ETV Bharat / state

Har Ghar Tiranga: સુરતના ઉદ્યોગપતિએ કરોડો રૂપિયાની કારને ત્રિરંગાના રંગમાં રંગીને આપ્યો અનોખો સંદેશ - હર ઘર તિરંગા pdf

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા (Har Ghar Tiranga)અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગપતિ દ્વારા એક ખાસ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ઉદ્યોગપતિએ કારને તિરંગાના રંગમાં રંગવામાં આવી (Jaguar car painted in tricolor )છે. આ કાર સુરતથી લઈને દિલ્હી સુધી લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડવાનું કામ કરશે.

Har Ghar Tiranga: સુરતના ઉદ્યોગપતિએ કરોડો રૂપિયાની કારને ત્રિરંગાના રંગમાં રંગીને આપ્યો અનોખો સંદેશ

author img

By

Published : Aug 8, 2022, 9:02 PM IST

સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav)નિમિતે 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા (Har Ghar Tiranga)અભિયાનમાં લોકોને જોડવા માટે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગપતિ દ્વારા એક ખાસ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ઉદ્યોગપતિ સિદ્ધાર્થ દોશીએ કરોડો રૂપિયાની જેગુઆર કારને તિરંગાના રંગમાં રંગીને (Jaguar car painted in tricolor )લોકોને સુરતથી દિલ્હી સુધી 1,150 કિમી અંતર સુધી લોકોને જોડવાની સાથે તિરંગાનું વિતરણ કરશે.

હર ઘર તિરંગા

આ પણ વાંચોઃ Har Ghar Tiranga: રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ માટે BSFના જવાનો મેદાને, 5 કિમીની વોકેથોન ડ્રાઇવ યોજી

કારને તિરંગાના રંગમાં રંગી - દુનિયા જોતી રહી જાય તે રીતે દેશમાં રંગેચંગે હર ઘર તિરંગા અભિયાન ઉજવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 1,150 કિમીથી વધુના અંતરમાં લોકોને હર ઘર તિરંગા અભિયાન સાથે જોડવા માટે સુરતથી એક અનોખી યાત્રા શરૂ (painted Jaguar car in Tricolor)કરવામાં આવી છે. આ અભિયાનની શરૂઆત સુરતમાં રહેતા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ કરી છે. આ યાત્રામાં લક્યુરિયસ જેગુઆર કારને દેશભક્તિના રંગે રંગી દેવામાં આવી છે. જેને કારણે આખે આખી કારનો દેખાવ જ બદલાઈ ગયો છે. આ ખાસ તૈયાર કરવામાં આવેલી કાર સુરતથી લઈને દિલ્હી સુધી લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડવાનું કામ કરશે. તેની સાથે મોટી સંખ્યામાં તિરંગાનું પણ વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ પાટણમાં તલાટીઓએ તિરંગા યાત્રા યોજી પોતાની માંગ બુલંદ કરી

ભારતીયો માટે ગૌરવની બાબત - સિદ્ધાર્થ દોશી સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓએ ETV Bharatને જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ આ દરેક ભારતીયો માટે ગૌરવની બાબત છે અને સાથે જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. તેને લઈને દરેક નાગરિકમાં જાગૃતિ આવે આ હેતુસર હું મારી કારને ખાસ ફિલ્મ લગાવીને આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત લોકોને જાગૃત કરવા માગું છું. આ ફિલ્મ ત્રણથી ચાર દિવસમાં લગાડવામાં આવી છે. જેનો ખર્ચ ત્રણ લાખ રૂપિયા સુધીનો છે અમે આકારથી સુરતથી દિલ્હી જવા માટે રવાના થઈશું અને આ દરમિયાન અમે રસ્તામાં લોકોને તિરંગા ભેટ આપીશું કારમાં આશરે 800 જેટલા તિરંગા હશે. મારી કારનો લુક 26મી જાન્યુઆરી સુધી આવું જ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.