ETV Bharat / state

હજીરા ખાતે તૈયાર થશે 60 હજાર કરોડના ખર્ચે સ્ટીલ પ્લાન્ટ જેના કારણે બુલેટ ટ્રેન બનશે આત્મનિર્ભર - National Steel Policy of Govt

ગુજરાતના સુરત જિલ્લાના હજીરામાં સ્ટીલ અગ્રણી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના ફ્લેગશિપ પ્લાન્ટના વિસ્તરણ પ્રોજેક્ટના ભૂમિ પૂજન નિમિતે વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લાન્ટમાં (Steel plant will be prepared at Hazira) તૈયાર સ્ટીલથી બુલેટ ટ્રેન આત્મનિર્ભર (Bullet Train become Self Sufficient) બનશે. આ સ્ટીલ પ્લાન્ટના કારણે વિશ્વ બજારમાં ભારતનું સ્ટીલ પોતાની જગ્યા બનાવશે.

સુરતના હજીરા ખાતે તૈયાર થશે 60 હજાર કરોડના ખર્ચે સ્ટીલ પ્લાન્ટ જેના કારણે બુલેટ ટ્રેન બનશે આત્મનિર્ભર

author img

By

Published : Oct 28, 2022, 8:21 PM IST

સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સુરત જિલ્લાના હજીરા (Hazira of Surat district) ખાતે સ્ટીલ અગ્રણી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના ફ્લેગશિપ પ્લાન્ટના (Flagship plant of Nippon Steel India) વિસ્તરણ પ્રોજેક્ટના 'ભૂમિ પૂજન'માં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી. આ પ્લાન્ટમાં તૈયાર સ્ટીલથી બુલેટ ટ્રેન (Bullet Train become Self Sufficient) દોડશે. એટલું જ નહીં 60 હજાર કરોડના ખર્ચે તૈયાર આ પ્લાન્ટના કારણે 60 હજાર લોકોને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે રોજગાર મળશે.

સરકારની રાષ્ટ્રીય સ્ટીલ નીતિ માટે નોંધપાત્ર બુસ્ટ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS ઈન્ડિયા) આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ, વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો તેના હજીરા પ્લાન્ટમાં ક્રૂડ સ્ટીલની ક્ષમતાને (Crude steel capacity at Hazira plant) વાર્ષિક 9 મિલિયન ટન (MTPA)થી વધારીને 15 MTPA કરશે. આ વધેલી સ્ટીલ ઉત્પાદન ક્ષમતા સરકારની રાષ્ટ્રીય સ્ટીલ નીતિ (National Steel Policy of Govt) માટે નોંધપાત્ર બુસ્ટ રજૂ કરે છે. જે વધતી અર્થવ્યવસ્થામાં 2030 સુધીમાં સ્થાનિક ક્ષમતાને બમણી કરીને 300 MTPA કરવાની કલ્પના કરે છે.

ભવિષ્ય માટેના દ્વાર પણ ખુલી રહ્યા છે વિડીયો સંદેશના માધ્યમથી વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તમામ ને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવું છું. નવા વર્ષમાં તમને તમામને ટેક્નોલોજીની મદદથી મળવાનો મોકો મળ્યો હતો. તમામનું નવું વર્ષ ખૂબ સારું જાય તેવી શુભેચ્છા પ્લાન્ટના માધ્યમથી માત્ર ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું નથી. ભવિષ્ય માટેના દ્વાર પણ ખુલી રહ્યા છે. દેશ વિદેશના યુવાઓ માટે રોજગારના અવસર વધશે. સ્ટીલ સેકટર મજબૂત થાય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થાય છે. સ્ટીલ સેકટર આગળ વધે છે તો રોડ રસ્તા સહિત ટ્રાન્સપોર્ટ પણ આગળ વધે છે. અત્યાર સુધી આપણે આયર્ન એરપોર્ટ કરીને જ સંતોષ માનતા હતા.આ સ્ટીલ પ્લાન્ટના કારણે વિશ્વ બજારમાં ભારતનું સ્ટીલ પોતાની જગ્યા બનાવશે. આ ટેક્નોલોજી ઇલેક્ટ્રિક વેહિકલ ક્ષેત્રમાં તેમજ અન્ય ક્ષેત્રમાં ખૂબ કામ લાગશે.

સ્ટીલ ઇન્ડસ્ટ્રીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે સરકાર કટિબદ્ધ દુનિયા અત્યારે ભારત સામે ખૂબ આશા ભરી નજરે જોઈ રહી છે. ભારત અત્યારે આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહ્યું છે. ભારત સરકાર આ બાબતે પોલિસી બનાવી રહી છે. ઘણી દૂરદ્રષ્ટિ વાળી પોલીસી સરકાર બનાવી રહી છે. સરકાર જી PLI સ્કીમથી વિસ્તરણના નવા રસ્તા તૈયાર થયા છે. INS વિક્રાંતનું ઉદાહરણ આપણી સામે જ છે. પહેલા આપણે અન્ય દેશો પર નિર્ભર હતા, પરંતુ હવે તેને બદલવા માટે આપણે આત્મનિર્ભર બનવાની જરૂર હતી. ભારતની સ્ટીલ ઇન્ડસ્ટ્રીસે આ ચુનોતી સ્વીકારી લીધી હતી. ભારતે અસંખ્ય મેટ્રિક ટન સ્ટીલનું ઉત્પાદન કરીને INS વિક્રાંત બનાવ્યું હતું. 154 લાખ ટન ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન કરીયે છીએ. આગળના વર્ષોમાં 300 લાખ ટન ઉત્પાદન કરીશું. એક તરફ ક્રૂડ સ્ટીલ ઉત્પાદનની ક્ષમતા વધારી રહ્યા છીએ. એવી ટેક્નોલોજી પણ લાવી રહ્યા છે કે કાર્બનનું ઉત્પાદન ઓછું કરે. ઉત્પાદિત કાર્બનનો રી યુઝ કરે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે સરકાર કટિબદ્ધ છે.

60 હજાર લોકોને રોજગારી મળશે કંપનીના માલિક અને વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાંથી એક લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, હાલ ભૂમિપૂજનમાં તો વડાપ્રધાન હાજર રહી શક્યા નથી. પરંતુ પ્લાન્ટ તૈયાર થઈ જાય ત્યારે શરૂ કરવા નરેન્દ્ર મોદી આવશે તેવી આશા છે. અહીં બનાવવામાં આવેલ સ્ટીલનો ઉપયોગ ગતિશક્તિ ટ્રેનમાં પણ કરવામાં આવશે. અમને અહીંની સરકાર તરફથી ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. ગુજરાતે જે પ્રમાણે કોવિડ મેનેજમેન્ટ કર્યું તેના માટે ખૂબ અભિનંદન આપું છું. અહીં અમે 60 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીશું. આગામી વર્ષોમાં પણ વધુ ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન છે. આનાથી 60 હજાર લોકોને રોજગારી મળશે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, બે ચાર દિવસમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. અનેક ટિકિટ વાંછૂતો સીએમ પાસે ઈચ્છા રાખી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પણ તેઓએ આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે.

2022માં વધીને 77 કિલોની જરૂરિયાત કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા એ વિડીયો મેસેજ થકી શુભેચ્છા પાઠવી અને વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, વર્ષ 2013-14 માં ભારતમાં પ્રતિ વ્યક્તિ દીઠ સ્ટીલની જરૂરિયાત 56 કિલો હતી. 2022માં વધીને 77 કિલોની જરૂરિયાત છે. ભવિષ્યમાં 228 કિલોગ્રામથી વધુની જરૂરિયાત થશે. ભારતે ઉત્પાદન ક્ષમતા વધારીને 155 લાખ ટન કરી છે. AMNS દ્વારા પણ 9 લાખ ટનથી વધારી 15 લાખ ટન કરી રહી છે. ગુજરાત અને ઓરિસ્સામાં આ ઉદ્યોગ વધી રહ્યો છે. આ ઉત્પાદન ક્ષમતા વધવાથી ભારત વિશ્વ સ્તરે સ્ટીલ ક્ષેત્ર સ્પર્ધામાં વધુ આગળ આવશે. નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. જ્યારે આપણે શતાબ્દી વર્ષ માનવીશું ત્યારે ભારત પોતાના પગ પર ઉભું હશે.

70 હજાર કરોડનું ટર્ન ઓવર જેટલો ફાળો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નવા વર્ષની શરૂઆતમાં તેનું ભૂમિપૂજન થઈ રહ્યું છે. તે નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની વાત સાકાર કરશે. આ નવા પ્લાન્ટ થી 60 હજાર જેટલી રોજગારી ઉભી થશે. તેમજ સ્ટીલ ઉત્પાદનમાં પણ ગુજરાત મોખરે રહેશે. 8.66 લાખ પર ઉત્પાદન ક્ષમતા પર પહોંચી છે. 70 હજાર કરોડનું ટર્ન ઓવર જેટલો ફાળો આ ઇન્ડસ્ટ્રી આપે છે. ખાસ સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવા પર વડાપ્રધાન એ બહાર મુક્યો છે. આપણું રાજ્ય મોખરાનું રાજ્ય બને તેવી તેમની નેમ છે. ગુજરાતમાં સફળ પોલીસ બનાવીને તેનું નેતૃત્વ કર્યું છે. વડાપ્રધાન દ્વારા અનેક બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓ શરૂ કરવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાત જેવી સમિટને કારણે ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું છે. દેશના GDPમાં 8 ટકાથી વધુનું યોગદાન ગુજરાત આપે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.