સુરત: યુક્રેન, ફિલિપાઇન્સ અને અન્ય દેશોમાં ભણી રહેલા મેડીકલના છાત્રો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે ઇન્ટર્નશીપ કરવા માટેની એપોર્ચ્યુનિટી આપવામાં આવશે. આ જ માંગને લઈ વિદ્યાર્થીઓના વાલીઓ કાર્યક્રમમાં પહોંચી ગયા હતા.
તબીબો દ્વારા આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા આરોગ્ય પ્રધાન: સુરત શહેરના સરદાર ભવન ખાતે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ તબીબો સાથે વાત હાથ દરિયો હતો કેન્દ્રીય પ્રધાન દ્વારા તબીબોના અનેક પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. વિદ્યાદીપ યુનિવર્સિટી અને લાઈફ મોલ્ડીંગ એકેડમી તેમજ સુરતના તબીબો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તબીબો સિવાય ઘણા મેડિકલના વિદ્યાર્થીઓના વાલીઓ પણ હાજર હતા. 2021 માં સરકાર દ્વારા ગેજેટ બહાર પાડવામાં આવ્યો હતો અને નિયમમાં પ્રમાણે વર્ષ 2019 થી લઈ 2021 વચ્ચે જે વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સ મેડિકલ અભ્યાસ માટે ગયા હતા તેમને પરીક્ષાઓમાં બેસવા નહીં દેવા અંગે નિર્ણય લેવાયો હતો. વિદ્યાર્થીઓને વાલીઓ આ નિર્ણયના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી સરકારને રજૂઆત કરી રહ્યા છે ગુજરાતમાં આશરે 3000 જેટલા આવા વિદ્યાર્થીઓ છે વાલીઓની માંગ હતી કે ગેજેટમાં એક વખત તમામ વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવે.
ઇન્ટર્નશીપ કરવા માટેની એપોર્ચ્યુનિટી: વાલીઓએ હાથમાં અરજી લઈ મનસુખ માંડવીયા સામે રજૂઆત કરવા લાગ્યા હતા. મનસુખ માંડવીયાએ તેમની વાત માની જણાવ્યું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેન કે અન્ય દેશોની અંદર પણ ભણવા ગયા હતા અને કોવિડ દરમિયાન વિદ્યાર્થીઓને ભારત પરત આવવું પડ્યું હતું તેને ઇન્ટર્નશીપ કરવા માટેની એપોર્ચ્યુનિટી આપવામાં આવશે. આ ઉપરાંત એફએમજી એક્ઝામની અંદર બેસવા દેવામાં આવશે.
'મેડિકલના છાત્રો આવનાર દિવસોમાં અન્ય દેશોમાં સેવા કરી શકે ત્યારે તેમની માંગણી હશે તો તેમના ભણતરમાં એક વિદેશી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવશે. હાલ અનેક નર્સિંગ કોલેજમાં પાંચ જેટલી વિદેશી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી બાજુ દેશના વિદ્યાર્થીઓને વિદેશ જઈ મેડિકલનું ભણતર ન કરવું પડે આ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને સીટો વધારવામાં આવશે.' -મનસુખ માંડવીયા, આરોગ્ય પ્રધાન