સુરત: શહેરના SMC આવાસમાં રહેતી 23 વર્ષીય પાયલ સસ્તા અનાજની દુકાનમાં કામ કરી પરિવારને મદદરૂપ થતી હતી. ત્રણ બહેનો પૈકી મોટી બહેન અને નાની બહેનના લગ્ન થઈ ગયા પરંતુ શ્યામ વર્ણ હોવાથી યુવતીના લગ્ન નહીં થતાં યુવતીએ સુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા(Suicide case in Surat) કરી લીધી છે.
આ પણ વાંચોઃ માતાએ કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાને આપ્યો અંજામ, જાણીને ચોંકી જશો...
ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતી - પાયલ સસ્તા અનાજની દુકાનમાં કામ કરી પરિવારને મદદરૂપ થતી હતી. પાયલના પિતા લોન્ડરીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પિતા સુરેશ કનોજીયા યુપીના રહેવાસી છે તેમની દીકરીઓ છે જેમાંથી મોટી તેમજ નાની દીકરીના લગ્ન થઈ ગયા હતા પરંતુ પાયલ શ્યામવર્ણી હોવાથી તેના લગ્ન થયા નહોતા. જેના કારણે પાયલ ઘણા સમયથી માનસિક તણાવમાં આવી ગઈ હતી.
આ પણ વાંચોઃ Death by Suicide in Surat : સુરતમાં પુત્રને ઝેર પાઇ માતાની આત્મહત્યાની ઘટના, જાણો તપાસમાં શું જાણવા મળ્યું?
સુસાઇડ નોટ પણ મળી આવી - ત્રણ બહેનો પૈકી મોટી બહેન અને નાની બહેનના લગ્ન થઈ ગયા હતા પરંતુ શ્યામ વર્ણના હોવાથી પાયલના લગ્ન ન થતાં તેણે ઘરે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પાયલએ આત્મહત્યા પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી. પાયલએ નોટમાં લખ્યું હતું કે વ્યક્તિ નથી અને પોલીસને બોલાવતા નહીં.