ETV Bharat / state

સુરત સિવિલ હોસ્પિટલના ડૉકટરો બાળકી માટે બન્યા ભગવાન !

author img

By

Published : Oct 17, 2019, 3:33 PM IST

Updated : Oct 17, 2019, 3:40 PM IST

સુરતઃ કહેવાય છે કે, જ્યારે માનવ શરીરના ઘડામણમાં માટી વધુ મૂકાય ત્યારે માણસ વધારાના અંગ સાથે જન્મે છે. જેની સાથે જીવવામાં મનુષ્યને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ભગવાની ખામીને ભરવા માટે લોકો ડૉક્ટર રૂપી ભગવાન પાસે જાય છે. સુરતમાં પણ આવી જ એક ઘટના બની. જેમાં સુરતના સિવિલ સર્જન ઉત્તર પ્રેદશમાં બે માથા સાથે જન્મેલી બાળકી માટે ભગવાન રૂપ સાબિત થયા.

સુરત

29 ઓક્ટોબરે સંતોષી મિશ્રાને ત્યાં બે માથાવાળી દીકરીને જન્મ થયો. જેને જોઈ પરીવારમાં ખુશીની વર્ષા થવાને બદલે ચિંતાના વાદળ ઘેરાયા. બાળકીની ચિંતા સતાવવા લાગી, અને તેના માતા-પિતા ઓપરેશન માટે વિવિધ હૉસ્પિટલની મુલાકાત લેવા લાગ્યાં. તે દરમિયાન કોઈએ તેમને લખનઉ સિવિલ હૉસ્પિટલમાં જવા કહ્યું. પણ ત્યાં ડૉક્ટરોએ બાળકીનું ઓપરેશન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. પરંતુ પરિવારે હાર ન માની અને ગમે તે રીતે બાળકીનું ઓપરેશન કરાવવાનું નક્કી કર્યુ.

ઓપરેશન માટે મિશ્રા પરીવારે સંબંધીઓ પાસેથી મદદ લેવાની શરૂ કરી. તે દરમિયાન સુરતમાં રહેતાં પ્રતાપ મિશ્રાને બાળકીની સ્થિતિ વિશે વાત કરી.ત્યારે તેમણે બાળકીને લઈ સુરત આવવા કહ્યું, અને તેઓ બાળકી લઈ સુરત આવ્યાં.

બે માથાવાળી બાળકીની સર્જરી સુરત સિવિલ હૉસ્પિટલમાં સફળ થઈ

5મી ઓક્ટોબરે સુરત સિવિલ હૉસ્પિટલના સર્જન ડૉ જીગરની સલાહ લીધી. જેમાં ડૉક્ટરે ઓપરેશનમાં 5 ટકા જોખમ હોવાનું જણાવ્યુ. ત્યારબાદ પરિવારે બાળકીનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધો, અને બે માથાવાળી બાળકીની સફળ સર્જરી કરી. 6 કલાકની સર્જરીનું પરિણામ એક ઘરને નવા ચિરાગ સ્વરૂપે મળ્યું અને ડૉક્ટરે પૈસાથી વધુ પરિવારની ખુશીઓને પ્રાધાન્ય આપ્યુ. બાળકીને જીવતદાન મળતાં પરિવારમાં હરખનો પાર રહ્યો નથી.

Intro:સુરતઃ નવી સિવિલ હોસ્પિટલ ના તબીબો એ ફરી એ વખત લોકો ને આશ્ચર્યમાં મૂકી દીધા છે. સુરત ઇતિહાસ માં પ્રથમ વાર બે બે માથા સાથે જન્મ લેનાર બાળકી પર સફળ સર્જરી કરવામાં આવી છે.ઉત્તર પ્રદેશ ના અયોધ્યામાં બે માથા સાથે જન્મ લેનાર બાળકી પર સફળ સર્જરી સુરત ના સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે અને બાળકીને હાલ એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું છે. સિવિલ ના તબીબો દ્વારા બે માથાવાળી બાળકીની સર્જરી કરી એક માથાને છૂટું કરવામાં આવ્યું હતું. 

Body:સુરત સિવિલ હોસ્પિટલ ના તબીબો  ઉત્તર પ્રદેશના અયોધ્યાથી આવેલ મિશ્રા પરિવાર ની દીકરી માટે ભગવાન બની ગયા છે. 29 સેટેમ્બર ના રોજ સંતોષીકુમારી રાહુલકુમાર વિજયકુમાર મિશ્રાએ બે માથાવાળીબાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ લખનૌ સિવિલ હોસ્પિટલમાં બાળકીને રીફર કરાઈ હતી. જોકે, ડોક્ટરોએ બે માથાની બાળકીની સર્જરી કરવાની ના પાડી દીધી હતી. પરિવાર ચિંતાતુર થતા સુરત રહેતા દિયર પ્રતાપ નારાયણ મિશ્રાની મદદ મંગાઈ હતા.

બાળકી ની સ્થિતિ જાણી ને પ્રતાપે બાળકી સાથે ભાઈ-ભાભીને સુરત બોલાવ્યા હતા. ત્યારબાદ 5મી ઓક્ટોબરે સુરત સિવિલ હોસ્પિટલમાં સર્જન ડો.જીગરની સલાહ બાદ બાળકીને દાખલ કરી હતી.સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ 5 ટકાના જોખમ પર ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું.  ડોક્ટરોએ બે માથાવાળીબાળકીની સર્જરી કરી એક માથું છૂટું કર્યું હતું. આ સર્જરી 6 કલાક ચાલી હતી. 

Conclusion:સુરત સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા પ્રમાણે સુરત ના ઇતિહાસમાં પ્રથમ સર્જરી કરવામાં આવી હાલ 3.5 કિલોની બાળકીને એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. સર્જરી કરનાર ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં આવી સર્જરીમાં 5 લાખનો ખર્ચ થાય છે. એમાં પણ બાળકના જીવનું જોખમહોય છે અને બાળકના બચવાનો ચાન્સ 5 ટકા જ હોય છે.

બાઈટ : ડૉ જીગર
બાઈટ : રાહુલ મિશ્રા (પિતા)
Last Updated : Oct 17, 2019, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.