ETV Bharat / state

Surat Crime : સુરતમાં આધેડે બાળકીને અશ્લીલ વિડિયો બતાવી કર્યા અડપલા, પત્નીએ માર્યું મોઢા પર ચપ્પલ - Surat Police

સુરતના અઠવામાં 55 વર્ષના આધેડ 7 વર્ષની બાળકીને ખંડેર જગ્યામાં લઈ જઈને અડપલા કર્યા હતા. એટલું જ નહીં, પરંતુ આ આધેડ બાળકીને અશ્લીલ વિડિયો બતાવતો હતો. બાળકીના પરિવારને જાણ થતાં લોકોએ આધેડને મેથીપાક ચખાડ્યો હતો. તો બીજી તરફ આધેડની પત્નીએ પણ ચપ્પલથી માર માર્યો હતો. જે સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતા.

Surat Crime : આધેડે બાળકીને અશ્લીલ વિડિયો બતાવી અડપલા કર્યા, પત્નીએ માર્યું મોઢા પર ચપ્પલ, જૂઓ વિડીયો

author img

By

Published : Apr 8, 2023, 6:21 PM IST

આધેડ બાળકીને ખંડેરમાં અશ્લીલ વિડિયો બતાવ્યો, લોકોએ મેથીપાક આપ્યો, પત્નીએ માર્યું મોઢા પર ચપ્પલ

સુરત : 55 વર્ષના આધેડએ સાત વર્ષની બાળકીને એક ખંડેર જગ્યામાં લઈ જઈએ મોબાઈલમાં અશ્લીલ વિડિયો બતાવી અડપલા કર્યા હતા. બાળકી એમ કેમ તેના ચુંગલમાંથી નાસીને ઘરે પહોંચી હતી અને આ સમગ્ર ઘટના અંગે બાળકીએ માતાને જાણ કરી હતી, ત્યારબાદ લોકો એકત્ર થઈ ગયા હતા અને આરોપીને પકડીને મેથીપાક આપ્યો હતો. CCTVમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે આરોપીને રોસે ભરાયેલા લોકો ખેંચીને લઈ જાય છે અને મેથી પાક આપે છે..

શું હતો સમગ્ર મામલો : સુરત શહેરના અઠવા વિસ્તારમાં એક ખંડેર મકાનમાં 55 વર્ષીય વિકૃત માનસિકતા ધરાવતા જયેન્દ્ર પટેલ નામનો શખ્સ સાત વર્ષથી બાળકીને લઈ જાય છે અને ત્યાં અશ્લીલ વીડિયો મોબાઇલમાં બતાવે છે. બાળકી જ્યારે આ વિડીયો જોવાની ના પાડે છે, ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી કહે છે. આરોપીએ બાળકીને કહ્યું હતું કે, જો આ અંગે તે કોઈને જાણ કરશે તો તેણે જાનથી મારી નાખશે. સ્થાનિકો નારાધામના ચુંગાલમાંથી બાળકીને છોડાવી નરાધમને પોલીસના હવાલે કર્યો હતો. નરાધમ જયેન્દ્ર પટેલને તેની પત્નીએ જાહેરમાં મોઢા પર ચપલો મારી રોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Crime news: ધોરણ 12ની વિદ્યાર્થીનીનો અશ્લીલ વીડિયો બનાવી 3 યુવકોએ આચર્યું દુષ્કર્મ

લોકોએ આરોપીને પકડી પોલીસ હવાલે કર્યો : આરોપી સાત વર્ષની બાળકીને મકાનના ખંડેરમાં લઈ જતો જોવા મળે છે. લોકો એકત્ર થઈ જતા આરોપીએ કબૂલ્યું હતું કે, તેણે આ કૃત્ય અગાઉ પણ કર્યું છે. આરોપીની પત્ની પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. લોકોએ આરોપીને પકડી પોલીસ હવાલે કર્યો હતો. સાનીકોએ જણાવ્યું હતું કે, જ્યારે બાળકી બહાર આવી ત્યારે તે રડી રહી હતી. પરિવારના લોકોએ જ્યારે તેને આ અંગે પૂછ્યું ત્યારે તેને સમગ્ર હકીકત જણાવી હતી.

આ પણ વાંચો : Surat Crime: હનીટ્રેપનો શિકાર વિદ્યાર્થીએ એટલે કર્યો આપઘાત, પરિવારને થઇ જાણ

કેટલાક લોકો તેને મેથીપાક પણ આપે : એક બાજુ લોકોએ તેને મેથીપાક આપ્યો તો બીજી તરફ આરોપીની પત્નીએ પણ તેને ચપ્પલથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં આરોપીને લોકો લઈ જતા જોવા મળે છે અને કેટલાક લોકો તેને મેથીપાક આપે છે. બાળકીની સતર્કતા ના કારણે તેની સાથે અનઇચ્છનીય બનાવ થતા રહી ગયો હતો. અઠવા પોલીસ સ્ટેશનના PSO રમેશ ભાઈએ જણાવ્યું હતું કે, રાત્રે આ ઘટના બની હતી. જેમાં લોકો આરોપીને લઈને પોલીસ મથક આવ્યા હતા. હવે પોલીસ તપાસ ચાલુ છે અને CCTV ફૂટેજ અને ફરિયાદના આધારે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.