ETV Bharat / state

Surat News: રેલવે સ્ટેશન દુર્ઘટનામાં મૃતકના પરિવારને સરકાર દ્વારા 10 લાખની સહાય અપાશે, અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરાઈ - ખંડવા

અત્યંત ચકચારી એવી સુરત રેલવે સ્ટેશન દુર્ઘટનામાં એક યુવકનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. સરકારે આ મૃતકના પરિવારને 10 લાખ રુપિયાની સહાય આપવાની તેમજ અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પણ શરુ કરવાની જાહેરાત કરી છે.

surat-10-lakhs-will-be-given-by-the-government-to-the-family-of-the-deceased-in-the-railway-station-accident-unreserved-festival-special-train-announced-darshna-jardosh-harsh-sanghavi

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 10:44 PM IST

સુરત: દિવાળી અને છઠપૂજા માટે સુરતથી પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન પહોંચેલા હજારોની સંખ્યામાં યાત્રીઓની એટલી મોટી ભીડ ભેગી થઈ ગઈ કે જેમાં એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. સફાળી જાગેલી સરકારે મૃતકના પરિવારને 10 લાખ રુપિયાની સહાય આપવાની તેમજ અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પણ શરુ કરવાની જાહેરાત કરી છે.

ઈટીવી ભારતે અહેવાલ રજૂ કર્યો હતોઃ સુરત રેલવે સ્ટેશને તાપી ગંગા એક્સપ્રેસ ટ્રેનની કેપેસિટી 1700 પેસેન્જર્સની છે. તેની સામે આ ટ્રેનમાં 5000 પેસેન્જર્સે પ્રવાસની કોશિશ કરી હતી. આ દરમિયાન ઘણી અવ્યવસ્થા સર્જાઈ હતી. ભીડ એટલી ભેગી થઈ ગઈ હતી કે પેસેન્જર્સના શ્વાસ રુંધાવા લાગ્યા હતા. ઈટીવી ભારતે આ બાબતે અહેવાલ રજૂ કર્યો હતો. જો કે સરકારે તે સમયે કોઈ પગલા ભર્યા નહીં. હવે જ્યારે દુર્ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નિપજ્યું છે ત્યારે સરકારે મૃતકના પરિવારને 10 લાખ રુપિયાની સહાય આપવાની તેમજ અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પણ શરુ કરવાની જાહેરાત કરી છે.

મૃતક અંકિત સિંહઃ સુરતમાં રત્નકલાકાર તરીકે અંકિત સિંહ રોજગારી રળતો હતો. તેના મોટાભાઈ રામપ્રકાશ સાથે તે વતન જવા નીકળ્યો હતો. જો કે આ સફર તેની આખરી સફર બની ગઈ હતી. પેસેન્જર્સની ભીડ એટલી હતી કે અંકિત સિંહનો શ્વાસ રુંધાઈ ગયો અને તે રેલવે સ્ટેશન પર જ મૃત્યુ પામ્યો હતો. તેના ભાઈ રામપ્રકાશ સહિત અન્ય ઘાયલ પેસેન્જર્સને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશે મૃતકના મોટાભાઈ અને અન્ય ઘાયલ પેસેન્જર્સને રુબરુ મળીને સાંત્વના પાઠવી હતી.

અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન્સઃ ઉધના-દાનાપુર અનરિઝર્વ્ડ સ્પેશિયલ [2 ટ્રીપ]ટ્રેન નંબર 09187 ઉધના - દાનાપુર અનરિઝર્વ્ડ સ્પેશિયલ 11 નવેમ્બર, 2023 શનિવારના રોજ ઉધનાથી 18.00 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે એટલે કે સોમવારે સવારે 00.30 કલાકે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09188 દાનાપુર – ઉધના અનરિઝર્વ્ડ સ્પેશિયલ 13 નવેમ્બર, 2023 સોમવારના રોજ 04.45 કલાકે દાનાપુરથી ઉપડશે અને બીજા દિવસે 11.30 કલાકે ઉધના પહોંચશે.આ ટ્રેન બંને દિશામાં નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને અરાહ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.આ સાથે પશ્ચિમ રેલવે વિવિધ સ્થળો માટે 47 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની લગભગ 400 ટ્રિપ્સ ચલાવી રહી છે, જેનો લાભ 7 લાખથી વધુ મુસાફરોને મળશે.

  1. Surat News: રેલવે સ્ટેશન દુર્ઘટનાનો મૃતક અંકિત સિંહ સુરતમાં રત્નકલાકાર હતો, હર્ષ સંઘવીએ રેલવે સ્ટેશન પર કરી ઈમરજન્સી મીટિંગ
  2. Surat News: 48 કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ મુસાફરોને ટ્રેનમાં જગ્યા ન મળી, કોઈ બારીમાં તો કોઈ શૌચાલયમાં બેસવા મજબૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.