ETV Bharat / state

બારડોલીમાં વહીવટી તંત્રએ બજારોમાં ચેકિંગ હાથ ધર્યું - બારડોલી ન્યૂઝ

બારડોલીમાં વહીવટીતંત્ર દ્વારા પાર્સલ આપતી હોટેલ-રેસ્ટોરન્ટ અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોમાં 14 એપ્રિલે બપોરના સમયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાર્સલ સેવા પુરી પાડતી હોટેલોના સ્ટાફના પણ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

હોટેલ-રેસ્ટોરન્ટના સ્ટાફના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા

author img

By

Published : Apr 14, 2021, 10:20 PM IST

  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલનનું નિરીક્ષણ કરાયું
  • હોટેલ-રેસ્ટોરન્ટના સ્ટાફના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા
  • શહેરમાં આવશ્યક સેવાઓ સિવાય સંપૂર્ણ લોકડાઉનનો થઈ રહ્યો છે અમલ

સુરત: જિલ્લાના બારડોલીમાં લોકડાઉન વચ્ચે વહીવટી તંત્રએ બુધવારના રોજ અચાનક બજારની મુલાકાત લીધી હતી. બજારમાં આવશ્યક ચીજવસ્તુઓની જે દુકાનો ખુલ્લી છે, તેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બારડોલી આરોગ્ય વિભાગને સાથે રાખી પાર્સલ સેવા પૂરી પાડતી હોટેલ-રેસ્ટોરન્ટના સ્ટાફનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યું હતું.

બારડોલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં 6 દિવસનું લોકડાઉન

બારડોલીમાં વહીવટી તંત્ર દ્વારા ગયા સોમવારથી 6 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બારડોલી ઉપરાંત તાલુકાના કડોદ, મઢી, સુરાલી, ઇસરોલી, તેન અને બાબેનમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવતા તમામ બજારો સ્વયંભૂ બંધ છે. જોકે આ બંધમાં કેટલીક આવશ્યક સેવાઓ ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટને પાર્સલ સેવા પૂરતી છૂટ આપવામાં આવી છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલનનું નિરીક્ષણ કરાયું

આ પણ વાંચો: ભદ્રકાળી મંદિરમાં દર્શન માટે કોવિડ ગાઇડલાઈનનું પાલન જરૂરી

ખુલ્લી દુકાનો અને રેસ્ટોરન્ટના સ્ટાફનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો

આ છૂટ લેનારી દુકાનો અને હોટલ-રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે બારડોલી વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર બજારમાં ઉતર્યું હતું. તંત્ર દ્વારા ખુલ્લી દુકાનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તમામને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. એટલું જ નહીં તંત્ર દ્વારા પાર્સલ સુવિધા પૂરી પાડતી રેસ્ટોરન્ટ અને હોટેલોના સ્ટાફના રેપીડ ટેસ્ટ પણ કર્યા હતા.

આ પણ વાંચો: કોરોનાના વધતા કેસ વચ્ચે ડેડિપાડામાં વેપારીનું સ્વૈચ્છિક લોકડાઉન

તમામ 18 ટેસ્ટ નેગેટિવ

આ અંગે બારડોલી મામલતદાર જિજ્ઞા પરમારે જણાવ્યું હતું કે, 14 એપ્રિલે બજારમાં કોવિડ માર્ગદર્શિકાનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આરોગ્યની ટીમને સાથે રાખી 6 જેટલા સ્થળો પર 18 લોકોના રેપીડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જેમાં એક પણ કેસ પોઝિટિવ આવ્યો ન હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.