ETV Bharat / state

કોવિડ-19ના સમયગાળા દરમિયાન 42થી 44 ટકા ઘરેલુ હિંસાના કોલ્સ મળ્યા - અભયમ

181 અભયમને વીતેલાં વર્ષ 2020 દરમિયાન સુરત શહેર-જિલ્લામાં મળેલા કોલની વિગત જોઇએ તો ઘરેલુ હિંસાના 3480, પાડોશી સાથેના ઝઘડાના 511, ટેલીફોનિક-મોબાઇલ દ્વારા હેરાનગતિના 251, વ્યસન આલ્કોાહોલ, ડ્રગ્સના વ્યસનીઓ દ્વારા હિંસા અને હેરાનગતિના 521 અને બાળલગ્ન બાબતના 03 કેસ મળી કુલ 4766 કોલ મળ્યાં હોવાનું 181 અભયમ દ્વારા જણાવાયું છે.

અભયમે બહુ કામ કરવું પડ્યુંઃ કોવિડ19ના સમયગાળા દરમિયાન 42થી 44 ટકા ઘરેલુ હિંસાના કોલ્સ મળ્યાં

author img

By

Published : Jan 1, 2021, 8:01 PM IST

  • 2020 દરમિયાન કુલ ઘરેલુ હિંસાના 18,440 કોલ
  • મહિલાઓને ઘરેલુ હિંસાના મામલામાં કરે છે મદદ
  • લોકડાઉન દરમિયાન મહિલાઓ સામેના અત્યાચાર વધ્યાં

સુરતઃ સુરત અભયમને વર્ષ 2015 થી વર્ષ 2020 દરમિયાન કુલ ઘરેલુ હિંસાના 18440, પાડોશી સાથેના ઝઘડાના 2461, ટેલીફોનિક/મોબાઇલ દ્વારા હેરાનગતિના 200, વ્યસન આલ્કોહોલ, ડ્રગ્સના વ્યસનીઓ દ્વારા હિંસા અને હેરાનગતિના 3118 અને બાળલગ્ન બાબતના 34 કેસ મળી આ પાંચ વર્ષ દરમિયાન કુલ 26,056 કોલ મળ્યાં છે. જેમાં મહિલાને મદદ મળે તેવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે.

મહિલાઓને તાત્કાલિક મદદ અને માર્ગદર્શન

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ દ્વારા કાર્યરત અભયમ હેલ્પલાઇનને દિનપ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. GVK EMRI દ્વારા અતિ આધુનિક ઈમરજન્સી સેન્ટર દ્વારા સંચાલન થઈ રહ્યું છે. કોઈ પણ પીડિત કે મુશ્કેલીઓનો સામનો કરી રહેલી મહિલાઓને તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને બચાવની સુવિધા મળી છે. જેથી મહિલાઓ આજે “અભયમ” ને એક હમદર્દ તેમજ 'સહેલી' તરીકે પોતાની આપવીતી જણાવી મદદ મેળવી રહી છે.

કોવિડ 19ના સમયગાળા દરમિયાન 42થી 44 ટકા જેટલું પ્રમાણ રહ્યુંં

સામાન્ય સમયમાં ઘરેલુ હિંસાના કોલ 24 થી 26 ટકા જેટલા રહેતાં હતાં, જે કોવિડ 19 ના સમયગાળા દરમિયાન 42 થી 44 ટકા જેટલું પ્રમાણ રહેવા પામ્યું હતું. લોકડાઉનના સમયમાં પણ ઈમરજન્સી કોલ સેન્ટર અને ફિલ્ડ સ્ટાફે 24 કલાક પોતાના જાનના જોખમ સાથે કોવિડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલાઓને સુરક્ષા પહોંચાડી ઉમદા કામગીરી કરી છે.

મહિલાઓ 24 કલાક મદદ માગી શકે

મહિલાઓને અભય વચન આપતી 'અભયમ 181 હેલ્પલાઇન' પર આવતા દરેક ફોનમાં કોઇ ને કોઇ મહિલાની તકલીફ છુપાયેલી હોય છે. કોઈ પણ પીડિત મહિલા સાથે થતી હિંસા (શારીરિક,જાતીય, માનસિક, આર્થિક તેમજ કાર્યના સ્થળે જાતીય સતામણી) લગ્નજીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, સોશિયલ મીડિયાના માધ્યમથી થતી હેરાનગતિ કે છેડતી અને રેપ કેસ, જાતીય તેમજ બાળજન્મને લગતી બાબતો માટે મહિલાઓ 24 કલાક મદદ માંગી શકે છે, સાથે અભયમ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી પણ આપે છે. એટલે જ અભયમ દરેક જરૂરિયાતમંદ મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ સાબિત થઈ છે.

કુટુંબ ભાવના કેળવવા પ્રેરિત કરવામાં આવે છે

મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર અભયમે કોરોનાકાળમાં પણ કોરોના વોરિયર તરીકે અવિરત સેવાઓ પુરી પાડી છે. પીડિત મહિલાઓ પાસે પહોંચી હૂંફ પુરી પાડી તેમના દુઃખમાં ભાગ લઈ હિંમત અને સધિયારો આપી ઝિંદાદીલીથી જીવવાનો અને મુશ્કેલીનો સામનો કરી કુટુંબ ભાવના કેળવવા પ્રેરિત કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.