સુરત: શહેરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોને મોકલવા માટે નવસારી સાંસદ સી આર પાટીલે તૈયારી બતાવી છે. આ વચ્ચે સુરત શહેરના જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, અત્યાર સુધી અન્ય રાજ્યોમાંથી પોતાના નાગરિકોને પરત લેવા અંગે કોઈપણ લેખિત જાણકારી તેમની પાસે આવી નથી.
સુરત કલેક્ટર કચેરી ખાતે આજે અગત્યની બેઠક યોજવામાં આવી હતી. શહેરમાં રહેતા શ્રમિકોને જમવાની અને તેમના રહેવાની વ્યવસ્થા અંગે દિલ્હીથી આવેલી અધિકારીઓની ટીમે જાણકારી મેળવી હતી. આ સાથે ચર્ચા હાથ ધરાઈ હતી કે અહીંના શ્રમિકો જે પોતાના વતન જવા માંગે છે. તેઓને કઈ વ્યવસ્થા રૂપે મોકલવામાં આવે. આ બેઠકમાં સુરતના 12 ધારાસભ્યો ઉપરાંત અધિકારીઓ અને મેયર હાજર રહ્યાં હતાં.
આ તમામે દિલ્હીની ટીમ સામે રજૂઆત કરી હતી કે, જે શ્રમિકો પોતાના વતન જવા માટે ઇચ્છા ધરાવે છે તેઓને જવા દેવા જોઈએ. હાલ સુરતના શ્રમિકોને તેમના વતન મોકલવા માટે પોતે નવસારીના સાંસદ સી.આર. પાટીલે પહેલ કરી જણાવ્યું હતું કે, તેઓને તેમના વાહન થકી સરકારી પરમિટ મેળવી મોકલવામાં આવશે. શ્રમિકોને જવા માટે લાંબી કતારો પણ લાગી ગઈ હતી, પરંતુ આ વચ્ચે સુરતના જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે સ્પષ્ટ કરી દીધું છે કે, અત્યાર સુધી કોઈ પણ રાજ્ય પોતાના નાગરિકને પરત બોલાવવા માટે લેખિતમાં તૈયારી બતાવી નથી.
નવસારીના સાંસદ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, આ મિટિંગમાં પાલિકાને ગ્રાન્ટ મળે અને અન્ય સુવિધાઓ અંગે દિલ્હીના અધિકારીઓ સામે ચર્ચા હાથ કરવામાં આવી હતી.
બાઈટ : ડૉ ધવલ પટેલ (સુરત કલેકટર)
બાઈટ : સી.આર.પાટીલ. (નવસારી સાંસદ)