ETV Bharat / state

Board Exam: સુરતમાં પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા બસથી લઈ વિજળી સુધીની વ્યવસ્થા, કલેક્ટરે કર્યું વિદ્યાર્થીઓનું સ્વાગત - સુરતમાં પરીક્ષા કેન્દ્રો પર વ્યવસ્થા

સુરતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે સુરતના જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટરે પરીક્ષા આપવા આવનારા વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી તેમને શુભેચ્છા આપી હતી.

Board Exam: સુરતમાં પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા બસથી લઈ વિજળી સુધીની વ્યવસ્થા, કલેક્ટરે કર્યું વિદ્યાર્થીઓનું સ્વાગત

author img

By

Published : Mar 14, 2023, 10:27 PM IST

તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

સુરતઃ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. આવામાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હવે સુરતમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા શાળાએ પહોંચ્યા હતા. અહીં જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓનું મોં પણ મીઠું કરાવ્યું હતું. અહીં તમામ કેન્દ્ર પર ક્લાસરૂમ સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી કોઈ વિદ્યાર્થી ગેરરીતિ ન કરે.

આ પણ વાંચોઃ Board Exam: પગ તૂટ્યો હિંમત નહીં, વોકરના સહારે વિદ્યાર્થિની પહોંચી પરીક્ષા આપવા

આટલા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષાઃ સુરતમાં ધોરણ 10માં 90,165 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 55,422 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 14,952 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આમ, સુરત શહેરમાં કુલ 1,60,538 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

ધોરણ 10માં 90,165 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે

પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થાઃ તો તમામ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. સાથએ જ ક્લાસરૂમ પણ સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. તો પરીક્ષા કેન્દ્રોની બહાર પરીક્ષા આપવા આવનારા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ આવ્યા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક પોલીસની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યોઃ આ અંગે સુરત કલેકટર આયૂષ ઑકે જણાવ્યું હતું કે, કે, આજે સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. તેના ભાગરૂપે સુરત શહેર અને જિલ્લાઓ જે 12 ઝોનમાં વહેંચાયેલો છે. તેમાં 540 કેન્દ્રો ઉપર 5,301 બ્લોકમાં પરીક્ષાઓ લેવામાં આવશે. આમાં 1,60,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેની સંપૂર્ણ તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓનો ધસારો
વિદ્યાર્થીઓનો ધસારો

તમામ કેન્દ્રોની આજૂબાજૂ ઝેરોક્સ બંધઃ જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, બોર્ડ દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. જે સરકારના તમામ વિભાગો શિક્ષણ વિભાગના સંકલનમાં રહીને કામ કરી રહ્યા છે. તમામ સેન્ટરો ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે. તો પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રોની આજૂબાજૂ ઝેરોક્ષ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Board Exams 2023 : ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં નિબંધનું મહત્વ, મોબાઇલના લાભાલાભ સહિત કયા નિબંધ પૂછાયા જૂઓ

દરેક કેન્દ્ર પર વિજિલન્સની ટીમ તહેનાતઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને પરીક્ષા કેન્દ્રો ઉપર સમયસર પહોંચે તે માટે GSRTCને પણ જાણ કરી દેવામાં આવી છે. તથા GSRTC દ્વારા અલગથી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તો DGVCL અને ટોરેન્ટ પાવરને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે, જેથી વિજયપ્રવાહનો પણ કોઈ પ્રશ્ન ન આવે. સાથે જ દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર બોર્ડ દ્વારા મૂકવામાં આવેલા વિજિલન્સની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.