આવતીકાલથી શહેરીજનો માટે ચાની ચૂસકી મોંઘી પડી જશે. કારણ કે સાઉથ ગુજરાતની મોટી ડેરી કંપની સુમુલ ડેરીએ સુમુલ ગોલ્ડ અને તાજા દૂધમાં પ્રતિલીટર બે રૂપિયાનો ભાવ વધાર્યો છે. હાલ સામાન્ય વર્ગ માટે પડયા પર પાટું સમાન સ્થિતી છે. ત્યારે સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ઘાસચારાણી અછત અને દૂધની તંગીના પગલે ભાવ વધારાનો નિર્ણય લેવાયો છે.
અમુલ ગોલ્ડ પાસસ્ચ્યુરાઈઝ્ડ ફૂલ ક્રીમ દૂધ 500 મી.લી. 29 રૂપિયા તો અમુલ ગોલ્ડ 6 લીટર 336 રૂપિયા જ્યારે અમુલ શક્તિ પાસ્ચ્યુરાઈઝ્ડ સ્ટાન્ડરડાઈઝ દૂધ 500 મી.લી. 26 રૂપિયા 50 પૈસાનો ભાવ થયો છે. અમુલ તાજા પાસ્ચ્યુરાઈઝ્ડ ટોન્ડ દૂધ - 500 મી.લી. 22 રૂપિયાનો વધારો કરાયો છે. જો કે સુમુલ ગાયના દૂધમાં વધારો નહિવત છે. સુમુલ ડેરી પ્રમાણે કમોસમી વરસાદને કારણે દૂધના ઉત્પાદનમાં 12 ટકાનો ઘટાડો પણ થયો છે.