સુરત: આજે મહાશીવરાત્રીના પર્વ પર સુરત સહીત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવામાં આવી રહ્યો છે. સુરતમાં પણ વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. શહેરના ઈચ્છાનાથ મહાદેવ મંદિર જેનું સુરત પોલીસ હેડ ક્વોટર દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. આ ઈચ્છાનાથ મહાદેવ મંદિર જે લોકોની ઈચ્છા પૂર્તિ કરજો મહાદેવનું મંદિર માનવામાં આવે છે. કારણકે, અહીં જાગતો શિવલિંગ છે. રાજ્ય ગૃહપ્રધાન હરહંમેશ સુરતની અંદર તેમની હાજરી હોય, ત્યારે પહેલા આ ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં પોતાનું કાર્ય શરૂ કરતા હોય છે.
આ પણ વાંચો: Mahashivratri 2023: સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, 42 કલાક સુધી મંદિર રહેશે ખુલ્લું
લોકોની મનોકામના પૂર્ણ થાય: આ મંદિર સુરત શહેરનું જાણીતું છે. હરહંમેશ ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન જ્યારે પણ સુરતની અંદર તેમની હાજરી હોય ત્યારે પહેલા આ ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં પોતાનું કાર્ય શરૂ કરતા હોય છે. કારણ કે, આ ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં લોકોની મનોકામના પૂર્ણ થતી હોય છે. દરેકવાર તહેવારના દિવસે તેઓ અહીંથી પસાર થતા હોય છે ત્યારે મંદિરે દર્શન અચૂક કરે છે.
પરિક્રમામાં જોડાશે: રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતના સૌ નાગરિકોને મહાશિવરાત્રીની શુભકામનાઓ આજે અહીંથી જુનાગઢ જઈને ભગવાન ભોલેનાથ પરિક્રમામાં જોડાવા માટે હું જૂનાગઢ જઈ રહ્યો છું. ગુજરાતના સૌ નાગરિકોને શાંતિ અને સલામતી બની રહે તે માટે ભગવાન શિવજીને પૂજા અર્ચના કરી દિવસની શરૂઆત કરી છે. ફરી એક વખત ગુજરાતના નાગરિકોને મહાશિવરાત્રીની શુભકામનાઓ.
આ પણ વાંચો: Mahashivratri 2023: મહાપ્રસાદ, જૂનાગઢમાં ભાવ, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભક્તોની સવારથી ભીડ: સુરતના ઈચ્છા નાથ મહાદેવ મંદિર સહિત કતારગામ વિસ્તારમાં આવેલ અને ઓલપાડ વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિરોની અંદર પણ સવારથી ભીડ જોવા મળી રહી છે. ધણા લોકો મહાદેવના મંદિરે પોતાની મનની ઈચ્છા અને પોતાને પોતાના વ્યવસાય માટેની મનોકામના રાખતા હોય છે, તે પૂર્ણ થાય ત્યારબાદ દર્શન કરવા માટે પણ આવતા હોય છે.