ETV Bharat / state

Surat bulloon cylinder blast: ફુગ્ગામાં ગેસ ભરતા પહેલા ચેતવા જેવો કિસ્સો, સિલેન્ડર બ્લાસ્ટ થતા... - Surat balloon cylinder blast

ફુગ્ગામાં ગેસ ભરતી વખતે સિલેન્ડર બ્લાસ્ટ થતા સુરતમાં એકનું મોત અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટના સુરતના પર્વત પાટિયા વિસ્તારની છે. જ્યાં સિલેન્ડર બ્લાસ્ટ થતા ત્રણ લોકોને ઈજા થઈ હતી. જેમાં એકનું મોત નીપજ્યું હતું. બીજી તરફ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.

Surat bulloon cylinder blast
Surat bulloon cylinder blast
author img

By

Published : Jan 16, 2023, 10:53 PM IST

કૈલાશ ગંગારામ વાઘડિયા ફુગ્ગા વેચવા માટે આવ્યો હતો

સુરત: ઉતરાયણના પર્વ પર પરિવાર સહિત સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા મૂળ રાજસ્થાનના ઉદયપુરનો 23 વર્ષીય કૈલાશ ગંગારામ વાઘડિયા ફુગ્ગા વેચવા માટે આવ્યો હતો. કૈલાશ પોતાના પરિવાર સાથે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા મહાવીર મોબાઇલ સર્કલ નજીક રોકાયા હતા. ઉત્તરાયણ ના પર્વ પતંગની સાથે લોકો ફુગ્ગાની પણ ખરીદી કરતા હોય છે જેના કારણે જ રોજગારી મેળવવા માટે કૈલાશ રાજસ્થાન થી સુરત આવી ગયો હતો પણ પરંતુ તેને ખબર નહોતી કે મોતને ભેટી જશે.

SC on Joshimath Land Subsidence: SCએ હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર, ઉત્તરાખંડ હાઇકોર્ટનો સંપર્ક કરવા કહ્યું

કૈલાશને શરીરમાં ગંભીર ઇજાઓ: 14 જાન્યુઆરીના રોજ મળસ્કે સાડા ત્રણ વાગ્યાના અરસામાં મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખી કૈલાશ ફુગ્ગામાં ગેસ ભરી રહ્યો હતો તે સમયે અચાનક જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જેમાં કૈલાશ ને શરીરમાં ગંભીર ઇજાઓ થઈ હતી એટલું જ નહીં તેના નજીકમાં બેસેલા 35 વર્ષીય સાવંત વાઘડીયા અને 16 વર્ષીયા ભેરુ વાઘડીયા આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે ઘટનાની જાણ વિભાગને પણ કરવામાં આવી હતી.

Bridge Collaped In Darbhanga: ટેમ્પો પસાર થતો હતો અને નદી પર બનેલો પુલ તૂટી પડ્યો

ત્રણ લોકો ઇજાગ્રસ્ત: ફાયર વિભાગના અધિકારી એ.કે પરમારે જણાવ્યું હતું કે, ઘટનાની જાણકારી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ પર ત્રણ લોકો ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા જેથી તેમને સારવાર અર્થે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરોએ કૈલાશ નેમૃત જાહેર કર્યા હતા. સિલેન્ડર બ્લાસ્ટ થવાની ઘટના ના કારણે બની હતી.

સિલિન્ડરમાં પ્રેશર વધી જતા આ ઘટના થવા પામી: ઘટનાસ્થળ પરથી જાણવા મળ્યું હતું કે, નાઇટ્રોજન ગેસ બનાવવા માટે તેઓ કાર્બન પાણી અને ચૂનાનો ઉપયોગ કરી રહ્યા હતા જેના કારણે સિલિન્ડરમાં પ્રેશર વધી જતા આ ઘટના થવા પામી હતી બીજી બાજુ આ સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી જેમાં જોવા મળે છે કે બ્લાસ્ટ થતા દૂર લાગેલા સીસીટીવી કેમેરામાં હલી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.