડતી કરવા લાગ્યા હતા. એટલું જ નહીં જ્યારે બંને કિશોરીઓએ પ્રતિકાર કર્યો. ત્યારે તેઓએ બંને કિશોરીઓને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બંને કિશોરીઓને અશબ્દ પણ કહ્યા હતા.
આ પણ વાંચો Surat News : રમી રહેલી માસૂમ બાળકી કાકાના કારની અડફેટે આવી જતા કરુણ મૃત્યુ
18 ગુન્હા: ફરિયાદી મુજબ ફરિયાદ આધારે અમે તપાસ શરૂ કરી હતી ત્યારે અમને જાણ થઈ કે આરોપી રીઢો ગુનેગાર છે. સુરત શહેરના અન્ય પોલીસ સ્ટેશન લીંબાયત, સચિન, ઉમરા, ડીંડોલી, ઉધના, ખટોદરા, જહાંગીરપુરા અને સરથાણામાં તેની ઉપર ફોન ખૂન, ખૂનની કોશિશ, રાઇટીંગ, લૂંટ, મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ સહિતના 18 ગુન્હા નોંધાઇ ચુક્યા છે. આરોપી ગણેશની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે અન્ય આરોપી પ્રેમ ઉર્ફે ચોરની શોધખોળ પોલીસ કરી રહી છે--પી.એસ સોનારા
આ પણ વાંચો Surat Crime: સાત વર્ષની માસુમ બાળકી પર રેપ વિથ મડર મામલે આરોપીને મુકેશ દોષિત જાહેર
હત્યાની કોશિશ કરી: ગભરાઈ ગયેલી બંને કિશોરીઓએ આ અંગેની જાણ પરિવારને કરી હતી. ત્યારબાદ પરિવારના કહેવા પર ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી કોઈ બીજો નહીં પરંતુ રીડો ગુનેગાર ગણેશ છે. ગણેશ ઉપર તારીખ 18 ફેબ્રુઆરી 2023 ના રોજ ઉધના ખાતે રહેતા ગણેશ શેધાણે પણ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ફરિયાદી એ જણાવ્યું હતું કે ગણેશ વાઘ અને તેનો મિત્ર પ્રેમ ઉર્ફે ચોર સાથે સની બોરશેએ ઝઘડો કર્યો હતો. ફરિયાદી ગણેશ ની જાનમાં ચાકુમારી તેને ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી હતી. આ અંગે ફરિયાદી ગણેશ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.