સુરત : 2000ની નોટ એક ઓક્ટોબરથી પ્રતિબંધિત થઈ જશે. જેને લઇ લોકોની નોટબંધીની યાદો તાજા થઈ ગઈ છે, જેની પાસે 2000ની નોટો વધારે છે તેમની માટે ચોક્કસથી આ ચિંતાનો વિષય હોય શકે, પરંતુ 2000ની નોટ હોય અને ગોલ્ડની ખરીદી કરવા માટે તમે વિચારી રહ્યા છો તો સુરતના જ્વેલર્સ પણ 2000ની નોટ લેવા પહેલા એલર્ટ થઈ ગયા છે. સુરતમાં જ્વેલર્સ એસોસિએશને નક્કી કર્યું છે કે, 2000ની નોટો જો જ્વેલરી ખરીદી કરવા માટે લોકો આપશે તો તેઓ બે લાખથી વધુ રૂપિયા સ્વીકારશે નહીં. એટલું જ નહીં 2000ની નોટ આપનાર વ્યક્તિની સમગ્ર જાણકારી જ્વેલર્સ દ્વારા લેવામાં આવશે.
સંપૂર્ણ કેવાયસી જ્વેલર્સ દ્વારા લેવામાં આવશે : ગઈ વખતે જે નોટબંધી સમયે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તેને જોઈ આ વખતે જ્વેલર્સ પણ સતર્ક થઈ ગયા છે. ત્યારે નિયમ પ્રમાણે બે લાખ સુધીના કોઈપણ જ્વેલરી માટે જ્વેલર્સ કેસ પેમેન્ટ લેતા હોય છે અને ત્યાર પછીના પેમેન્ટ હોય તો ઓનલાઇન અથવા તો ચેકના માધ્યમથી તેઓ લઈ છે. ત્યારે આ વખતે કોઈપણ વ્યક્તિ જ્વેલર્સની દુકાનમાં 2000ની નોટો લઈને પહોંચશે અને જ્વેલરીની ખરીદી કરશે. તો તેનું સંપૂર્ણ કેવાયસી જ્વેલર્સ દ્વારા લેવામાં આવશે. કેટલી નોટો કઈ વ્યક્તિએ આપી છે તે અંગેની તમામ માહિતી મેળવવામાં આવશે. એટલું જ નહીં, આધારકાર્ડ અને પાનકાર્ડની પણ વિગતો જ્વેલર્સ દ્વારા લેવામાં આવશે. જેથી આગામી દિવસોમાં જો સરકાર તરફથી કોઈપણ જાણકારી જ્વેલર્સ પાસે મંગાવવામાં આવે તો તેઓ સહેલાઈથી આપી શકે.
2000ની નોટ અંગે જે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યાર પછી જ્વેલરી ઉદ્યોગમાં કોઈપણ હલચલ તો જોવા મળી રહી નથી અને બીજી બાજુ જો ગોલ્ડ અને ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો તે આંતરરાષ્ટ્રીય માર્કેટ દ્વારા નક્કી કરવામાં આવતો હોય છે. જોકે 2000ની નોટ થકી કોઈ ખરીદી કરવા માટે અમારી પાસે આવશે. તો અમે માત્ર બે લાખ સુધીની રકમ જ તેમની પાસેથી લઈશું અને આ નિયમ મુજબ રહેશે. - દિપક ચોકસી (જ્વેલર્સ)
વિગતો લેવામાં આવશે : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ જ્યારે 2000ની નોટ સાથે ખરીદી કરવા આવશે. તો તેમના નામ સાથે પાનકાર્ડ આધારકાર્ડ અને બેંકની વિગતો અમે લઈશું અને તેઓએ 2000ની કેટલી નોટો અમને આપી છે, ક્યારે આપી છે. આ તમામ પ્રકારની વિગતો અમે લખીને રાખીશું. જેથી આવનાર દિવસોમાં કોઈપણ પ્રકારની કવેરી આવે તો અમે આ અંગેની માહિતી સરકારને આપી શકીએ.
Yojana Bhawan: યોજના ભવનના બેઝમેન્ટમાંથી 2 કરોડથી વધુની રોકડ, 1 કિલો સોનું મળ્યું