ETV Bharat / state

સુરતઃ પીઝા રેસ્ટોરન્ટમાં મહિલાઓ માટે ખાસ સુવિધા, સેનેટરી પેડ વેન્ડીંગ મશીન ઉપલબ્ધ કરાયું

author img

By

Published : Sep 19, 2020, 2:25 PM IST

સુરતના અડાજન વિસ્તારમાં આવેલા પીઝા રેસ્ટોરન્ટમાં પીઝાની અનેક વેરાયટી સાથે મહિલાઓ માટે ખાસ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. રેસ્ટોરેન્ટમાં સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યું છે.

સુરતમાં પિઝા રેસ્ટોરન્ટમાં મહિલાઓ માટે ખાસ સુવિધા, સ્ટોરેન્ટમાં સેનેટરી પેડ વેન્ડીંગ મુકવામાં આવ્યું

સુરતઃ શહેરના અડાજન વિસ્તારમાં આવેલા પીઝા રેસ્ટોરન્ટમાં પીઝાની અનેક વેરાયટી સાથે ખાસ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આ ખાસ સુવિધા રેસ્ટોરન્ટમાં આવતી મહિલાઓ માટે છે. મહિલાઓ માટે પીરિયડ્સને ધ્યાનમાં રાખી અને આ સામે હાયજીન બની રહે એ માટે રેસ્ટોરન્ટ દ્વારા સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મૂકવામાં આવ્યું છે. જેથી રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાઓને પીરિયડ્સની તકલીફ પડે તો આ વેન્ડીંગ મશીન દ્વારા સેનેટરી પેડનો ઉપયોગ કરી શકે છે. રેસ્ટોરન્ટ દ્વારા આ સુવિધા માત્ર રેસ્ટોરન્ટમાં આવનારી મહિલાઓ માટે જ નહીં, પરંતુ દરેક મહિલાઓ રેસ્ટોરન્ટમાં જઈને તે આ લાભ મેળવી શકે છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પીઝા રેસ્ટોરન્ટ હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અહીં સ્વાદિષ્ટ અને ચટાકેદાર પીઝા તો મળે જ છે, પરંતુ અહીં આવનારી મહિલાઓ માટે ખાસ સુવિધા રેસ્ટોરન્ટ દ્વારા ઉભી કરવામાં આવી છે. અનેકવાર મહિલાઓ બહાર જતી હોય છે અને ત્યાં જ પીરિયડ્સ આવી જવાની સ્થિતિ ઊભી થતી હોય છે. મહિલાઓની આવી સ્થિતિને ધ્યાનમાં રાખી રેસ્ટોરન્ટના સંચાલક દિવ્યેશ દ્વારા આ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રેસ્ટોરન્ટના વોશરૂમમાં મહિલાઓ માટે સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યું છે. પીરિયડ્સની સ્થિતિમાં જેનો ઉપયોગ મહિલાઓ કરી શકે છે અને તેમના હાઇજિન માટે પણ આ ખુબ જ ઉપયોગી છે.

રેસ્ટોરેન્ટ સંચાલક દિવ્યેશે જણાવ્યું હતું કે, જ્યારે પેડમેન ફિલ્મ આવ્યું ત્યારે તેઓને આ કોન્સેપ્ટ ધ્યાનમાં આવ્યો હતો. મહિલાઓને લગતી આ સમસ્યાને લઇ તેઓએ રેસ્ટોરન્ટમાં સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મૂક્યું છે. જેનો લાભ માત્ર રેસ્ટોરન્ટમાં આવનારી મહિલાઓ જ નહીં, પરંતુ રેસ્ટોરન્ટની આસપાસ આવેલી બેંક, સોપ અને અન્ય દુકાનોમાં આવતી મહિલાઓ પણ લઈ શકે છે. આ વેન્ડીંગ મશીનમાં 5 રૂપિયાનો સિક્કો નાખીને સેનેટરી પેડ લઈ શકે છે એ સિક્કો પણ મિહલાઓ રેસ્ટોરન્ટના કાઉન્ટર પરથી પણ લઈ શકે છે. બ્રાન્ડેડ સેનેટરી પેડની કિંમત 10 થી 12 રૂપિયા છે.

રેસ્ટોરન્ટની આ સુવિધા અંગે રેસ્ટોરન્ટમાં આવેલી ભાવિનીએ જણાવ્યું હતું કે, એક વખતે જ્યારે તેઓ રેસ્ટોરન્ટમાં આવ્યા હતા, ત્યારે તેમની દીકરીને અચાનક જ પીરિયડની સ્થિતિ ઊભી થઈ ત્યારે તેઓએ રેસ્ટોરન્ટના કાઉન્ટર પરથી માત્ર 5 રૂપિયાનો સિક્કો લઈ અહીંથી પેડ મેળવી લીધું હતું, આ સુવિધાના કારણે મહિલાઓને ખૂબ જ લાભ મળી રહ્યો છે. આવી રેસ્ટોરન્ટ તેઓએ અત્યાર સુધી જોઈ નથી. જે મહિલાઓ માટે આવી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

અન્ય મહિલા હેમાલીએ જણાવ્યું હતું કે, તેઓ વારંવાર આ રેસ્ટોરન્ટમાં આવતી હોય છે. ખાસ કરીને મહિલાઓની કીટી પાર્ટી માટે પણ તેઓ અહીં આવતી હોય છે, ત્યારે રેસ્ટોરન્ટની આ સુવિધા તેઓ માટે લાભકારી સિદ્ધ થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.