સુરત : રાજ્ય સહિત જિલ્લામાં પણ આજે સોમવારથી રેસ્ટોરન્ટ અને હોટેલ ફરી શરૂ થયા છે. જેમાં તમામ હોટેલ સંચાલકોએ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. જેમાં હોટેલમાં આવતા તમામ ગ્રાહકોને માસ્ક ફરજિયાત છે. આ ઉપરાંત હોટેલ અને રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકોએ ફરજીયાત સેનિટાઇઝરની બોટલ લઇ આવવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
મહત્વનો નિર્ણય લેવામાં આવતા ગ્રાહકો સેનીટાઇઝર અથવા માસ્ક સાથે ન લાવે તો હોટેલ અથવા રેસ્ટોરન્ટ સંચાલકો પાસેથી ખરીદવી પડશે. હોટેલોમાં ગ્રાહકોને ટોવેલ સહિત ચાદર જેવી સુવિધા રૂમ બહારથી આપવામાં આવશે. હોટેલ કર્મચારીઓ હોટેલ રૂમમાં જઈ ચાદર અથવા ટોવેલ બદલી શકશે નહીં. ગ્રાહકોએ જાતે રૂમમાં ચાદર બદલવાની રહેશે. રેસ્ટોરન્ટમાં પણ મર્યાદિત ગ્રાહકોની સંખ્યા રહેશે. જેમાં સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી ગ્રાહકો માટે બેઠક વ્યવસ્થા કરાઈ છે. રેસ્ટોરન્ટના કિચનમાં કામ કરતા કર્મચારીઓે પણ ફરજીયાત માસ્ક અને ગ્લોવ્ઝનો ઉપયોગ કરશે.