સુુરતઃ શહેરમાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરનારા આરોપી આરોપી ઈસ્માઈલ સલીમ હજાદની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ બાળકીના પેટના ભાગે બચકાં પણ ભર્યા હતા. આ સાથે જ બાળકીનાં શરીર પર અનેક ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. ત્યારે આ ઘટનાથી લોકો સ્તબધ થઈ ગયા છે. આરોપી બીજો કોઈ નહીં, પરંતુ બાળકીના પિતાનો મિત્ર જ છે. જોકે, 4 દિવસ પહેલાં જ ચોક વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારા આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.
આ પણ વાંચોઃ Vadodara Crime: કૉલેજમાં ભણતી યુવતીને દુષ્કર્મની ધમકી આપી 6 આરોપી ફરાર, યુવતીના મિત્રને પણ માર્યો માર
પોલીસ તપાસમાં આવ્યું સામેઃ મળતી માહિતી અનુસાર, શહેરમાં એક બંધ મકાનની પાછળ આવેલા કમ્પાઉન્ડમાંથી 2 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, શ્રમિક પરિવારની બાળકી ઘર પાસે રમી રહી હતી. તે સમયે પાડોશમાં રહેતા 23 વર્ષીય આરોપી ઈસ્માઈલ ઉર્ફે સલીમ હજાદ બાળકીને રમાડવા માટે આવ્યો હતો અને થોડાક સમય બાદ તે બાળકીને લઈને ક્યાંય ચાલ્યો ગયો હતો.
સીસીટીવી કેમેરામાં જોવા મળ્યુંઃ બાળકી ઘણા સમય સુધી ઘરે ન આવતા પરિવારના સભ્યોએ આરોપી ઈસ્માઈલ સલીમ હજાદને સંપર્ક કર્યો હતો, પરંતુ તેનો ફોન સ્વીચ ઑફ આવી રહ્યો હતો. આ અંગે પરિવારે પોલીસને જાણ કરી હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ બાળકીની શોધખોળમાં લાગી ગયા હતા. એટલું જ નહીં, બાળકીના ઘર પાસે લાગેલા તમામ સીસીટીવી કેમેરા પણ પોલીસે તપાસ કર્યા હતા. તેમાં જોવા મળ્યું હતું કે, આરોપી ઈસ્માઈલ સલીમ હજાદ બાળકીને કમ્પાઉન્ડ પાસે લઈ જઈ રહ્યો છે, જેના આધારે પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી હતી પરંતુ બાળકીનો મૃતદેહ મળ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ પણ આચર્યું હતું.
આ પણ વાંચોઃ Surat Crime : મામાના દીકરાએ બે સગી બહેનો પર ગુજાર્યું દુષ્કર્મ, 10 લાખની ખંડણી માગી, આરોપીની ધરપકડ
બાળકીના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યાઃ સુરત પોલીસના એડિશનલ પોલીસ કમિશનર કે. એન. ડામોરે જણાવ્યું હતું કે, આરોપીએ બાળકી સાથે આ કમ્પાઉન્ડમાં દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ઘટનાને અંજામ આપી નાસી જવાના ફિરાકમાં હતો. જોકે, આ પહેલા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીને પકડવા અમે અલગ અલગ ટીમ પણ બનાવી હતી. સાથે ગામના લોકોની પણ મદદ લીધી હતી. આરોપી ઈસ્માઈલ સલીમ હજાદ બાળકીના પિતાનો મિત્ર છે અને સાંજે 7 વાગ્યે તેને લઈ ગયો હતો.