ETV Bharat / state

Surat Crime : ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ભારતમાં ભીખ માંગવા આવેલી મહિલા ઝડપાઈ - બાંગ્લાદેશી મહિલા ભીક્ષુક

ભારતમાં બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભીખ માંગવા આવેલી મહિલા સુરતથી ઝડપાઈ છે. આ મહિલાએ બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય ડોક્યુમેન્ટ પણ બનાવી લીધા હતા. આ મહિલા બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી ભારત ગેરકાયદેસર રીતે આવી હતી. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ

Surat Crime : ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ભારતમાં ભીખ માંગવા આવેલી મહિલા ઝડપાઈ

author img

By

Published : Mar 30, 2023, 3:51 PM IST

સુરત : સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરત દ્વારા અસલ પાસપોર્ટ સાથે એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જે બોર્ડર ક્રોસ કરી ભારતમાં ભીખ માંગવા માટે આવી હતી. આ મહિલાએ બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ અને જન્મ દાખલો બનાવી લીધા હતા. જેને જપ્ત કરી એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

શું હતો સમગ્ર મામલો : સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ સુરતને માહિતી મળી હતી કે, સુરત શહેરના અઠવા વિસ્તાર ખાતે આવેલા ખ્વાજાદાના દરગાહ પાસે એક બાંગ્લાદેશી મહિલા ભીખ માંગવાનું કામ કરે છે. એટલું જ નહીં, આ બાંગ્લાદેશી મહિલા પાસે બાંગ્લાદેશનો પાસપોર્ટ પણ છે. ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે તેને આધાર કાર્ડ પણ બનાવી લીધું હતું. બાતમીના આધારે એસઓજીએ બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા ક્યા રહે છે : બાંગ્લાદેશી મહિલા પાસેથી અસલ પાસપોર્ટ ભારતીય આધાર કાર્ડની કલર કોપી અને કોવિડ 19 વેક્સિનેશન સર્ટિફિકેટ સહિત મોબાઈલ જપ્ત કરવામાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મહિલાનું નામ 65 વર્ષીય માલિકા બેગમ છે. તે હાલ દરવાજા ખાતે આવેલા બાબાસાહેબ આંબેડકર કોલોનીના મહાલક્ષ્મી શેરીના મકાન નંબર 120માં રહે છે. તે બાંગ્લાદેશના જિલ્લા ગોપાલગંજ મુકસુદપુરની રહેવાસી છે.

આ પણ વાંચો : જામનગરમાં ગરીબ અને ભીખ માંગતા બાળકોને ભણાવી અનોખો સેવાયજ્ઞ કરતા રેખા નંદા...

ભારત ક્યારે આવી : SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, મહિલા પાસેથી અસલ પાસપોર્ટ મળી આવ્યું છે. તેની પૂછપરછ કરતા મહિલાએ જણાવ્યું હતું કે, તે મુળ બાંગ્લાદેશની વતની છે અને વર્ષ 2020માં ભીખ માંગવા માટે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી ભારત ગેરકાયદેસર રીતે આવી હતી. સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી હતી. માત્ર માન દરવાજા જ નહીં તે અલગ અલગ વિસ્તારમાં જઈને ભીખ માંગતી હતી.

આ પણ વાંચો : Rajkot cheating case: આવાસના નામે આવકનો કીમિયો, સરકારી યોજનામાં ઘર અપાવી દેતો ફોલ્ડરીઓ પકડાયો

જન્મ દાખલો પણ બનાવી લીધો : સાથે તેઓએ જણાવ્યું હતું કે, ભારત આવ્યા પછી તેને ભારતીય ઓળખ પ્રસ્થાપિત કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે જન્મ દાખલો અને આધારકાર્ડ બનાવી લીધો હતો. આ મહિલા વિરોધ અથવા પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 465, 467, 468 અને 471 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, તેને આધાર કાર્ડ અને જન્મ દાખલો બનાવવામાં કોણે મદદ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.