ETV Bharat / state

ખાતર કૌંભાડ મામલે સુરતનાં ખેડૂતોમાં આક્રોશ, GSFCનું પૂતળા દહન કર્યું

author img

By

Published : May 14, 2019, 5:52 PM IST

સુરતઃ GSFC દ્વારા વેચવામાં આવતા ખાતરના જથ્થામાં કટકી કરવામાં આવે છે. ખેડુતો સાથે છેતરપીંડી કરી કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. મામૂલી કારણ આપીને કંપની સત્તાધીશોએ હાથ ખંખેરી લીધા છે. જેના કારણે સુરતના ખેડૂતોમાં ભારે આક્રોશ ઉભો થયો છે. આજે ખેડૂતોએ સરકાર સામે સુત્રોચ્ચાર કરી GSFCનું પૂતળું બાળ્યું હતું.

ખાતર કૌંભાડ મામલે સુરતનાં ખેડૂતોમાં આક્રોશ

રાજ્ય સરકારની માલિકીની GSFC કંપનીની સરદાર ડીએપી ખાતરની પ્રતિ ગુણમાં 500થી 600 ગ્રામ ઓછુx ખાતર વેચવામાં આવે છે. આ છેતરપીંડી સામે આવ્યા પછી ખેડૂતોમાં રોષ ભભુકી રહ્યો છે. ખાતરની ઘટ પાછળ કંપની એવુ કારણ અપાયું છે કે, ભેજના કારણે બોરીમાં વજન ઓછું થયું હોઈ શકે. જે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે.

ખાતર કૌંભાડ મામલે સુરતનાં ખેડૂતોમાં આક્રોશ

તપાસ થાય ત્યાં સુધી સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સહકારી મંડળીમાં રહેલો જથ્થો વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જથ્થો બદલતા તંત્રને સાત દિવસ થશે. આ દરમિયાન જો ખેતીમાં ખાતર નાંખવામાં નહીં આવે તો પાક નિષ્ફળ જઈ શકે છે. જેથી ખેડૂતોને લાખો રુપિયાનું નુકસાન થવાની સંભાવના છે.

એક બાજુ ખાતર વેચાણમાં આટલો મોટો ભ્રષ્ટાચાર અને ઉપરથી બીજો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આટલી બધી વાર. તંત્રની આ લાપરવાહી સામે સુરતના ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આજરોજ ખેડૂતોએ ભેગા થઈ રાજ્ય સરકારની વિરુધ્ધમાં સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ GSFC કંપનીના પૂતળાનું દહન કરી પોતનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

R_GJ_05_SUR_1MAY_05_PUTALA_DAHAN_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : રાજ્ય સરકારની માલિકીની કંપની જીએસએફસી દ્વારા સરદાર ડીએપી ખાતરની પ્રતિ બોરી માં   ચારસોથી પાંચસો ગ્રામ ઓછું આપવામાં આવતું હોવાની ઘટના બાદ ખેડૂતોમાં ભભૂકતો રોષ જોવા મળી  રહ્યો છે. કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભેજ ના કારણે બોરી માં વજન ઓછું થયું હોવાની શક્યતા છે.જેની તપાસ પણ કરવામાં આવી રહી છે.સુરત ના જહાંગીરપુરા મુકામે આવેલ ખાતર નું વેચાણ કરતી સહકારી મંડળી માં ઓછા વજનયુક્ત ખાતરની બોરીનો જથ્થો પડ્યો છે.જેના વેચાણ પર અધિકારીઓ દ્વારા પ્રતિબંધ મુકવામા આવ્યો છે.જેને બદલી આપવા માટે સાત દિવસ સુધીનો સમય અધિકારીઓ દ્વારા  આપવામાં આવ્યો છે.જેની સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. .

સુરત ના જહાંગીરપુરા સ્થિત સરદાર ડીએપી ખાતર નું વેચાણ કરતી સહકરી મંડળી દ્વારા જીએસએફસી કંપની સામે ઉગ્ર રોષ વ્યકત કરવામાં આવ્યો છે.સહકારી મંડળી ના ખેડૂતોએ રાજ્ય સર્જર ની માલિકીની કંપની જીએસએફસી નું પૂતલાદહન કરી વિરોધ નોંધાવ્યો છે.ખેડૂતો ના આરોપ છે કે કંપનીએ ઓછા વજનયુક્ત ખાતર ની બોરી બદલી આપવા માટે સાત દિવસ ની મુદત આપી છે.પરંતુ ત્યાં સુધી પાક ખેતી માટેના ખાતર ની તાતી જરૂરિયાત છે.કંપનીએ સામાન્ય કારણ આગળ ધરી પોતાના હાથ ખંખેરી લીધા છે.જેની સામે ખેડૂતો નો રોષ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.