ETV Bharat / state

સુરત એરપોર્ટનું નામ બદલાશે ? શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવાની માંગ ઉઠી - સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન

17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે. જ્યાં તેઓ સુરત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. ત્યારે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા સુરત એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવા માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, પીએમ મોદી આ સાથે સુરત ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કરવાના છે.

Surat Airport
Surat Airport
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 15, 2023, 4:45 PM IST

સુરત એરપોર્ટનું નામ બદલાશે ?

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરના રોજ સુરતની મુલાકાતે છે. તેઓ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે અને સાથોસાથ સુરત એરપોર્ટ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવે તે પહેલા સુરત એરપોર્ટનું નામ શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવાની માંગ ઉઠી છે. આ માટે સુરત એરપોર્ટ એક્શન કમિટીએ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને પત્ર લખીને રજૂઆત પણ કરી છે.

પીએમ મોદીનો સુરત પ્રવાસ : એરપોર્ટના વિકાસ અને ફ્લાઇટની માંગણી માટે સતત કાર્યરત રહેનાર સુરત એરપોર્ટ એક્શન કમિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન પહેલા સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવા માટે માંગ કરી છે. આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન પણ કરશે.

ઈન્ટરનેશનલ ફ્લાઈટની શરૂઆત : ઉલ્લેખનીય છે કે, 17 ડિસેમ્બરના રોજ સુરતથી દુબઈ સુધીની ફ્લાઇટ પણ શરૂ કરવાની છે. 17 ડિસેમ્બરના રોજ દુબઈની ફ્લાઇટ માટે લોકોએ 24 કલાકમાં 70 % બુકિંગ પણ કરી લીધું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ જાહેર કરી શકે છે. 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોર્તિનિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહેશે.

સુરત એરપોર્ટનું નામ બદલવાની માંગ : સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવે એવી છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. શરૂઆતથી જ સુરત એરપોર્ટની કનેક્ટિવિટી માટે સોશિયલ મીડિયા અને મંત્રાલય સાથે લેખિત રજૂઆત કરનાર સુરત એરપોર્ટ એક્શન કમિટીના સભ્યોએ માંગ કરી છે કે, સુરત એરપોર્ટનું નામ શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવે.

SAAC સભ્યએ આપ્યું કારણ : સુરત એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય સંજયભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, હાલ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન આવી રહ્યા છે. અમારી માંગી છે કે સુરત એરપોર્ટનું નામ બદલીને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવે. કારણ કે જ્યારે સુરતથી વિશ્વભરમાં હીરાનો વેપાર વધશે, ત્યારે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે તેને ઓળખે. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મોટા નેતા છે અને તેનું નામ જો એરપોર્ટ પર હશે તો સુરતને વધારે લોકો ઓળખતા થઈ જશે.

  1. બિલ્ડરને GOVT. OF INDIA લખેલી કારમાં ફરવું ભારે પડ્યુ, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
  2. સુરતમાં મૈસુર રોઝવૂડ ઈનલે પેન્ટિંગ આર્ટ બની મુખ્ય આકર્ષણ, કર્ણાટકના 3000 રંગીન લાકડાઓ થાય છે ઉપયોગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.