સુરતઃ શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ મામલે જતીન નાકરાનીને (Surat Takshashila fire case) ગુજરાત ભાજપ (Gujarat BJP)પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા. જતીન નાકરાની એજ છે જેમણે તક્ષશિલાની ઘટના વખતે 14 બાળકોના જીવ બચાવ્યા હતા. તેમને જતિન નાકરાનીને સી.આર.પાટીલએ સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના આંખના ઓપરેશન માટે રૂપિયા 5 લાખની સહાય કરી છે.
આ પણ વાંચોઃ તક્ષશિલા અગ્નિકાંડ: ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપલ કમિશનરને કેન્દ્ર માનવાધિકાર કમિશન દ્વારા નોટિસ
22 જેટલા માસુમ બાળકોનો જીવ ગુમાવ્યો - સુરતમાં ચકચારી તક્ષશિલા અગ્નિકાંડ( Takshashila fire)જેમાં 22 જેટલા માસુમ બાળકોનો જીવ ગુમાવ્યો હતો. હજી સુધી આ 22 જેટલા બાળકોને ન્યાય મળ્યો નથી ત્યારે બીજી બાજુ આ તક્ષશિલા અગ્નિકાંડમાં 14 જેટલા માસૂમ બાળકોનો જીવ બચાવનાર જતીન નાકરાની જેઓ છેલ્લા ત્રણ વર્ષથી તેમના શરીરને લઈને ઘણી બધી સમસ્યાઓ સાથે જીવી રહ્યા છે. તેમના આંખે દેખાતું નહીં પહેલા તો તેમને પેરેલાઈસ પણ થયો હતો.
14 બાળકોના જીવ બચાવતાં સમયે નીચે પડ્યા - પરંતુ હવે તે આંખોની રોશની પણ જઈ રહી છે. તેઓ પોતે 14 બાળકોના જીવ બચાવતાં સમયે નીચે પડ્યા હતા. આજે તેમના પરિવારને સાંભળવા માટે કોઈ નથી. પરંતુ આજે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જતીન નાકરાનીના ઘરે પહોંચ્યા હતા. જતીન અને તેમના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી. અને જતીનના આંખોના ઓપરેશન માટે સી.આર.પાટીલએ સુરત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ દ્વારા 5 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા છે.
રૂપિયા 5 લાખની સહાય - આ બાબતે ગુજરાત ભાજપ પ્રદેશપ્રમુખ સી આર પાટીલએ જણાવ્યું કે, તક્ષશિલાની ઘટના બની હતી તેમાં ખૂબ જ મોટી જાનહાનિ થઇ હતી તેમ આજે ફસાયેલા દીકરીઓને અને કેટલાક યુવાનોને બચવાનો પ્રયત્ન કરતી વખતે કુલ 15 જણાને બચાવ્યા હતા. પછી જતીન પોતે ઉપરથી પડ્યો હતો. ત્યારબાદ તેને માથામાં ઈજા થઈ હતી હાથમાં ફ્રેકચર થયું હતું. તેના કારણે તેની યાદશક્તિ જતી રહી હતી. જતીનને આવનારા દિવસોમાં તેની આંખના ઓપરેશનની જરૂર છે. સુરત શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી તેમને 5 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે.
સીએમ અને પીએમ ફંડ માંથી રાહત આપવામાં આવશે - વધુમાં જણાવ્યું કે, જતીન થોડું-થોડું બોલી શકે છે અને કોઈને ઓળખી પણ શકતો નથી. એટલા માટે તેના મગજ પર ભાર આપવાનો પ્રયત્ન કરવામાં આવતું નથી. પરંતુ અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે તે જલ્દીથી સારું થઈ જાય.ખુબજ સારૂ કામ કરતા તેમને આ પરિવાર અને તેની ઉપર આફત આવી છે. જતીનના પિતા જોડે ચર્ચાઓ કરી છે તેમણે અમને કેટલીક મુશ્કેલીઓ વિશે પણ ચર્ચા કરી છે. એમણે કહ્યું કે જતીનને ડોક્ટરને બતાવ્યા પછી તેમણે સલાહ આપી છે કે, આંખનો ઓપરેશન કરવું પડશે. જેથી સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ તરફથી 5 લાખ રૂપિયાનો ચેક આપવાના છે. જ્યારે તેમનું ઓપરેશન કરવામાં આવશે ત્યારે તેમને સીએમ અને પીએમ ફંડ માંથી પણ રાહત આપવામાં આવશે.