ETV Bharat / state

Surat Accident News : સુરતમાં ટ્રકની અડફેટે મહિલા કોન્સ્ટેબલનું મોત, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ - મહિલા કોન્સ્ટેબલ પ્રેમીલાબેન કમજીભાઈ નિનામા

સુરત શહેરના ઇચ્છાપોર સર્કલ નજીક ટ્રકની અડફેટે મોપેડસવાર મહિલા કોન્સ્ટેબલનું મોત થયું છે. છ વર્ષથી પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલના મોતથી પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જોકે આ સમગ્ર મામલે ઈચ્છાપોર પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Surat Accident News
Surat Accident News
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 3:15 PM IST

સુરતમાં ટ્રકની અડફેટે મહિલા કોન્સ્ટેબલનું મોત

સુરત : શહેરના ઈચ્છાપોર સર્કલ નજીક ટ્રકની અડફેટે મોપેડસવાર મહિલા કોન્સ્ટેબલનું મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મહિલા કોન્સ્ટેબલનું નામ પ્રેમીલાબેન કમજીભાઈ નિનામા હતું. જેઓને હાલમાં જ ટ્રાફિક વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. ગઈકાલે તેઓ ડીસીપી ટ્રાફિક કચેરીએ મિટિંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારે જ કાળમુખી ટ્રકે ટક્કર મારતા પ્રેમીલાબેનનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ ઈચ્છાપોર પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે આ મામલે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા કોન્સ્ટેબલનું મોત : આ બાબતે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટર એ.સી.ગોહિલે જણાવ્યું કે, આ ઘટના ગઈકાલ સવારે 10:00 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં મૃતક મોપેડસવાર મહિલાનું નામ પ્રેમીલાબેન કમજીભાઈ નિનામા હતું. જેઓ 6-7 વર્ષથી પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા. ઈચ્છાપોર બાદ એમને ટ્રાફિક વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. અને ગઈકાલે ડીસીપી ટ્રાફિક કચેરીએ મિટિંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારે જ કાળમુખી ટ્રકે ટક્કર મારતા પ્રેમીલાબેનનું મોત નીપજ્યું હતું.

મહીસાગરની મહિલા : વધુમાં જણાવ્યું કે, પ્રેમીલાબેનના લગ્ન 10 વર્ષ પહેલા જ થયા હતા. તેમનો એક 9 વર્ષનો પુત્ર અને 7 માસની દીકરી પણ છે. તેઓ મૂળ મહીસાગર જિલ્લાના વતની હતા. હાલ અંતિમવિધિ માટે પ્રેમીલાબેનનો મૃતદેહ વતન મહીસાગર લઈ જવામાં આવ્યો છે. એક પ્રામાણિક અને કામ પ્રત્યે નિષ્ઠા ધરાવતા પ્રેમીલાબેનના અકસ્માતે મોતને લઈ પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અકસ્માત CCTV કેમેરામાં કેદ : સુરતના ઈચ્છાપોર સર્કલ નજીક ટ્રકની અડફેટે મોપેડ સવાર મહિલા કોન્સ્ટેબલનું મોત થયું છે. ત્યારે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સફેદ કલરની મોપેડ ઉપર મહિલા કોન્સ્ટેબલ પ્રેમીલાબેન જઈ રહ્યા છે. અને તેમની પાછળ જ ડમ્પર આવી રહ્યું છે. ડમ્પરચાલક બ્રેક મારવાના બદલે ટ્રકને ચલાવતા જઈ રહ્યો છે. બાદમાં ટ્રકચાલક મોપેડસવાર મહિલા કોન્સ્ટેબલને અડફેટે લઈ ફરાર થઈ જાય છે. પોલીસે હાલ આ સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ શરૂ કરી છે.

  1. Surat Multiple Accident : માંગરોળના પાલોદ ગામ નજીક ગોઝારો અકસ્માત, એકસાથે 10 વાહન એકબીજા પાછળ ઘુસ્યા
  2. Surat Accident News : સરકારી બસ અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.