સુરત : ગુજરાતના ધાર્મિક સ્થાનો પર રાજ્ય સરકાર દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુરત અંબિકા નિકેતન મંદિરની પાછળ આવેલા વોકે પર સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયા સહીતના લોકો જોડાયા હતા. પરંતુ સાફ સફાઈના થોડા જ ક્ષણો બાદ જૈસે થે વેસે જેવા દ્રશ્યો સામે આવ્યા છે. કારણ કે, જે સ્થળે સાફ સફાઈ કરવામાં આવી તે સ્થળે ફરીથી મંદિરમાં ચઢાવવામાં આવેલા પૂરહાર અને અન્ય ચીજ વસ્તુઓ જોવા મળી છે. આવો જાણો આ દ્રશ્ય જોઈને સ્થાનિકો શું કરી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાત વિદ્યાપીઠમાંથી 594 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરતાં રાજ્યપાલ
મંદિરે લોકો કચરો ફેંકીને જતા રહે : આ બાબતે સ્થાનિકે જણાવ્યું કે, અમે અહીં અંબાજી મંદિરે અઠવાડિયામાં બેથી ત્રણ વખત આવીએ છીએ, ત્યારે મંદિરના પાછળ આવેલા વોક વે પર આવીએ છીએ. કારણ કે, અહીં શાંતિ વાતાવરણ હોય છે. તાપી કિનારો છે એટલે અમે થોડી વાર અહીં બેસીએ છીએ. અહીં આજુબાજુ ખુબ જ કચરો જોવા મળે છે. આજે સવારે સાફ સફાઈ થઈ છે. સુરત મહાનગરપાલિકા અને ભાજપના માણસો આવ્યા હતા. સાફ સફાઈ કરીને ગયા હતા. તેમ છતાં અહીં ફરી પાછો થોડો કચરો જોવામાં આવ્યો છે. એમ તો સુરત મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે, પરંતુ કચરો ફરીથી થઇ જ જાય છે. પાછળનો કચરો તો મંદિરે દર્શન કરવા માટે આવેલા લોકોએ ફેંકીને જતા રહ્યા હશે.
આ પણ વાંચો : સ્વચ્છતા અગ્રેસર સુરતને નંબર 1 લાવવા મનપાનું જમ્બો સફાઈ અભિયાન
બેથી ત્રણ વાર સાફ સફાઈ : આ બાબતે અન્ય એક સ્થાનિક મિત્રએ જણાવ્યું કે, હું પણ અહીં મંદિરે કાયમ આવું છું અને ત્યારે મંદિરની પાછળ આવેલ વોક વે પર આવીને બેસું છું. અહીં ગંદકી ખુબ જ રહે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવાડિયામાં બેથી ત્રણ વખત સાફ સફાઈ કરવામાં આવે છે. તેમ છતાં અહીં કચરો થઇ જ જાય છે. જેને કારણે ખૂબ જ ગંદકી થાય છે. જેથી અહીં કચરાપેટીની સુવિધા કરવી જોઈએ. આ ધાર્મિક સ્થળ છે અહીં ગંદકી રહેશે તો લોકો કઈ રીતે આવશે.