સુરત પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI ને પૈસા લઈ દેશની ગુપ્ત જાણકારી (Pakistan spy agency ISI connection india) આપનાર સુરતના દીપક સાળુંકેની ધરપકડ (Spy Deepak Salunke Case ) બાદ હવે એક બાદ એક નવો ખુલાસો થઈ રહ્યો છે ISI (Pakistan Pakistan spy agency ISI )ના ઇશારે દીપકને 6 વખત નાણાં મોકલનાર નૂર વહાબ નામની યુવતીની ( Noor Wahab ISI connection) પૂછપરછ હાથ ધરાઈ છે. સુરત પોલીસે નૂર વહાબ નામની યુવતીને સમન્સ આપી તેડાવી હતી. હવાલાથી નાણાં ટ્રાન્સફર કરી કમિશન લીધાની નૂર વહાબ નામની યુવતીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.
આ પણ વાંચો 'હનીટ્રેપ, ક્રિપ્ટોકરન્સી અને ડાર્કનેટ' ભારતની સંવેદનશીલ માહિતી મેળવવા ISI એજન્સીના હથિયાર
હવાલા હુંડી ગ્રૂપમાં હતી યુવતી નૂર વહાબ દીપકની(Spy Deepak Salunke Case ) જેમ ફેસબુક ઉપર હવાલા હુંડી ગ્રૂપમાં હતી. સાથે ફેસબુક ઉપર પેજ ડેવલોપર તરીકે પણ નૂર વહાબ ( Noor Wahab ISI connection)કામ કરતી હતી. પાકિસ્તાનના ગ્રાહકોને પણ તે પેજ બનાવી આપતી હતી.પાકિસ્તાન અને ભારત વચ્ચે આર્થિક લેવડદેવડ પ્રતિબંધિત હોઇ હવાલા કનેક્શન (Hawala connection from Pakistan ) કામ કરતું હતું. પાકિસ્તાનમાં પોતે નાણાં ચૂકવવા હોઇ કે પાકિસ્તાનથી નાણાં લેવા હોય તે સંજોગોમાં ઉસ્માન નામના શખ્સની સર્વિસ લેવાતી હતી.
આ પણ વાંચો દેશદ્રોહી પ્રવૃત્તિમાં સુરતના શામેલ દીપક સાળુકે કોર્ટમાં રજૂ
દીપક હમીદના સંપર્કમાં રહેતો હતો દીપક સાલુંકેએ (Spy Deepak Salunke Case ) પોતાના ફેસબુક મેસેન્જર દ્વારા તથા વોટ્સઅપના માધ્યમથી પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના હમીદના સંપર્કમાં રહેતો હતો. ત્યારબાદ ભારતીય સીમકાર્ડ મેળવી આપવા તેમ જ ભારતીય આર્મીની ઈન્ફર્નટરી રેજિમેન્ટ આર્ટિલરી તથા બ્રિગેડની માહિતી અને ભારતીય સેનાના વાહનોની મુવમેન્ટ અંગેની અતિગુપ્ત અને સંવેદનશીલ માહિતી મેળવી વોટ્સઅપ મેસેજ અને કોલિંગથી શેર કરી હતી. સુરત પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાકિસ્તાની બેન્ક એકાઉન્ટથી પણ આરોપી દીપકને આ માટે પૈસા ટ્રાન્સફર ( Hawala connection from Pakistan ) કરવામાં આવ્યા છે.
નૂર વહાબે દીપકને અનેકવાર નાણાં મોકલ્યાં નૂરના બેન્ક એકાઉન્ટથી નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવતા હતા .આ નૂર આર્મી ઈન્ટેલિજન્સની રડારમાં આવી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નૂરના ( Noor Wahab ISI connection) વૉલેટ અને એકાઉન્ટમાંથી દીપકના (Spy Deepak Salunke Case ) બેન્ક એકાઉન્ટમાં 6 વખત નાણાં ટ્રાન્સફર થયા છે.પાકિસ્તાનના શહેર કરાંચીની બેંક અલફલાહ ઈસ્લામિક બેંકના ખાતા ધારક અલીક્યુમ ખાને 8 નવેમ્બરે પૈસા ટ્રાન્સફર કર્યાનો ઉલ્લેખ કર્યો છે.
દીપક સાળુકે કોર્ટમાં રજૂ કરાયો હતો આ પહેલાં પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI (Pakistan Pakistan spy agency ISI ) સાથે ભારતીય સેનાની ગુપ્ત માહિતી શેર કરનાર સુરતના દીપક સાળુકેને (Spy Deepak Salunke Case ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દીપક સાળુકેની (Spy Deepak Salunke Arrested) સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. SOG પોલીસને નવેમ્બર મહિના સુધીના કરેલા ચેટિંગમાંથી દેશદ્રોહને લાગતા સંખ્યાબંધ પુરાવા મળી આવ્યા હતા. રૂપિયા કઈ રીતે મગાવ્યા હતાં. તમામ બાબતોની માહિતી માટે SOG પોલીસે (Surat SOG Police ) કોર્ટમાં આરોપી દીપક સાંળુકેને રજૂ કરી 12 દિવસના રિમાન્ડમાં ગયા હતા.પરંતુ નામદાર કોર્ટે 7 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા.