- સ્ટાર એર દ્વારા નવી સેવાઓ શરૂ
- સ્ટાર એર દ્વારા સુરતથી બેલગાવી અને અજમેરની નવી ફ્લાઇટ શરૂ
- સ્ટાર એર હવે 10 મુખ્ય ભારતીય શહેરોમાં પ્રવાસીઓને સેવા આપે છે
સુરત: ઉડ્ડયન પાંખ સ્ટાર એરે અમદાવાદમાં સફળ કામગીરી પછી હવે ગુજરાતના વધુ એક શહેરમાં તેની સેવાઓ શરૂ કરીને તેની પાંખોને વધુ ફેલાવી છે. કંપનીએ 21મી ડિસેમ્બર, 2020થી ભારતની સિલ્ક સિટી, એટલે કે, સુરતમાં તેની કામગીરી શરૂ કરી છે.
બેલાગાવી- સુરત અને સુરત- અજમેર (કિશનગઢ) સેવા શરૂ
કંપનીએ લોકપ્રિય આરસીએસ- ઉડાન યોજના હેઠળ સુરતથી બેલાગાવી (કર્ણાટક) અને અજમેર (રાજસ્થાન) સુધી નોન- સ્ટોપ ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા અનોખી છે. કારણ કે, હજારો પ્રવાસીઓને અગાઉ કરતાં પણ વધુ આરામદાયક રીતે બેલાગાવી- સુરત અને સુરત- અજમેર (કિશનગઢ) વચ્ચે સુવિધાજનક અને કિફાયતી રીતે પ્રવાસમાં મદદરૂપ થશે અને તેમનો પ્રવાસ વધુ સરળ બનાવવામાં મદદરૂપ થશે. બંને સેવાઓ ઐતિહાસિક છે, કારણ કે, હાલમાં કોઈ પણ એરલાઈન્સ સુરત- અજમેર (કિશનગઢ) અને સુરત- બેલાગાવી વચ્ચે નોન- સ્ટોપ સેવા આપતી નથી.
સુરત, ભરૂચ, નર્મદા અને નવસારી જિલ્લામાં રહેતા સેંકડો લોકો માટે લાભદાયી સિદ્ધ થશે
કંપની વાયા અમદાવાદ અને ઈન્દોર, બેલાગાવીથી અજમેર (કિશનગઢ) સેવાઓ ચલાવી રહી છે. સ્ટાર એર બેલાગાવી અને અજમેર (કિશનગઢ)ને જોડનારું સુરત ત્રીજું શહેર છે. નિષ્ણાંતો કહે છે કે, આ નવી સેવા સુરત, ભરૂચ, નર્મદા અને નવસારી જિલ્લામાં રહેતા સેંકડો લોકો માટે લાભદાયી સિદ્ધ થશે.