ETV Bharat / state

માવઠાંએ બગાડ્યો સુરતી પોંકનો સ્વાદ, જુવાર લાલ થતા પાકની ગુણવત્તા બદલાશે અને ભાવ પણ વધશે - પાકની ગુણવત્તા

શિયાળામાં ગરમાગરમ પોંક ખાવાના શોખીનો માટે આ સમાચાર નિરાશ કરનારા છે. હાલમાં પડેલા કમોસમી વરસાદની અસરમાં પોંકના પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે પોંકની સીઝન ટૂંકાગાળાની રહેવાની અને ગુણવત્તા વિનાની જુવારના મોંઘા ભાવ સાથે આવવાની વકી છે.

માવઠાંએ બગાડ્યો સુરતી પોંકનો સ્વાદ, જુવાર લાલ થતા પાકની ગુણવત્તા બદલાશે અને ભાવ પણ વધશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 5:31 PM IST

Updated : Nov 29, 2023, 7:10 PM IST

સુરત : પોંકના કારણે સમગ્ર વિશ્વમાં સુરત જાણીતું છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ સુરતના પોંક ખૂબ જ પ્રચલિત છે. પરંતુ માવઠાના કારણે પોંક માટે કરાયેલ જુવારના વાવેતરમાં અંદાજીત 2 હજાર એકરમાં નુકસાનની ભીંતિ છે. હા, કમોસમી વરસાદની અસર ચોક્કસપણે પાક પર જોવા મળશે. જુવાર લાલ થતા પાકની ગુણવત્તા પણ બદલાશે અને ભાવમાં પણ વધારો થશે.

સુરતમાં પોંકનું આગમન થવાની અણી : દિવાળી બાદ શરૂ થતી ઠંડીની સાથે જ સુરતમાં પોંકનું આગમન થઈ જાય છે ત્યારે હાલ તેને લઈને તૈયારીઓ ચાલી રહી હતી. સારા વરસાદને કારણે બારડોલી સાથે ભરૂચ, કરજણના હાઈવેના ગામડાઓમાં 4000 એકરમાં જુવારની ખેતી કરવામાં આવી હતી. જો કે માવઠાના કારણે જુવારની ખેતી કરનારા ખેડૂતો ભારે ચિંતામાં છે. ભારે કમોસમી વરસાદના કારણે 100ટકા થી લઇ 60 ટકા સુધી જુવારની ખેતીને નુકશાન છે.

2 હજાર એકરના પાકને નુકસાન
2 હજાર એકરના પાકને નુકસાન

2 હજાર એકરના પાકને નુકસાન : સુરતમાં વાદળછાયું વાતાવરણ અને વરસેલા વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ત્યારે જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે સુરતી વાની પોંક માટે જુવારના પાકને નુકસાન થવાની શકયતાઓ પુરી વર્તાઇ રહી છે. ખેડૂત આગેવાનના મત મુજબ અંદાજે 2 હજાર એકરના પાકને નુકસાન થશે.

જુવાર લાલ થતા પાકની ગુણવત્તા પણ બદલાશે : શહેરીકરણને કારણે રાંદેર, અડાજણ,ભાઠા અને પાલ વિસ્તારમાં જે પોંકની ખેતી થતી હતી તેમાં ઘટાડો જોવા મળ્યો છે. 70થી 80 ટકા જેટલો પોંક બારડોલીના આઠ દસ ગામો ઉપરાંત ખાસ કરીને ભરૂચ, કરજણના હાઈવેના ગામોથી સુરત આવે છે. આ વર્ષે યોગ્ય વરસાદને કારણે ત્યાં અંદાજે 4000 એકરમાં પાક તો સારો થયો છે પરંતુ માવઠાના કારણે ખેડૂતો પર ચિંતાના વાદળ ઘેરાયા છે. સુરત શહેરમાં કમોસમી વરસાદ તેમજ બારડોલી સહિતના તાલુકામાં થયેલા વરસાદના કારણે શેરડીના ઉભા પાકની સાથે સુરતીવાની પોંક માટે જુવારની ખેતી કરનાર ખેડૂતોની ચિંતા વધી છે. માવઠા અને વરસાદ અસર ચોક્કસપણે પાક પર જોવા મળશે. જુવાર લાલ થતા પાકની ગુણવત્તા પણ બદલાશે અને ભાવમાં પણ વધારો નોંધાશે. સુરતના પોંકના વડા સહિત અનેક પોંકની વાનગીઓ શિયાળા માટે દેશભરમાં પ્રખ્યાત છે. લીલી પોંકની ડિમાન્ડ વિદેશોમાં પણ હોય છે.

બારડોલી, કરજણ વગેરે સ્થળોએ આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો છે. આ વખતે માવઠાની પેટર્ન બદલાઈ છે. સામાન્ય રીતે 10થી 12 મીમી વરસાદ પડતો હોય છે પરંતુ વખતે કચ્છ 5 થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે પાકની ક્વોલિટી બગડશે અને 4000 એકરમાં થયેલી જુવારની સારી ખેતીમાંથી અંદાજે 2000 એકરમાં પાકને નુકસાન થઈ શકે એમ છે. સાથે જ માંગરોળ, માંડવી, ઉમરપાડામાં થતી દેશી જુવારની ખેતીને પણ અસર થશે...જયેશ પટેલ (ખેડૂત આગેવાન)

750 હેક્ટરમાં કપાસ, પોંક, શાકભાજી સહિત પાકોને નુકશાન : સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી સતીશ ગામીતે જણાવ્યું હતું કે વરસેલા કમોસમી વરસાદને લઈને સુરત જિલ્લામાં અંદાજિત 750 હેક્ટરમાં કપાસ, પોંક, શાકભાજી સહિત પાકોને નુકશાન થવા પામ્યું છે. જે પણ ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેઓને વળતર મળે તે માટે હાલ ગ્રામ પંચાયતોના સરપંચો પાસેથી યાદીઓ મંગાવવામાં આવી છે. એક અઠવાડિયા સુધી સર્વે ચાલશે અને સર્વે રિપોર્ટ તૈયાર થયા બાદ જ નુકશાનીનો આંકડો જાણવા મળશે.

સરકારને વિનંતી : ઓલપાડ તાલુકાના ખેડુત જયંતી પટેલે જણાવ્યું હતું કે, હું દર વર્ષે પોંકના પાક માટે મહિના સુઘી મહેનત કરું છું. આ વખતે સારા વરસાદના કારણે પાક પણ સારો હતો. પરંતુ માવઠાના કારણે 100 ટકા પાકને નુકશાની છે. પાક જમીનદોસ્ત છે. શું કરીએ સમજ નથી પડતી. સરકારને વિનંતી છે કે સર્વે કરાવી યોગ્ય વળતર આપે.

  1. સુરતમાં જગતના તાતનો ભગવાને તોડ્યો ભરોસો, ખેડૂતો હવે સરકારની સહાયની વાટે...
  2. કમોસમી વરસાદના કારણે કારણે લીલા પોંક નો કલર લાલ થઈ જશે અને તેને સ્વાદ પણ બદલાઇ જશે

Last Updated : Nov 29, 2023, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.