ETV Bharat / state

વિદ્યાર્થીને સ્પામાં અન્ય યુવતી સાથે સંબંધ બાંધવો પડ્યો ભારે, મિત્રોએ આ રીતે કર્યો પરેશાન - પુણાગામ પોલીસ સ્ટેશન

સુરત: ડાયમન્ડ સીટી સુરત હાલ ક્રાઇમ સીટી તરીકે ઓળખાય રહ્યું છે, કારણ કે, દિવસે ને દિવસે શહેરમાં ક્રાઇમના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીને સ્પામાં લઇ ગયા બાદ શરીરસંબંધનો વીડિયો બનાવી તેના જ મિત્રોએ 8.70 લાખ પડાવી લીધા હતા. ધો-10માં ભણતા એકના એક પુત્રએ પિતાએ બચાવેલી પુંજીની ચોરી કરી ત્રણ મિત્રોના હવાલે કરવી પડી હતી. બાદમાં આખો મામલો બહાર આવતા પિતાએ પુણાગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ત્રણ યુવકોની ધરપકડ કરી હતી.

મિત્રોએ મોબાઈલ ક્લીપ ઉતારી કર્યો બ્લેકમેલ
author img

By

Published : Sep 23, 2019, 4:08 PM IST

મૂળ અમરેલીના વતની અને સુરતમાં પુણા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય શ્રમજીવી વરાછા ખાતે હીરા ઘસવાની સરણને પોલીશ કરવાનું કામ કરે છે. જેમને મજૂરીમાંથી ત્રણ વર્ષથી બચાવેલા 8.70 લાખ પોતાના ઘરમાં તિજોરીના ખાનામાં તેની વિગતો સાથેની ચીઠ્ઠી લખીને રાખ્યા હતા. તે દરમિયાન ત્રણ દિવસ અગાઉ ધોરણ-10માં ભણતા તેમના એકના એક પુત્રની સ્કુલ બેગમાંથી તેમને મુકેલી પૈસાની વિગતો લખેલી ચિઠ્ઠી મળતા તેમણે તિજોરી ચેક કરતા ત્યાં પૈસા નહોતા.

મિત્રોએ મોબાઈલ ક્લીપ ઉતારી કર્યો બ્લેકમેલ

પુત્રને આ અંગે પુછતા તેણે કરેલા ઘટસ્ફોટથી તે સમસમી ગયા હતા. પુત્રએ કહયું કે, મારા ત્રણ મિત્રોએ પૈસા પડાવી લીધા છે. એક મિત્ર મારફત બે તરુણ સાથે પરિચય થયા બાદ તેઓ મોજશોખ માટે સ્પામાં જતા હતા, ત્યારે એક યુવતી સાથે શરીરસબંધ બાંધ્યો હતો. આ પળનો એક વીડિયો એક મિત્રએ મોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં વીડિયો પિતા-પરિવારને બતાવી વાયરલ કરવાની ધમકી આપીને બ્લેઇમેઇલ કરી પૈસા માંગવા લાગ્યા હતા. આથી તિજોરીમાંથી પૈસા ચોરી મિત્રોને આપી દીધા હતા.

આટલા પૈસા લીધા બાદ પણ એક મિત્રએ તે સ્કૂલે જતો હતો ત્યારે રસ્તામાં રોકી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પુત્રની કેફીયત બાદ શ્રમજીવી પિતાએ પુત્રના ત્રણેય મિત્રો વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા 20 વર્ષીય ધ્રુવ અધેરા અને બે સગા ભાઇઓ દેવ અને જય પરમારની ધરપકડ કરી હતી. ત્રણેય મિત્રો શ્રમજીવીના પુત્ર જેવા તરુણને ભોળવી પૈસા પડાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલમાં આ બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Intro:સુરત : વિદ્યાર્થીને સ્પામાં લઇ ગયા બાદ શરીરસબંધનો વિડીયો બનાવી તેના જ મિત્રોએ 8.70 લાખ પડાવી લીધા. જે પિતાએ હીરા ઘસી જમા કરેલી પૂંજી ધો-10 માં ભણતા એકના એક પુત્રએ પિતાએ બચાવેલી પુંજીની ચોરી કરી ત્રણ મિત્રોના હવાલે કરવી પડી હતી.બાદમાં આખો મામલો બહાર આવતા પિતાએ પુણાગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ ના આધારે ત્રણ યુવકોની ધરપકડ કરી લીધી..

Body:સુરતમાં હીરા ઘસવાની સરણને પોલીશ કરવાનું કામ કરતા શ્રમજીવીએ ટુકડે ટુકડે બચાવેલા 8.70 લાખ ઘરમાંથી ગાયબ થઈ જતા અને ધોરણ 10 માં અભ્યાસ કરતાં એકના એક 15 વર્ષીય પુત્રની સ્કુલ બેગમાંથી એક ચિઠ્ઠી મળી આવતા શ્રમજીવી પરિવાર ચોકી ઉઠ્યું હતું અને તેમના દીકરાની પુછપરછમાં પુત્રએ ઘટસ્ફોટ કર્યો હતો કે, સ્પામાં મિત્રો સાથે જઈ શારીરિક સંબંધ બાંધ્યો તેનો વિડીયો ત્રણ મિત્રોએ બનાવીને બ્લેકમેઇલ કરી પૈસા પડાવી લીધા હતા....

મૂળ અમરેલીના વતની અને સુરતમાં પુણા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય શ્રમજીવી વરાછા ખાતે હીરા ઘસવાની સરણને પોલીશ કરવાનું કામ કરે છે. જેમને મજુરીમાંથી ત્રણ વર્ષથી ટુકડે-ટુકડે બચાવેલા 8.70 લાખ તેમણે પોતાના ઘરમાં તિજોરીના ખાનામાં તેની વિગતો સાથેની ચીઠ્ઠી લખીને રાખ્યા હતા. તે દરમિયાન ત્રણ દિવસ અગાઉ ધોરણ-10 માં ભણતા તેમના એકના એક પુત્રની સ્કુલ બેગમાંથી તેમને મુકેલી પૈસાની વિગતો લખેલી ચિઠ્ઠી મળતા તેમણે તિજોરી ચેક કરતા ત્યાં પૈસા નહોતા. પુત્રને આ અંગે પુછતા તેણે કરેલા ઘટસ્ફોટથી તે સમસમી ગયા હતા. પુત્રએ કહયું કે, મારા ત્રણ મિત્રોએ પૈસા પડાવી લીધા છે. એક મિત્ર મારફત બે તરુણ સાથે પરિચય થયા બાદ તેઓ મોજશોખ માટે સ્પામાં જતા હતા. ત્યારે એક યુવતી સાથે શરીરસબંધ બાંધ્યો હતો. આ પળનો એક વિડીયો એક મિત્રએ મોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં વિડીયો પિતા-પરિવારને બતાવી વાયરલ કરવાની ધમકી આપીને બ્લેઇમેઇલ કરી પૈસા માંગવા લાગ્યા હતા. આથી  તિજોરીમાંથી પૈસા ચોરી મિત્રોને આપી દીધા હતા....

Conclusion:આટલા પૈસા લીધા બાદ પણ એક મિત્રએ તે સ્કૂલે જતો હતો ત્યારે રસ્તામાં રોકી ચપ્પુ બતાવી હજુ પણ તારે પૈસા આપવા પડશે ,નહીં તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. પુત્રની કેફીયત બાદ શ્રમજીવી પિતાએ પુત્રના ત્રણેય મિત્રો વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે પોલીસે એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા 20 વર્ષીય ધુ્રવ અધેરા અને બે સગા ભાઇઓ દેવ અને જય પરમારની ધરપકડ કરી હતી. ત્રણેય મિત્રો શ્રમજીવીના પુત્ર જેવા તરૃણને ભોળવી પૈસા પડાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.હાલમાં આ બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે...

બાઈટ :- પી એલ ચૌધરી ( એસીપી,સુરત પોલીસ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.